Home /News /national-international /બેવફા ચાયવાલા: પ્રેમમાં બેવફાઈનો શિકાર થનારા લોકોને મળે છે અડધી કિંમતે ચા, એક ચુસ્કી મારો અને ગમ ભૂલી જાવ
બેવફા ચાયવાલા: પ્રેમમાં બેવફાઈનો શિકાર થનારા લોકોને મળે છે અડધી કિંમતે ચા, એક ચુસ્કી મારો અને ગમ ભૂલી જાવ
બેવફા ચાયવાલા
આ અનોખી ચાની દુકાન હાપુડ જિલ્લાના ધૌલાનામાં ખોલવામાં આવી છે. ચાવાળાએ રીતસરનું બોર્ડ પર નામ લખાવીને ચા વેચી રહ્યો છે. ચાવાળાની દુકાનનું નામ 'બેવફા ચાયવાલા' છે.
હાપુડ: ભારતમાં ચાય પર ચર્ચામાંથી નીકળતા મુદ્દા મોટા ભાગે અખબારો અને ન્યૂઝ ચેનલોમાં હેડલાઈન બની જાય છે, પણ ઉત્તર પ્રદેશમાં હાલના દિવસોમાં એક ચાવાળો ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. આ ચાવાળાની ચર્ચા હાપુડ જિલ્લામાં થઈ રહી છે. કારણ કે, તેની દુકાનનું નામ 'બેવફા ચાયવાલા' છે. ખાસ વાત એ છે કે, અહીં પ્રેમી કપલ તથા પ્રેમમાં બેવફાઈનો શિકાર થયેલા લોકો માટે ચાની અલગ અલગ કિંમત છે.
આ અનોખી ચાની દુકાન હાપુડ જિલ્લાના ધૌલાનામાં ખોલવામાં આવી છે. ચાવાળાએ રીતસરનું બોર્ડ પર નામ લખાવીને ચા વેચી રહ્યો છે. ચાવાળાની દુકાનનું નામ 'બેવફા ચાયવાલા' છે. જ્યારે ન્યૂઝ 18 આ યુવાન પાસે પહોંચ્યું અને પુછ્યું કે, આખરે ચાની દુકાનનું નામ બેવફા ચાયવાલા કેમ રાખ્યું, તો જવાબ આપ્યો તે સાંભળીને હેરાન થઈ જશો.
ચાની દુકાનવાળા મોં. કૈફે જણાવ્યું છે કે, તે એ ચાની દુકાન ખોલવા માગતો હતો. તેના મિત્રો પ્રેમમાં બેવફાઈનો શિકાર થઈને તેના પાસે આવતા અને પ્રેમની કહાનીઓ સંભળાવતા હતા. તેણે પ્રેમમાં કેટલાય લોકોના દિલ તૂટતા જોયા. ત્યારે તેને આઈડીયા આવ્યો અને તેણે પોતાની ચાની દુકાનનું નામ બેવફા ચાયવાલા રાખી દીધું.
પ્રેમી કપલ માટે અલગ અલગ ભાવ
દુકાનદારનું કહેવું છે કે, જે પણ પ્રેમી કપલ તેની દુકાન પર ચા પીવા માટે આવે છે, તેમને 15 રૂપિયાની ચા આપવામાં આવે છે. તો વળી યુવકે કહ્યું કે, પ્રેમમાં બેવફાઈનો શિકાર થયેલા યુવક કે યુવતી આવે છે, તો તેમને ફક્ત 10 રૂપિયામાં ચા આપવામાં આવે છે. બેવફા ચાવાળો આશિક લોકો માટે એક પસંદગીની જગ્યા બની ગઈ છે. જ્યાં યુવાનો મોટા ભાગે ચા પીવા આવે છે.
આ દુકાન પર આવીને લોકો પોતાનો ગમ ભૂલી જાય છે
વિસ્તારમાં આ ચાની દુકાન એટલા માટે ચર્ચાનો વિષય બની છે કેમ કે અહીં ચા પીનારા લોકોનું કહેવું છે કે, તેમણે કેટલીય ચાની દુકાન પર ચુસ્કી લીધી હતી પણ આ દુકાને ચા પીધા બાદ લાગે છે કે, પોતાના જીવનમાંથી બધા ગમ દૂર થઈ ગયા. આ દુકાન પર ચાની ચુસ્કી લેતા લોકો ગામ ભૂલાવાની કોશિશ કરતા દેખાય છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર