Home /News /national-international /Happy New Year 2023: દુનિયામાં સૌથી પહેલા ન્યૂયર ક્યાં ઊજવાય છે અને ક્યાં સૌથી છેલ્લે ન્યૂયર પાર્ટી થાય છે, જાણો સમગ્ર માહિતી
Happy New Year 2023: દુનિયામાં સૌથી પહેલા ન્યૂયર ક્યાં ઊજવાય છે અને ક્યાં સૌથી છેલ્લે ન્યૂયર પાર્ટી થાય છે, જાણો સમગ્ર માહિતી
જાણો ક્યાં સૌથી પહેલા અને સૌથી છેલ્લા નવા વર્ષની ઉજવણી થાય છે
Happy New Year 2023: આખા વિશ્વમાં વિવિધ રીતે નવા વર્ષની ઊજવણી કરવામાં આવે છે. ત્યારે દરેક દેશ પોતાના રીતિ-રિવાજ પ્રમાણે નવા વર્ષની ઊજવણી કરે છે. તો આવો જાણીએ, સૌથી પહેલાં અને સૌથી છેલ્લા ન્યૂયરની ઊજવણી ક્યાં કરવામાં આવતી હોય છે.
Happy New Year 2023: આખા વિશ્વમાં નવા વર્ષની વિવિધ રીતે ઊજવણી કરવામાં આવે છે. દરેક દેશ પોતપોતાના રીતિ-રિવાજો અને ઉત્સવ સાથે વર્ષની શરૂઆત કરે છે. આ આખુંય વર્ષ અનેક ચડાવ-ઉતાર સાથે પસાર થયું છે.
વર્ષ 2022માં રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યુ, કોરોનાનો રોગચાળો ઘણાં દેશમાં ફેલાયો, આ સાથેજ અનેક એવાં સંઘર્ષ સાથે વીત્યું. આખા વર્ષ પર નજર કરીએ તો અનેક શુભપ્રસંગોએ મળતી શુભેચ્છાઓ, નાચવું-ગાવું, ખાવું-પીવું અને મોજ સાથે પસાર થયેલી એ દરેક ક્ષણો આંખ સામેથી પસાર થઈ જાય. પરંતુ શું તમને ખબર છે કે, વિશ્વના દરેક દેશ એક જ દિવસે ન્યૂયર નથી ઉજવતા. 2023નું કાઉન્ટડાઉન વિશ્વભરમાં મધ્યરાત્રિ પહેલાં શરૂ થાય છે. પરંતુ દરેક જણ એક જ સમયે ઊજવણી કરતા નથી.
વિશ્વમાં ઓશનિયા (Oceania) એકમાત્ર એવી જગ્યા છે, જ્યાં ન્યૂયરની સૌથી પહેલા ઊજવણી કરવામાં આવે છે. ત્યારબાદ ટોંગા, કિરીબાતી અને સમોઆટી જેવા કેટલાક પેસિફિક મહાસાગરમાં આવેલા ટાપુઓ નવું વર્ષ ઉજવે છે. ભારતીય સમય અનુસાર, આ તમામ જગ્યાએ 31મી ડિસેમ્બરે બપોરે 3.30 વાગ્યે નવું વર્ષ શરૂ થાય છે. GMT પ્રમાણે સવારે 10 વાગ્યે અહીં નવું વર્ષ ઉજવાય છે.
યુનાઇટેડ સ્ટેટ્સની નજીક આવેલા નિર્જન ટાપુઓ પર સૌથી છેલ્લે નવા વર્ષની ઊજવણી કરવામાં આવે છે. બેકર આઇલેન્ડ (Baker Island) અને હોવલેન્ડ (Howland) નામના ટાપુ પર સૌથી છેલ્લે નવા વર્ષની ઊજવણી કરવામાં આવે છે. આ બંને જગ્યાએ ભારતીય સમય અનુસાર, 1લી જાન્યુઆરીએ સાંજે 5.30 વાગ્યે અને GMT સમય પ્રમાણે, બપોરે 12 વાગ્યે નવું વર્ષ ઉજવવામાં આવે છે.
Published by:Vivek Chudasma
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર