Happy hypoxia: કોરોના દર્દીઓના 'સાઇલન્ટલી' જીવ લઇ રહી છે આ બીમારી, જાણો તેના લક્ષણો

Happy hypoxia રોગ

કોવિડના દર્દીઓના ઓક્સિજનના સ્તરમાં ઘટાડો થઇ રહ્યો હોય, તેમ છતાં તેઓ 'સામાન્ય' દેખાઈ રહ્યા છે. ડોકટરો આ સ્થિતિને 'હેપી હાયપોક્સિયા' કહે છે.

  • Share this:
નવી દિલ્હી : ભારતમાં કોરોનાવાયરસ રોગચાળાની બીજી લહેર ખુબ ઘાતક સાબિત થઇ રહી છે. આ લહેર વૃદ્ધો કરતાં તેના યુવાને વધુ અસર કરે છે. મંગળવારે ICMRએ આનું કારણ જણાવતા કહ્યું હતું કે યુવાનોએ સ્થિતિ સુધાર્યા બાદ બહાર જવાનું શરુ કરી દીધું. તેમજ અન્ય કારણ તેમણે દેશમાં પ્રચલિત SARs-COV-2નું પણ આપ્યું હતું. જો કે અન્ય અહેવાલો સૂચવે છે કે યુવા પેઢીના શરીરમાં ચેપની અસર દેખાવમાં સમય લાગે છે. જેથી વાયરસ ત્યાં સુધીમાં વધુ ફેલાઈ ગયો હોય છે. આવા જ કેસો જુદી જુદી પેઢીમાં પણ જોવા મળી રહ્યા છે, જ્યાં કોવિડના દર્દીઓના ઓક્સિજનના સ્તરમાં ઘટાડો થઇ રહ્યો હોય, તેમ છતાં તેઓ 'સામાન્ય' દેખાઈ રહ્યા છે. ડોકટરો આ સ્થિતિને 'હેપી હાયપોક્સિયા' કહે છે.

વૈજ્ઞાનિકોએ સંભવિત સમજૂતીથી શોધી કાઢ્યું છે કે કેમ કેટલાક COVID-19 દર્દીઓ ખૂબ જ ઓછા લક્ષણ અનુભવે છે, અથવા કેમ જીવન માટે જોખમી ઓક્સિજનનું સ્તર આવી જાય છે, જેને 'હેપી હાયપોક્સિયા' તરીકે ઓળખાય છે. જેમાં શ્વાસ લેવામાં મુશ્કેલી હોવાના કોઈ ચિહ્નો નથી. ધ અમેરિકન જર્નલ ઓફ રિસ્પિરેટરી એન્ડ ક્રિટિકલ કેર મેડિસિનમાં 2020માં પ્રકાશિત થયેલા એક અધ્યયનમાં જણાવાયું છે કે આ સ્થિતિની નવી સમજને આધાર હાલની અને અપેક્ષિત કોરોનાવાયરસની બીજી લહેર દરમિયાન દર્દીઓમાં બિનજરૂરી અંતર્ભાવ આવે છે અને વેન્ટિલેશનમાં પણ તકલીફ આવી શકે છે.

બિહારના ભાગલપુરના જવાહરલાલ નહેરુ મેડિકલ કોલેજના મેડિસિન વિભાગના સહયોગી પ્રોફેસર ડો.રાજકમલ ચૌધરીએ ઈન્ડિયા ટુડે સાથે વાત કરતાં કહ્યું કે 'હેપી હાયપોક્સિયા' અનુભવતા કેટલાક કોવિડ-19 દર્દીઓમાં ઓક્સિજનનું સ્તર 20-30 ટકા ઘટ્યું છે. તેમણે અનુમાન લગાવ્યું હતું કે ભારતના કોરોના દર્દીઓમાંથી 30 ટકા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે. તેમના માટે 'હેપી હાયપોક્સિયા' જીવલેણ સાબિત થઈ શકે છે.

દિલ્હી-એનસીઆરમાં કોવિડ-19 દર્દીઓની સારવાર કરતા ડોકટરો અનુસાર યુવાનોમાં 'હેપી હાયપોક્સિયા' વધુ જોવા મળે છે, જેના કારણે યુવા પેઢીમાં મૃત્યુ દર વધી શકે છે.

શું છે હેપી હાયપોક્સિયા?

મસિના હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર ડો. સત્યેન્દ્ર નાથ મહેરાએ જણાવ્યું હતું, "મોટાભાગની યુવા પેઢીના દર્દીઓને એ પણ ખબર નથી હોતી કે તેમનું ઓક્સિજનનું સ્તર ઘટી રહ્યું છે અને તેઓ કોઈ પણ કાળજી વિના તેમની સામાન્ય પ્રવૃત્તિઓ ચાલુ રાખે છે."

શું છે તેના લક્ષણો

ઇન્ડીયા ટૂડેના અહેવાલમાં તેના લક્ષણો વિશે જણાવ્યું છે કે કોવિડના લક્ષણો હોવા ઉપરાંત જો કોઈ વ્યક્તિને હેપી હાયપોક્સિયા હોય તો તેના હોઠનો રંગ વાદળી થઇ જવો, ચામડી લાલ કે જાંબુડિયા રંગની થઇ જાય છે. અથવા સખત શારીરિક કાર્ય ન કરવા છતાં પણ વધુ પડતો પરસેવો થાય છે. તેથી નિષ્ણાતો હેપી હાયપોક્સિયાની અસરથી બચવા માટે સતત ઓક્સિજન લેવલ ચેક કરવાનું કહી રહ્યા છે.

યુ.એસ.માં લોયોલા યુનિવર્સિટી શિકાગો સ્ટ્રિચ સ્કૂલ ઓફ મેડિસિનના પ્રોફેસરના જણાવ્યા અનુસાર, જ્યારે ઓક્સિજન રીડીંગ વધારે હોય ત્યારે પલ્સ ઓક્સિમીટર નોંધપાત્ર રીતે સચોટ હોય છે, તેમજ જ્યારે રીડીંગ ઓછું થાય છે ત્યારે ઓક્સિજન લેવલ જડપથી નીચું થવા લાગે છે. તેમણે કહ્યું કે બીજું પરિબળ એ છે કે મગજ ઓક્સિજનના નીચલા સ્તર પર પ્રતિક્રિયા આપે છે.
First published: