Home /News /national-international /'અઝાન' નાં વિરોધમાં લાઉડસ્પીકર પર વગાડી 'હનુમાન ચાલીસા', મુંબઇ પોલીસે MNS નેતાને ફટકાર્યો 5500નો દંડ

'અઝાન' નાં વિરોધમાં લાઉડસ્પીકર પર વગાડી 'હનુમાન ચાલીસા', મુંબઇ પોલીસે MNS નેતાને ફટકાર્યો 5500નો દંડ

લાઉડ સ્પિકર પર વગાડી હનુમાન ચાલીસા

સ્થાનિક મનસે કાર્યકર્તા કલ્યાણે સાઇ ચોક સ્થિત પાર્ટી કાર્યાલયની બહાર એકત્ર થઇ અને લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસા વગાડી, સાથે જ જોર જોરથી તેનું ઉચ્ચારણ કર્યું અને 'જય શ્રી રામ'નાં નારા પણ લગાવ્યાં.

    થાણે: રાજ ઠાકરેએ ગુડી પડવાનાં અવસરે 2 એપ્રિલનાં શિવાજી પાર્કમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ની રેલીમાં કહ્યું હતું કે, 'મસ્જિદમાં લાઉડસ્પીકર એટલું જોરથી કેમ વગાડવામાં આવે છે. જો તેને રોકવામાં ન આવ્યું તો, મસ્જિદોની બહાર સ્પીકર પર તેનાંથી પણ મોટા અવાજમાં હનુમાન ચાલીસા વગાડવામાં આવશે.' તેનાં ક દિવસ બાદ 3 એપ્રિલનાં મનસે કાર્યકર્તાઓએ થાણે જિલ્લાનાં કલ્યાણ કસ્બેમાં પાર્ટી કાર્યાલયની સામે લાઉડસ્પીકર પર હનુાન ચાલીસા વગાડી હતી.

    સ્થાનિક મનસે કાર્યકર્તાઓ કલ્યાણનાં સાઇ ચોક સ્થિત પાર્ટી કાર્યાલયની બહાર ભેગા થયા અને તેમણે લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસા વગાડી. સાથે જ જોર જોરથી તેનું ઉચ્ચારણ કરવાં લાગ્યાં. તેમણે 'જય શ્રી રામ'નાં નારા પણ લગાવ્યાં. મનસેની કલ્યાણ એકમનાં અધ્યક્ષ ઉલ્હાસ ભોઇસે આ મામલે મીડિયાને કહ્યું કે, પાર્ટીનાં કાર્યકર્તા પાર્ટી પ્રમુખનાં આદેશનું પાલન કરવામાં ક્યારેય અચકાશે નહીં. જે બાદ પોલીસે કાર્યવાહી કરતાં મનસે કાર્યકર્તા મહેન્દ્ર ભાનુશાલીની અટકાયત કરી લીધી, પછી 3 એપ્રિલનાં તેમને છોડી દીધા હતાં.

    આ પણ વાંચો-હૈદરાબાદ રેવ પાર્ટી: પબ પર દરોડા દરમિયાન કોકેઇન મળ્યું, પ્રખ્યાત હસ્તીઓના બાળકો સહિત 140 લોકોની અટકાયત

    ધાટકોપર પોલીસ સ્ટેશનનાં એક અધિકારીએ કહ્યું કે, મહેન્દ્ર ભાનુશાલીને તે સમયે અટકાયતમાં લેવામાં આવ્યાં જ્યારે ચાંદિવલીનાં અસલફામાં હિમાલય સોસાયટીમાં એક વૃક્ષ પર લાઉડસ્પીકર લગાવી અન હનુમાન ચાલીસા વગાડવાનું શરૂ કરી દીધુ. પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી. ભાનુશાલીની અટકાયત કરવામાં આવી. અને લાઉડ સ્પીકર જપ્તે કરવામાં આવ્યું. તેને આશરે 2 કલાક બાદ મુક્ત કરી દેવામાં આવ્યાં. ભાનુશાલી પર 5500 રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો. અને દંડ પ્રક્રિયા સંહિતા (CRPC)ની કલમ 149 હેઠળ તેમને આ પ્રકારનાં કૃત્ય ન દોહરાવવાં નોટિસ બજાવવામાં આવી.



    મહેન્દ્ર ભાનુશાલીએ તેમનાં વિરુદ્ધ પોલીસ કાર્યવાહીની નિંદા કરી અને કહ્યું કે, અમને 'હનુમાનજીની આરતી કરવાં' પરેશાન કરવામાં આવે છે. ભાનુશાલીએ કહ્યું કે, શું હિન્દુ પ્રાર્થનાઓથી દુશ્મની કરવી જોઇએ? જો કોઇને તેનાંથી પરેશાની હોય તો તે તેનાં કાન બંધ કરીને તેનાં ઘરની અંદર બેંસી જાય. જો તે આ પ્રકારની વાતોનો વિરોધ કરે છે તો, તેમને જવાબ આપવામાં આવશે. મહેન્દ્ર ભાનુશાલીએ કહ્યું કે, હું કાલે રાજ સાહેબને મળી રહ્યો છુ જેથી તેમને આ મામલે તમામ જાણકારી આપી શકુ.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Azaan, Loudspeaker, Mns leader, Mumbai Police

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन