Home /News /national-international /સંબંધોને શર્મસાર કરતો કિસ્સો: 10 વર્ષની સાળી પર 1 વર્ષ સુધી જીજાજીએ બે ભાઇઓ સાથે મળી આચર્યું દુષ્કર્મ
સંબંધોને શર્મસાર કરતો કિસ્સો: 10 વર્ષની સાળી પર 1 વર્ષ સુધી જીજાજીએ બે ભાઇઓ સાથે મળી આચર્યું દુષ્કર્મ
આરોપી જીજાજી રાજસ્થાનના પાલીનો રહેવાસી છે. તેનો પરિવાર મજુરી કરવા માટે હનુમાનગઢ આવ્યો છે.
Rajasthan Crime: રાજસ્થાનમાં આ પ્રકારનો આ પહેલો કિસ્સો નથી. આ પહેલા પણ આવી બર્બરતાના કિસ્સાઓ સામે આવતા રહ્યા છે. તાજેતરમાં બુંદી પોલીસે પણ આવો જ એક કેસ નોંધ્યો હતો.
રાજસ્થાનમાં ફરી એકવાર સંબંધોને શર્મસાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં એક માસૂમ બાળકી સાથે શારીરિક શોષણની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લામાં જીજાજી તેની માત્ર 10 વર્ષની સાળી પર લગભગ એક વર્ષ સુધી બળાત્કાર કરતો રહ્યો. આ કેસમાં માત્ર નિર્દોષ પીડિતાના જીજાજી જ નહીં પરંતુ તેના બે ભાઈઓ પણ લાંબા સમયથી આ જઘન્ય કૃત્ય કરી રહ્યા હતા. આ કેસના ખુલાસા પછી બાળ કલ્યાણ સમિતિએ આરોપી જીજાજી અને તેના બે ભાઈઓ વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.
મહિલા પોલીસ સ્ટેશન ઓફિસર મોનિકા બિશ્નોઈના જણાવ્યા અનુસાર, સંબંધોને શર્મસાર કરતો આ મામલો હનુમાનગઢ જંકશનમાં સામે આવ્યો છે. અહીં એક જીજાજી તેની 10 વર્ષની સાળીનું શારીરિક શોષણ કરી રહ્યો હતો. તે સગીરા સાથે વારંવાર દુષ્કર્મની ઘટનાને અંજામ આપતો હતો. સાથે જ આરોપી જીજાજીના બે ભાઈઓ પણ માસૂમને પોતાનો શિકાર બનાવી રહ્યા હતા. કોઈક રીતે આ બાબતની માહિતી બાળ કલ્યાણ સમિતિ, હનુમાનગઢ સુધી પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ બાળ કલ્યાણ સમિતિના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
આ અંગે બાળ કલ્યાણ સમિતિએ તાત્કાલિક મહિલા પોલીસ સ્ટેશનને પત્ર લખી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આના પર મહિલા પોલીસ સ્ટેશને પીડિતાના જીજાજી અને તેના બે ભાઈઓ વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. પીડિતાની મેડિકલ તપાસ કરવામાં આવી છે. બાળ કલ્યાણ સમિતિના પ્રમુખ જિતેન્દ્ર ગોયલે જણાવ્યું કે બાળકીના માતા-પિતા નથી. તે તેની બહેન સાથે જંકશનમાં રહે છે. ત્યાં જીજાજી અને તેના બે ભાઈઓ સગીરા પર વારંવાર બળાત્કાર ગુજારતા હતા. પીડિતાના જીજાજી રાજસ્થાનના પાલીનો રહેવાસી છે. તેનો પરિવાર મજુરી કરવા માટે હનુમાનગઢ આવ્યો છે.
તાજેતરમાં બુંદીમાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો
ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં આ પ્રકારનો આ પહેલો કિસ્સો નથી. આ પહેલા પણ આવી બર્બરતાના કિસ્સાઓ સામે આવતા રહ્યા છે. તાજેતરમાં બુંદી પોલીસે પણ આવો જ એક કેસ નોંધ્યો હતો. ત્યાં પણ એક માસૂમ બાળકીની આસપાસ રહેતા પાંચ લોકો તેને ધમકીઓ આપી શારીરિક શોષણ કરતા હતા. તેઓ એક વર્ષથી માસૂમ સાથે દુષ્કર્મ આચરતા હતા. આ કેસનો ખુલાસો થતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ત્યાં પણ આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર