Home /News /national-international /

હનુમાન ચાલીસા મામલો : નવનીત રાણા અને તેમના પતિ 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં, રાજદ્રોહનો લાગ્યો આરોપ

હનુમાન ચાલીસા મામલો : નવનીત રાણા અને તેમના પતિ 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં, રાજદ્રોહનો લાગ્યો આરોપ

નવનીત રાણા અને તેમના પતિ 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં

Navneet Rana Arrested - રાણા દંપતીએ મુંબઈમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ના ઘર 'માતો શ્રી'ની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાની જાહેરાત કરી હતી

    મુંબઈ : મહારાષ્ટ્રમાં હનુમાન ચાલીસાને (Hanuman Chalisa)લઈને ચાલી રહ્યો વિવાદ વકરી રહ્યો છે. માતોશ્રી જઈને હનુમાન ચાલીસા વાંચવાની જાહેરાત કરનાર અમરાવતીથી અપક્ષ સાંસદ નવનીત રાણા (Navneet Rana Arrested) અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાને (Ravi Rana)બાંદ્રા કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. મુંબઈ પોલીસે (Mumbai Police)તેમના માટે પોલીસ કસ્ટડીની માંગણી કરી હતી. જોકે કોર્ટે તે ફગાવી દીધી હતી. તેમની સામે રાજદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો છે. એક અધિકારીએ જાણકારી આપી કે નવનીત રાણાને ભાયખલા મહિલા જેલમાં જ્યારે તેમના પતિને આર્થર રોડ જેલ મોકલવામાં આવ્યા છે.

    મુંબઈ પોલીસે મહારાષ્ટ્રના અમરાવતીથી અપક્ષ સાંસદ નવનીત રાણા અને બડનેરાથી ધારાસભ્ય અને તેમના પતિ રવિ રાણાની કથિત રુપથી વિભિન્ન સમૂહો વચ્ચે શત્રુતા ઉભી કરવાના મામલામાં શનિવારે સાંજે ધરપકડ કરી હતી. મુંબઈના ખાર પોલીસ સ્ટેશન વતી આ કાર્યવાહી કરવામાં આવી હતી. હકીકતમાં, રાણા દંપતીએ મુંબઈમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thakrey) ના ઘર 'માતો શ્રી'ની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાની જાહેરાત કરી હતી. આ પછી નવનીત રાણાના ઘરની બહાર શિવસેનાના નારાજ કાર્યકરો એકઠા થયા હતા. આ દરમિયાન કાર્યકરોની પોલીસ સાથે ઘર્ષણ થયું હતું.

    આ પણ વાંચો - યુક્રેન યુદ્ધમાંથી શીખ લઇ IAF એ રશિયાના હેલિકોપ્ટરને બનાવ્યા ઘાતક, ઇઝરાયેલના એન્ટી ટેંક ગાઇડેડ મિસાઇલથી લૈસ

    અધિકારીઓએ જણાવ્યું કે બન્ને પર ભારતીય દંડ સંહિતાની કલમ 153 (એ) અને 353 તથા મુંબઈ પોલીસ અધિનિયમનની કલમ 135 અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. બન્ને સામે આઈપીસીની કલમ 124-એ (રાજદ્રોહ) અંતર્ગત પણ આરોપ છે કારણ કે તેમણે સરકારી તંત્રને પડકાર આપ્યો હતો અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સામે ટિપ્પણીઓ કરી હતી.

    કોર્ટ રાણા દંપત્તિની જામીન અરજી પર 29 એપ્રિલે સુનાવણી કરશે. દંપત્તિ તરફથી હાજર રહેલા વકીલ રિઝવાન મર્ચેટે જણાવ્યું કે બન્ને સામે ખાર સ્ટેનમાં બે અલગ-અલગ એફઆઈઆર નોંધવામાં આવી છે. બધા આરોપ નિરાધાર છે અને અમે જામીન માટે અરજી કરીશું.

    નવનીત રાણાની વાત કરીએ તો, રાજકારણમાં આવતા પહેલા તે અભિનેત્રી હતા. 2014 માં, નવનીતે NCPની ટિકિટ પર અમરાવતીથી સાંસદની ચૂંટણી લડી હતી, પરંતુ પરાજયનો સામનો કરવો પડ્યો હતો. વર્ષ 2019 માં, તેમને NCP તરફથી ફરીથી ચૂંટણી લડવાની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેમણે તેને ફગાવી દીધી હતી. તેણીએ અપક્ષ તરીકે ચૂંટણી લડી અને શિવસેનાના દિગ્ગજ નેતા આનંદ અડસુલને હરાવીને લોકસભાની ચૂંટણી જીતી. ચૂંટણી દરમિયાન તેમને એનસીપી અને કોંગ્રેસનું સમર્થન પણ મળ્યું હતું.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Mumbai Police, Navneet Rana, હનુમાન ચાલીસા

    આગામી સમાચાર