#HandsOffParotta : પરોઠા પર 18% GSTથી લોકો ગુસ્સે ભરાયા, ટ્વિટર પર થયું ટ્રેન્ડ

News18 Gujarati
Updated: June 13, 2020, 10:20 AM IST
#HandsOffParotta : પરોઠા પર 18% GSTથી લોકો ગુસ્સે ભરાયા, ટ્વિટર પર થયું ટ્રેન્ડ
પરાઠા

"મને વિશ્વાસ છે કે પરોટી (પરોઠા અને રોટી)ની નવી બ્રીડ સામે આવશે" : આનંદ મહિન્દ્રા

  • Share this:
પરાઠા (Parrota) રોટલી નથી. ખાવાથી પહેલા તેને પકાવવું પડે છે અને આ માટે તેની પર 18 ટકા દરથી માલ અને સેવા કર (GST) લાગશે. અગ્રીમ નિર્ણય પ્રાધિકરણે (AAR) આ વ્યવસ્થા કરી છે. બેંગલુરુની કંપની આઇડી ફ્રેશ ફૂડ્સને એએઆર દ્વારા કર્ણાટક પીઠ (Aar Karnataka Bench) સમક્ષ અરજી કરીને પુછ્યું હતું કે શું ઘઉંના પરાઠાં અને માલાબાર પરાઠા (Maalabar Parrota) 1905 કેટેગરી આવે છે અને તેની પર 5 ટકા જીએસટી લાગશે?

અરજી કરનાર આઇડી ફ્રેશ ફૂડ્સ ખાદ્ય ઉત્પાદન કંપની છે. તે રેડી ટૂ કૂક વસ્તુઓનું ઉત્પાદન કરે છે જેમ કે ઢોસા, પરાઠા અને રોટલી. એએઆર પોતાના નિર્ણયમાં કહ્યું કે જીએસટી શુક્લમાં પરાઠાને લઇને કોઇ ખાસ જગ્યા નથી. એએઆરે કહ્યું કે 5 ટકાની જીએસટી દર જે 1905માં આવે છે તેમાં સાદી રોટલી, ખાખરા આવે છે. જ્યારે બીજી તરફ પરાઠા 2016 ટાઇટલ હેઠળ આવે છે અને તેની પર વધુ જીએસટી દર લાગે છે. ત્યારે સાદી રોટલી અને પરાઠા વચ્ચેના આ જીએસટીનો ટેક્સ ફેરનો મુદ્દો સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બન્યો છે. ટ્વિટર પર #HandsOFPorotta હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યો છે. જ્યાં લોકોથી લઇને સેલેબ્રિટી પોતાના વિચારો રાખી રહ્યા છે.

આ મામલે ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ લખ્યું દેશની સામે આવનારી અન્ય તમામ મુશ્કેલીઓની સાથે આ તમને આશ્ચર્યચકિત કરે છે કે આપણે પરાઠાંના અસ્તિત્વના સંકટ માટે ચિંતા કરવી પડે છે. જો કે કોઇ પણ મામલે ભારતીય જુગાડ શોધી લે છે અને મને વિશ્વાસ છે કે પરોટી (પરોઠા અને રોટી)ની નવી બ્રીડ સામે આવશે જેને કેટેગરાઇજેશનની મુશ્કેલી ના થાય.


ટ્વિટર પર ડૉની મૈથ્યુએ લખ્યું કે અમારા માટે પરાઠાં ભાવના છે. એંટની નામના યુઝરે લખ્યું કે હવે અમારા ખાવા પર પણ ટેક્સ ઇચ્છો છો. આ તો છોટા ભીમથી કહેવા જેવું છે કે લાડુ માટે પ્રાર્થના કરો. આ અસ્વીકાર્ય છે.

અવૈદ્યએ લખ્યું કે નવા જીએસટી રૂલિંગ મુજબ રોટી અને ચપાતી પર 5 ટકા જીએસટી ટેક્સ અને પરાઠા પર 18 ટકા જીએસટી. કેરળના પરાઠા, રોટલી નથી. રોટલી રેડી ટૂ ઇટ નથી હોતી. પરાંઠાને ખાવા પહેલા ગરમ કરવા પડે છે. ઇન્ડિયન બ્યૂરોક્રેસીની આ જ સીમા છે.


ઉલ્લેખનીય છે કે એએઆર પોતાના નિર્ણયમાં કહ્યું છે કે ખાખરા, સાદી રોટલી અને રોટલી પૂરી રીતે તૈયાર સામગ્રી છે. તેના ઉપભોગ માટે તેને તૈયાર કરવાની જરૂર નથી. ત્યાં જ પરાઠાં કે માલાબાર પરાઠાં આ ઉત્પાદનોથી અલગ છે. આ સિવાય સામાન્ય ઉપભોગ અને આવશ્યક ઉપભોગ પણ નથી. માનવ ઉપભોગ માટે પરાઠાંને વધુ બનાવાની જરૂર નથી.

એએમઆરજી એન્ડ એસોશિએશનના વરિષ્ઠ ભાગીદાર રાજન મોહને કહ્યું કે આ ઉત્પાગનોમાં કરનું અંતર 13 ટકા છે. જેના કારણે રોટી અને પરાઠાંની કેટેગરીને લઇને વિવાદ ઊભો થયો છે. વાસ્તવિકતા એ છે કે આ સામાન્ય ભારતીય ભાષામાં તેનો ઉપયોગ થાય છે. (એજન્સી ઇનપુટ સાથે)
First published: June 13, 2020, 10:20 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading