Home /News /national-international /Happy New Year 2023: રાષ્ટ્રપતિ મૂર્મૂ અને વડાપ્રધાન સહિત તમામ નેતાઓએ દેશવાસીઓને આપી શુભકામનાઓ

Happy New Year 2023: રાષ્ટ્રપતિ મૂર્મૂ અને વડાપ્રધાન સહિત તમામ નેતાઓએ દેશવાસીઓને આપી શુભકામનાઓ

happy new year 2023

સમગ્ર દેશ નવા વર્ષના સ્વાગતમાં લાગી ગયું છે. દેશવાસી નવ વર્ષનો જશ્ન પોત-પોતાના અંદાજમાં મનાવી રહ્યા છે. નવા વર્ષના પાવન અવસર પર રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિત વિપક્ષના નેતાઓએ પણ લોકોને નવા વર્ષની શુભકામનાઓ આપી છે.

    નવી દિલ્હી: સમગ્ર દેશ નવા વર્ષના સ્વાગતમાં લાગી ગયું છે. દેશવાસી નવ વર્ષનો જશ્ન પોત-પોતાના અંદાજમાં મનાવી રહ્યા છે. નવા વર્ષના પાવન અવસર પર રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિત વિપક્ષના નેતાઓએ પણ લોકોને નવા વર્ષની શુભકામનાઓ આપી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ દેશવાસીઓને પોતાના અંદાજમાં શુભકામના આપી છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે નવા વર્ષની શુભેચ્છાઓ આપી છે. આપને જણાવી દઈએ કે, શનિવાર અડધી રાત બાદ દેશના દરેક ખૂણેથી નવા વર્ષનો જશ્ન શરુ થઈ ગયો હતો. 12 વાગ્યાથી જ લોકોએ આતશબાજી કરીને નવા વર્ષના આગામનને વધાવી લીધું હતું.



    નવા વર્ષના અવસરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂએ દેશવાસીઓને શુભકામનાઓ આપી છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, વર્ષ 2023 આપણા સૌના જીવનમાં નવી પ્રેરણા, લક્ષ્ય અને ઉપલબ્ધિ લઈને આવ્યું છે. આવો આપણે બધા ખુદ દેશની એકતા, અખંડતા અને સમાવેશી વિકાસ માટે સમર્પિત થઈએ. તો વળી પ્રધાનમંત્રીએ દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છાઓ આપી છે.



    પીએમ મોદીએ ટ્વિટ કર્યું છે કે, વર્ષ 2023 ખૂબ જ સારુ રહે, નવું વર્ષ આશા, ખુશીઓ અને ઢગલાબંધ સફળતાઓથી ભરેલું રહે. તમામના સ્વાસ્થ્ય ઉત્તમ રહે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ લોકોને શુભકામનાઓ આપી છે. તેમણે લખ્યું છે કે, વર્ષ 2023ની આપ સૌને શુભકામનાઓ. આ વર્ષ આપ સૌના જીવનમાં ઉત્તમ સ્વાસ્થ્ય, સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે.



    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ દેશવાસીઓને નવા વર્ષની શુભકામના અને મુબારકબાદ આપ્યા છે. તેમણે ટ્વિટ કર્યું છે કે, આશા છે કે, વર્ષ 2023માં દરેક શેરી, દરેક ગામ અને દરેક શહેરમાં મોહબ્બતની દુકાન ખુલશે. તમામને નવા વર્ષ ખૂબ ખૂબ શુભકામનાઓ. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ લોકોને નવા વર્ષની શુભકામના આપી છે. કોંગ્રેસ સાંસદ શશિ થરુરે પણ નવા વર્ષની શુભકામનાઓ આપી છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Draupadi Murmu, Happy new year, PM Modi પીએમ મોદી, Rahul gandhi latest news

    विज्ञापन
    विज्ञापन