New Year 2021: મુંબઈથી લઈ ન્યૂઝીલેન્ડ સુધી નવા વર્ષની ઉજવણીમાં મસ્ત દુનિયા

(AP Photo/Mark Baker)

ન્યૂઝીલેન્ડમાં સૌ પહેલા નવા વર્ષની શરૂઆત થઈ ગઈ

  • Share this:
    નવી દિલ્હી : કોરોના વાયરસ (Coronavirus)મહામારી અને અન્ય પરેશાનીઓને અલવિદા કહીને બધી દુનિયા નવા વર્ષની (New Year 2021) નવી આશા લગાવીને બેસી છે. હવે સમય આવી ગયો છે કે જ્યારે 2020ને અલવિદા કહી દેવામાં આવે. નવું વર્ષ એટલે કે 2021માં આશા છે કે બધુ સામાન્ય કરી દેશે.

    ભારતમાં રાત્રે 12 વાગ્યે 2021નું આગમન થશે પણ ન્યૂઝીલેન્ડમાં સૌ પહેલા નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે. મોટાભાગના લોકો પોતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નવા વર્ષનું સ્વાગત (New Year 2021 Celebrations)કરી રહ્યા છે. આવો તસવીરો અને વીડિયોમાં દ્વારા જુઓ નવા વર્ષ 2021ની ઉજવણીના અલગ-અલગ રંગ...

    ઓરિસ્સામાં કલાકાર માનસ કુમાર સાહુએ નવા વર્ષને લઈને પુરીના ગોલ્ડન બીચ પર શાનદાર કલાકૃતિ બનાવી છે. બાલુ પર તેમણે 2021 હેપ્પી ન્યૂ યર લખ્યું છે. તેમણે કહ્યું કે આ કરવા માટે તેમને 7 કલાક થયા છે.



    દિલ્હીમાં પણ નવા વર્ષની ઉજવણી શરૂ થઈ ગઈ છે. દિલ્હીના કનોટ પ્લેસનું નોર્થ અને સાઉથ બ્લોક નવા વર્ષની ઉજવણીમાં રોશનીથી શણગારવામાં આવ્યું છે.





    દુનિયામાં ન્યૂઝીલેન્ડમાં (New Zealand)સૌથી પહેલા નવા વર્ષની ઉજવણી શરૂ થઈ છે. આ વખતે કોરોનાના કારણે નવા વર્ષની ઉજવણી અલગ રીતે થઈ રહી છે.
    Published by:Ashish Goyal
    First published: