વિપિન ગિરિ : દેશમાં કડક કાયદાઓ છતાં પણ તીન તલાક (Triple Talaq) અને દુષ્કર્મ (Rape) જેવી જઘન્ય ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. ઉત્તર પ્રદેશમાંથી જ આવો એક જઘન્ય મામલો સામે આવ્યો છે જેમાં દુષ્કર્મ બાદ મહિલાને તીન તલાકનો પણ સામનો કરવો પડ્યો છે. મહિલાનો આરોપ છે કે તેના દિયર જ તેની સાથે દુષ્કર્મ કર્યુ હતું. આ ઘટનાની વાત પતિને જણાવી તો તીન તલાક આપી દીધો હોવાની ઘટના સામે આવી છે. પીડિત મહિલા પોતાના પરિવાર પાસે ગઈ અને આપવિતી સંભળાવી અને પરિવાર સાથે પોલીસ સ્ટેશને પહોંચી હતી. મહિલાએ પોલીસ ફરિયાદ કરી છે પોલીસે કેસ નોંધી અને વધુ કાર્યવાહી શરૂ કરી છે.
ઉત્તર પ્રદેશના હાપુડની (Hapur Uttar pradesh Rape case) આ જઘન્ય ઘટનાના બનાવની વિગતોમાં એવી સનસનાટીભરી માહિતી સામે આવી છે કે મહિલા સાથે દિયરે ચાકુની અણીએ દુષ્કર્મ ગુજાર્યુ હતું. જ્યારે મહિલાના પતિ અને તેના સાસરિયાઓને આ ઘટનાની જાણ કરવામાં આવી તો તેણે દિયરનો પક્ષ લઈને મહિલાની પીટાઈ કરી હતી. પીડિતાએ હવે અંગે પોલીસ ફરિયાદ કરી છે.
" isDesktop="true" id="1109832" >
પોલીસમાં ફરિયાદ નોંધાવતાં નારાજ મહિલાના પતિએ તેને ત્રિપલ તલાક આપીને ઘરની બહાર કાઢી મૂકી હતી. હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પીડિતાએ જણાવ્યું હતું કે જ્યારે તેનો પતિ ઘરે ન હતો ત્યારે નાના ભાઇએ તેની સાથે ચાકુની અણીએ બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો. સવારે પતિ પાછો આવ્યો ત્યારે પત્નીએ તેને આ ઘટના જણાવી હતી, પરંતુ પત્ની પર વિશ્વાસ કરવાને બદલે પતિએ મહિલાને માર માર્યો હતો અને ત્રિપલ તલાક આપ્યો હતો.
આમ મહિલા સાથેના અત્યાચારની આ જઘન્ય ઘટનાના પડધા ઘેરા પડ્યા છે. મહિલા અને તેની માતા પોલીસ મથકની બહાર બેસીને ન્યાયની માંગ કરી હતી. મહિલાએ જાતે જ ફરિયાદ નોંધાવી તેની સાથે થયેલી હેવાનિયતની વિગતો આપી હતી.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર