Home /News /national-international /

પોતાને આગને હવાલે કરનારી મહિલાએ કહ્યુ- હવે મારી સાથે ગેંગરેપ નહીં થાય

પોતાને આગને હવાલે કરનારી મહિલાએ કહ્યુ- હવે મારી સાથે ગેંગરેપ નહીં થાય

પ્રતીકાત્મક તસવીર

'મારો બીજો પતિ શેતાન હતો, તે પોતાના મિત્રોની સાથે મળી મારા પર બળાત્કાર કરાવતો હતો'

    ન્યૂઝ18 ગુજરાતી : ઉત્તર પ્રદેશમાં ગત 28 એપ્રિલે પોતાને આગ ચાંપનારી મહિલા દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં મોત સામે લડી રહી છે. 80 ટકા સુધી બળી ચૂકેલી મહિલાને પહેલા પતિાએ જ વેચી દીધી હતી અને બાદમાં તેની સાથે અનેકવાર ગેંગરેપ પણ થયો. મહિલાનું કહેવું છે કે બળી ગયા બાદ હવે તેની સાથે ગેંગરેપ તો કોઈ નહીં કરી શકે.

    'હવે મારી સાથે ગેંગરેપ નહીં થાય'

    અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં પીડિતાએ જણાવ્યું કે, મેં મરી જવાની ઈચ્છા રાખું છું. કોઈ પણ આવા દર્દ અને ત્રાસમાંથી પસાર નહીં થઈ શકે. પરંતુ હવે મારા પર દુષ્કર્મ નહીં કરી શકે કારણ કે મારું શરીર બળી ચૂક્યું છે.

    મહિલાએ જણાવ્યું કે, મારો બીજો પતિ શેતાન હતો. તે પોતાના મિત્રોની સાથે મળી મારા પર બળાત્કાર કરાવતો હતો. તે એવો હતો તેથી બીજા લોકો પણ વિચારતા હતા કે હું એવા કામો માટે 'ઉપલબ્ધ' છું. મેં અનેકવાર પોલીસમાં ફરિયાદ નોંધાવી પરંતુ દરેક વખતે એવું જ કહેવામાં આવ્યું કે, 'તપાસ કરવામાં આવી રહી છે'. ઓક્ટોબર 2018માં મેં ફરિયાદ કરી હતી પરંતુ એપ્રિલ 2019 સુધી પણ એફઆઈઆર નોંધવામાં નહોતી આવી.

    મહિલાના જણાવ્યા મુજબ, તેનો પતિ તેના પિતાનો પણ મિત્ર હતો. પતિ રોજ તેને મારવા ઉપરાંત દોસ્તોની સાથે મળી રેપ પણ કરતો હતો. તેના પોતાના પિતા, બે ભાઈ અને એક બહેને તેની મદદ કરવાનો ઇનકાર કરી દીધો હતો. મહિલાના ત્રણ બાળકો છે જેમાંથી એક પહેલા પતિથી છે, એક બીજા પતિથી છે જ્યારે એક રેપ બાદ જન્મેલું બાળક છે.

    શું છે મામલો?

    હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી મહિલાએ 28 એપ્રિલે યૂપી સ્થિત પોતાના ઘરમાં પોતાની જાતને આગને હવાલે કરી દીધી. ત્યારબાદ મહિલાનો એક વીડિયો સોશિયલ મીડિયા રપર વાયરલ થઈ ગયો હતો જેમાં મહિલાએ પોતાની કહાણી વ્યક્ત કરી હતી. વીડિયોમાં પોતાને વિધવા ગણાવી હતી અને દાવો કર્યો હતો કે તેના પિતાએ જ તેની માત્ર 10 હજાર રૂપિયામાં વેચી દીધી હતી. ત્યારબાદ અનેક વાર તેની સાથે ગેંગરેપ થયો હતો. મહિલા જ્યારે પોલીસમાં ફરિયાદ નોંધાવવા પહોંચી તો ત્યાંથી પણ તેને નિરાશા જ મળી. આ રીતે બધી તરફથી આશા છોડી દીધા બાદ પોતાને આગને હવાલે કરી દીધી.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Gangrape, Rape victim, Up police, ઉત્તરપ્રદેશ, ગુનો, બળાત્કાર, ભારત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन