Home /News /national-international /

Happy Birthday Arvind Kejariwal: IITમાં એક્ટિંગ કરતા હતા કેજરીવાલ, નાટકના પણ હતા શોખીન

Happy Birthday Arvind Kejariwal: IITમાં એક્ટિંગ કરતા હતા કેજરીવાલ, નાટકના પણ હતા શોખીન

ફાઇલ તસવીર

Happy Birthday Arvind Kejariwal: કેજરીવાલે IIT ખડગપુરમાંથી ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ તેઓ ભારતીય મહેસુલ સેવામાં અધિકારી બન્યા હતા.

દિલ્હીમાં અન્ના આંદોલનથી જાણીતા થયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે તેમનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આજે કેજરીવાલ 53 વર્ષના થયા છે. કેજરીવાલનો જન્મ 1968માં હરિયાણાના હિસાર ખાતે થયો હતો. જન્મદિવસ નિમિતે કેજરીવાલને દેશના તમામ નેતાઓ તરફથી અભિનંદન મળી રહ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને કેજરીવાલને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.

કેજરીવાલે IIT ખડગપુરમાંથી ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ તેઓ ભારતીય મહેસુલ સેવામાં અધિકારી બન્યા હતા. પરંતુ બાદમાં નોકરી છોડી સામાજિક કાર્યકર બનવાનો નિર્ણય લીધો હતો. તેમનું નામ 2010ની કોમનવેલ્થ ગેમ્સ બાદ પ્રકાશમાં આવ્યું હતું. તે સમયે તેમણે ભ્રષ્ટાચાર સામે જંગ છેડી હતી.

ત્યારબાદ કેજરીવાલ લોકપાલ આંદોલનમાં પણ મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા. ત્યારે તેમણે આમ આદમી પાર્ટી નામના રાજકીય પક્ષનો પાયો નાંખ્યો હતો. આમ આદમી પાર્ટી ખૂબ ઝડપથી લોકપ્રિય બની હતી અને કેજરીવાલ ખૂબ ઝડપથી સત્તામાં આવી ગયા હતા.

આ પણ વાંચો- Arvind Kejriwal HBD: એક અધિકારીથી દિલ્હીના મુખ્યમંત્રી બનવા સુધીની અરવિંદ કેજરીવાલની સફર

અહીં તેમના જીવન અંગે 10 ખાસ બાબતો રજૂ કરાઈ છે

1. કેજરીવાલે 1989માં IIT ખડગપુર ખાતેથી મિકેનિકલ એન્જીનિરિંગમાં ડિગ્રી મેળવી હતી અને 1992માં તેઓ IRSમાં જોડાયા હતા. આ સમયે તેમણે ભ્રષ્ટાચાર સામે અભિયાન ચલાવ્યું હતું. તેમણે ઈન્કમટેક્સ વિભાગમાં પારદર્શકતા લાવવા માટે પાયાની ભૂમિકા ભજવી હતી. આ દરમિયાન ફેબ્રુઆરી 2006માં તેમણે રાજીનામું આપી દીધું હતી.

2. નોકરીમાંથી છુટા થયા બાદ તેમણે દિલ્હીમાં નાગરિક આંદોલન પરિવર્તનનો પ્રારંભ કર્યો હતો. જે તંત્રમાં પારદર્શકતા અને જવાબદારી લાવવા પર ભાર મુકતું હતું. ત્યારબાદ તેમણે અન્ય લોકો સાથે મળી RTI કાયદો લાવવા અભિયાન શરૂ કર્યું હતું અને સરકારે તેને કાયદાનું સ્વરૂપ પણ આપ્યું હતું.

3. કેજરીવાલનો જન્મ જન્માષ્ટમીએ થયો હતો. તેથી તેમના બાળપણનું પ્રથમ નામ કૃષ્ણ હતું. કેજરીવાલ શુદ્ધ શાકાહારી છે અને વર્ષોથી વિપશ્યનાનો અભ્યાસ કરે છે.

4. ભારતીય મહેસૂલ સેવામાં પસંદગી પામતા પહેલા અરવિંદ કેજરીવાલ મધર ટેરેસા, નહેરુ યુવા કેન્દ્ર અને રામકૃષ્ણ મિશનમાં પણ કામ કરી ચૂક્યા છે. તેઓ પહેલા ડોક્ટર બનવા માંગતા હતા, પરંતુ તેમના પિતાની ઈચ્છાના કારણે તેમણે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો.

5. અરવિંદ કેજરીવાલે IIT, IRSની પરીક્ષાઓ એક જ પ્રયત્નમાં પાસ કરી હતી. તેઓ મુખ્યમંત્રી પણ એક જ પ્રયાસમાં બન્યા હતા. 1995માં તેમણે IRS (1993 બેચ)ની અધિકારી સુનિતા સાથે લગ્ન કર્યા હતા. અત્યારે તેમને એક પુત્ર અને એક પુત્ર છે.

6. અરવિંદ કેજરીવાલને થિયેટર અને અભિનયનો ખૂબ શોખ છે. IIT ખડગપુરમાં અભ્યાસ દરમિયાન તેઓ તેમાં ખૂબ સક્રિય હતા.

આ પણ વાંચો: Afghanistan Crisis: કાબુલ એરપોર્ટ પર ફાયરિંગમાં 5 લોકોનાં મોત, અનેક સ્થળે લૂંટફાટના અહેવાલો

7. તેમને વર્ષ 2006માં રામન મેગ્સેસે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. વર્ષ 2012માં તેમણે આમ આદમી પાર્ટી નામનો નવો રાજકીય પક્ષ સ્થાપ્યો હતો અને 2013ની દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં તેઓ નવી દિલ્હી બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. જ્યાં સતત 15 વર્ષ સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહેલા શીલા દીક્ષિત સાથે તેમની સીધી ટક્કર હતી. તેમણે શીલા દીક્ષિતને 25,864 મતોથી હરાવ્યા હતા.

8. વર્ષ 2013ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ દિલ્હી વિધાનસભાની કુલ 70 બેઠકોમાંથી 28 બેઠકો કબ્જે કરી હતી. ભાજપ બાદ આપ બીજી સૌથી મોટી પાર્ટી તરીકે સામે આવી હતી. જ્યારે કોંગ્રેસ ત્રીજા સ્થાને હતી. જોકે, ત્યારબાદ તેઓ કોંગ્રેસના સમર્થનથી દિલ્હીના મુખ્યમંત્રી પણ બન્યા હતા. પરંતુ ત્યારે તેઓ માત્ર 49 દિવસ માટે મુખ્યમંત્રી રહ્યા હતા.

9. ત્યારબાદ 2015માં કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીએ 70માંથી 67 જેટલી બેઠકો જીતી લીધી હતી અને કેજરીવાલ 14 ફેબ્રુઆરી 2015ના રોજ ફરીથી મુખ્યમંત્રી બન્યા હતા.

10. કેજરીવાલ સ્વરાજ નામની બુક લખી ચુક્યા છે. તે સ્થાનિક પંચાયતને મજબૂત કરવાના હિમાયતી છે અને સત્તાનું વિકેન્દ્રીકરણ થવું જોઈએ તેવું ઈચ્છે છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અરવિંદ કેજરીવાલ, જન્મદિવસ, ભારત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन