Home /News /national-international /ભારતનો એ 'મિત્ર' જ્યાં એક સપ્તાહમાં જ તૈયાર થયુ સંવિધાન

ભારતનો એ 'મિત્ર' જ્યાં એક સપ્તાહમાં જ તૈયાર થયુ સંવિધાન

    ડિસેમ્બર 1946માં ભારતીય સંવિધાનને તૈયાર કરનાર સંવિધાન સભા પોતાના કામ કરવા તૈયાર હતી. જ્યારે ત્યાં આઠ મહિના પહેલા એક બીજો દેશ હતો જ્યાં સંવિધાનને સંસદની સામે રજૂ કરવામાં આવ્યું. એ દેશ હતો જાપાન, જેના દસ્તાવેજનું નામ હતું 'ધ ડાયટ'.

    ભારતમાં સંવિધાનનું માળખું તૈયાર કરવા માટે કાશ્મીરથી કન્યાકુમારી સુધી દરેક ક્ષેત્ર, દરેત વર્ગ, દરેત જાતિ ,ધર્મના પ્રતિનિધીઓની રાય માંગવામાં આવી હતી. આનાથી ઉંધુ જાપાનમાં આ કામ થોડાક વિદેશીઓઓ મળીને તૈયાર કર્યું હતું.

    ફેબ્રુઆરી 1946ની શરૂવાતમાં 24 જેટલા અમેરિકી અધિકારી જેમાં સૈન્ય ઓફિસરો પણ સામેલ હતાં તેઓ જાપાનના ટોકિયોમાં મળ્યાં. તે પછી માત્ર એક સપ્તાહમાં જ તેઓએ સંવિધાનનું માળખું તૈયાર કરી દીધુ જે તેમના પ્રમાણે જાપાનવાસીઓ માટે ઉત્તમ હતું. અક્ષ દેશ (ઈટલી,જાપાન,જર્મની)ની હાર બાદ જાપાન પર મિત્ર દેશોના સુપ્રીમ કમાંડરનો કબજો રહ્યો. આ દરમિયાન 3 મે 1947ના જાપાને સંશોધિત સંવિધાનને અપનાવ્યું.

    ભારતીય સંવિધાનને પણ અલગ અલગ દેશોના સંવિધાનમાંથી પ્રેરણા લઈને તૈયાર કરવામાં આવ્યું હતું. પરંતુ કેટલાક મુદ્દાઓ પર જરૂર પ્રમાણે ભારતીયકરણ કરવામાં આવ્યું. સંવિધાન સભામાં અગણિત વિવાદો થયા. ખોટાને ખોટું અને સાચ્ચાને સાચું કહેવામાં આવ્યું. ભારતીય સંવિધાન સભામાં લેવાયેલ નિર્ણયોમાં અંગ્રેજો સીધી રીતે દખલ ન કરતાં.

    જ્યારે જાપાનના સંવિધાનમાં બહેસની શક્યતા જ નહતી. જાપાની સંવિધાનનું માળખું તૈયાર કરાય એટલે તેને સંસદમાં રજૂ કરવામાં આવતું હતું. પરંતુ નાનામાં નાના બદલાવને અમેરિકાના અધિકારીઓ વગર બદલવામાં આવતું ન હતું. બંન્ને દેશોનાં સંવિધાન બનાવવાની પ્રક્રિયામાં ધણું જ અંતર જોવા મળ્યું. એકને તૈયાર કરતાં ત્રણથી વધારે વર્ષ લાગ્યા જ્યારે બીજાએ એક સપ્તાહમાં જ બનાવી દીધું.

    આટલો ફર્ક હોવાછતાં બંન્ને દેશોના સંવિધાન પોતાના ઉદારવાદી અને માનવતાવાદી નજરીયા માટે જાણીતા છે. બંન્ને દેશોના સંવિધાન માટે એ કહેવમાં આવે છે કે બંન્ને રાજનીતિક વૈચારિકતામાં કટ્ટર દક્ષિણપંથથી દૂર રહ્યા પરંતુ પોતાની અવધારણામાં કટ્ટર વામપંથની પણ છાપ નથી પડવા દીધી.

    (આ લેખ ઈતિહાસકાર રામચંદ્ર ગુહાના પુસ્તક 'ઈન્ડિયા આફ્ટર ગાંધી'માં આપેલ જાણકારી પર આધારિત છે.)
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Republic day, જાપાન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन