CBSE Results : હંસિકા શુક્લા અને કરિશ્મા અરોરાએ કર્યું ટોપ

News18 Gujarati
Updated: May 2, 2019, 2:16 PM IST
CBSE Results : હંસિકા શુક્લા અને કરિશ્મા અરોરાએ કર્યું ટોપ
હંસિકા શુક્લા

વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ cbse.nic.in પરથી પોતાનું પરિણામ ચેક કરી શકે છે. સીબીએસઈ બોર્ડની પરીક્ષા 15મી ફેબ્રુઆરીથી 4થી એપ્રિલ સુધી ચાલી હતી.

  • Share this:
નવી દિલ્હી : સીબીએસઈ બોર્ડ ધોરણ-12માં હંસિકા શુક્લા અને કરિશ્મા અરોરાએ સંયુક્ત રીતે પ્રથમ ક્રમે આવી છે. બંનેએ ઉત્તમ પ્રદર્શન કરતા 500માંથી 499 માર્ક્સ મેળવ્યા છે. હંસિકા ડીપીએસ, મેરઠ રોડ ગાઝિયાબાદની સ્ટુડન્ટ છે. જ્યારે કરિશ્મા અરોરા એસડી પબ્લિક સ્કૂલ મુઝફ્ફરાબાદની સ્ટુડન્ટ છે. પરિણામ જાહેર થતાં જ બંનેની સ્કૂલોમાં ખુશીનો માહોલ છવાય ગયો હતો.

વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ http://cbseresults.nic.in પરથી પોતાનું પરિણામ ચેક કરી શકે છે. સીબીએસઈ બોર્ડની પરીક્ષા 15મી ફેબ્રુઆરીથી 4થી એપ્રિલ સુધી ચાલી હતી. ધોરણ-10 અને ધોરણ-12માં 31 લાખ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.

કથક ડાન્સર છે કરિશ્મા અરોડા

રસપ્રદ વાત છે કે બોર્ડમાં ટોપ કરનાર કરિશ્મા કથ્થક ડાન્સર છે. એટલું જ નહીં તે નૃત્યના ક્ષેત્રમાં જ પોતાનું નામ બનાવવા માંગે છે. કરિશ્માના પિતા મનોજ અરોરાએ જણાવ્યું કે કરિશ્માને સાંસ્કૃતિક મંત્રાલય તરફથી સ્કોલરશિપ મળે છે.

કરિશ્માએ ધોરણ-10ની પરીક્ષામાં 10 સીજીપીએ મેળવી ચુકી છે. કરિશ્માની બહેન ભૂમિકા દિલ્હી યુનિવર્સિટીમાંથી બી.કોમ.નો અભ્યાસ કરી રહી છે.

ભૂમિકાએ ધોરણ-12ની પરીક્ષામાં 97 ટકા મેળવ્યા હતા. કરિશ્મા અને ભૂમિકા બે બહેનો છે. બંનેની માતા મોનિકા કહે છે કે અમારી બે દીકરીઓ હજાર છોકરાઓ બરાબર છે.કરિશ્માના પિતા વેપારી છે. તેમનું કહેવું છે કે ટોપ કરવા બાદ એવું જરૂરી નથી કે કરિશ્મા મેડિકલ અથવા એન્જિનિયરિંગ કરશે. તે કથ્થક નૃત્યમાં દેશ-વિદેશમાં નામ કમાવા માંગે છે. 20મી એપ્રિલના રોજ જ તેણીએ એક સ્પર્ધામાં ભાગ લઈને ઇનામ જીત્યું હતું. કરિશ્માને યૂપી સંગીત નાટક એકેડેમી પુરસ્કાર પર જીતી ચુકી છે.
First published: May 2, 2019, 2:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading