Home /News /national-international /Politics of Hindutva: તો શું હિન્દુત્વની રાજનીતિ શ્રી રામ પરથી હટીને હનુમાન પર આવી રહી છે? જાણો કેવી રીતે

Politics of Hindutva: તો શું હિન્દુત્વની રાજનીતિ શ્રી રામ પરથી હટીને હનુમાન પર આવી રહી છે? જાણો કેવી રીતે

શનિવારે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મોરબીમાં 108 ફૂટ ઊંચી હનુમાન-પ્રતિમાનું અનાવરણ કર્યું હતું

Hindutva Politics - રાજ ઠાકરેએ કહ્યું - 3 મે સુધીમાં મસ્જિદોમાં લગાવેલા લાઉડસ્પીકર દૂર નહીં થાય તો તેમને જવાબ મળશે. જો તેઓ અમારી વાત નહીં સમજે તો મસ્જિદની સામે હનુમાન ચાલીસા વગાડવામાં આવશે

દેશમાં વર્ષોથી હિંદુત્વની રાજનીતિ (Politics of Hindutva) ભગવાન શ્રી રામ (RAM) અને તેમના જન્મસ્થળ અયોધ્યાની આસપાસ ફરતી રહી છે. પરંતુ હવે અયોધ્યા (Ayodhya)મુદ્દો ઉકેલાઈ ગયો છે. ત્યાં ભવ્ય રામ મંદિર (Ram Mandir) બનાવવામાં આવી રહ્યું છે. તેથી અહીં રાજકારણમાં રામભક્ત હનુમાનને (Hanuman) ઉતારવાનો સમય છે.

મહારાષ્ટ્રના ગૃહ મંત્રાલયે સોમવાર, 18 એપ્રિલના રોજ જારી કરેલા આદેશમાં કહ્યું છે કે, કોઈપણ ધાર્મિક સ્થળ પર લાઉડસ્પીકરનો ઉપયોગ કરવા માટે વહીવટીતંત્ર પાસેથી પરવાનગી લેવી પડશે. પૂર્વ પરવાનગી વિના લાઉડસ્પીકરનો ઉપયોગ થશે તો કાયદેસરની કાર્યવાહી લેવામાં આવશે. આ આદેશ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરે(Raj Thackeray)ની ચીમકી બાદ બાદ આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં ચાલી રહેલી હલચલથી એવું લાગે છે કે, હનુમાન ધીમે ધીમે હિન્દુત્વની રાજનીતિના કેન્દ્રમાં શ્રી રામનું સ્થાન લઈ રહ્યા છે.

રાજ ઠાકરેએ આ શનિવારે હનુમાન જન્મોત્સવના અવસર પર કહ્યું હતું કે, હું દેશભરના તમામ હિન્દુઓને તૈયાર રહેવા વિનંતી કરું છું. જો 3 મે સુધીમાં મસ્જિદોમાં લગાવેલા લાઉડસ્પીકર દૂર નહીં થાય તો તેમને જવાબ મળશે. જો તેઓ અમારી વાત નહીં સમજે તો મસ્જિદની સામે હનુમાન ચાલીસા વગાડવામાં આવશે.

ચારેય દિશામાં હનુમાનની મૂર્તિઓ અને જન્મસ્થળનો વિવાદ

શનિવારે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મોરબીમાં 108 ફૂટ ઊંચી હનુમાન-પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. ઘણા લોકો કહે છે કે હનુમાનજીની મૂર્તિઓ દેશની ચારેય દિશામાં સ્થાપિત કરવાની છે. આમાંથી એક મૂર્તિ ટૂંક સમયમાં રામેશ્વરમમાં દક્ષિણ દિશામાં સ્થાપિત કરવામાં આવશે. આટલું જ નહીં, દક્ષિણના બે રાજ્યો- આંધ્ર પ્રદેશ અને કર્ણાટક વચ્ચે હનુમાન જન્મસ્થળ વિવાદ (Hanuman Birth Place Dispute)ને લઈને પણ 1-2 વર્ષથી ફરીવાર ઉભો થવા લાગ્યો છે. બંને રાજ્યોનો દાવો છે કે તેમના સ્થાને શ્રી હનુમાનનો જન્મ થયો હતો.

આ પણ વાંચો - પીએમ મોદી 21 એપ્રિલે લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરશે, જાણો કેમ

અન્ય પક્ષોના નેતાઓ પણ પોતાને હનુમાન-ભક્ત કહેવા લાગ્યા

હનુમાનજીને લઇને એ વિવાદ એટલો મોટો બની ગયો છે કે, હિન્દુ સંગઠનોએ શ્રી હનુમાનને લગતા મુદ્દા ઉઠાવવાનું શરૂ કર્યું એ સાથે જ અન્ય રાજકીય પક્ષોના નેતાઓ પણ એ જ પ્રવાહમાં વહી ગયા છે. ઉદાહરણ તરીકે મધ્ય પ્રદેશમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને હાલમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથ હનુમાનની જન્મજયંતિ પર હનુમાન-ચાલીસાનો પાઠ કરતા જોવા મળ્યા હતા.

બીજુ ઉદાહરણ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra) તેમના પતિ રોબર્ટ વાડ્રા સાથે દિલ્હીમાં હનુમાનની જન્મ જયંતિ નિમિત્તે ITO ખાતે હનુમાન મંદિર પહોંચ્યા હતા. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી (UP Assembly Elections) દરમિયાન, આમ આદમી પાર્ટી (AAP)ના વડા અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) દિલ્હીના કનોટ પ્લેસમાં આવેલા હનુમાન મંદિરમાં દર્શન કર્યા હતા. આ સાથે જ ઘણી વખત ભાષણોમાં હનુમાન ચાલીસાની ચોપાઇ બોલતા સાંભળવા મળ્યા હતા.

એ જ રીતે પ્રચાર દરમિયાન સમાજવાદી પાર્ટીની લાલ ટોપી પર ભારતીય જનતા પાર્ટી દ્વારા ટીકા કરવામાં આવી ત્યારે સપા પ્રમુખ અખિલેશ યાદવ (Akhilesh Yadav) શ્રી હનુમાનનો ઉલ્લેખ કરતા જોવા મળ્યા હતા. એટલે કે એકંદરે એમ કહેવું ખોટું નહીં હોય કે હિન્દુત્વની રાજનીતિમાં શ્રી હનુમાનનો રંગ ભળેલો જોવા મળી રહ્યો છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Hanuman, Hindutva, Raj Thackeray

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन