Home /News /national-international /VIDEO: સામાન્ય બોલાચાલી બાદ પત્ની અને તેની બહેનપણીએ મળીને રસ્તાની વચ્ચે પતિને ધોઈ નાખ્યો

VIDEO: સામાન્ય બોલાચાલી બાદ પત્ની અને તેની બહેનપણીએ મળીને રસ્તાની વચ્ચે પતિને ધોઈ નાખ્યો

રસ્તાની વચ્ચે પત્ની અને તેની બહેનપણીએ પતિ પર હાથ સાફ કરી લીધો

આ મામલો હમીરપુર જિલ્લા મુખ્યાલય પર સદર બસ સ્ટેન્ડનો છે. કહેવાય છે કે, કોર્ટના કેસમાં સુનાવણી બાદ પતિ ગામડે જવા માટે બસ પકડવા સ્ટેન્ડ પર ઊભો હતો, તે જ સમયે તેની પત્ની સાથે બહેનપણી સાથે ત્યાં આવી.

હમીરપુર: ઉત્તર પ્રદેશના હમીરપુરમાં એક દંપત્તિનો રસ્તા વચ્ચે મારપીટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કહેવાય છે કે, આ દંપત્તિ વચ્ચે પહેલાથી ડખ્ખો ચાલી રહ્યો હતો. આ વિવાદની સુનાવણી માટે બંને કોર્ટ આવ્યા હતા. કોર્ટમાંથી નિકળ્યા બાદ કોઈ વાતને લઈને રસ્તાની વચ્ચે ડખ્ખો થઈ ગયો હતો. ત્યાર બાદ મહિલાએ પોતાની બહેનપણી સાથે મળીને પતિને ચપ્પલ લઈને ધોઈ નાખ્યો હતો. જો કે, વાયરલ વીડિયો પર સંજ્ઞાન લેતા હમીરપુર પોલીસે કેસ નોંધી લીધો છે. પોલીસ બંનેને શોધી રહી છે.

આ પણ વાંચો: આ છે દારુ પીતો વાંદરો! જુઓ વાયરલ વીડિયોમાં બિયર પ્રેમી વાંદરાના નશાની તલબ

આ મામલો હમીરપુર જિલ્લા મુખ્યાલય પર સદર બસ સ્ટેન્ડનો છે. કહેવાય છે કે, કોર્ટના કેસમાં સુનાવણી બાદ પતિ ગામડે જવા માટે બસ પકડવા સ્ટેન્ડ પર ઊભો હતો, તે જ સમયે તેની પત્ની સાથે બહેનપણી સાથે ત્યાં આવી. આ દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થઈ અને જોતજોતામાં પહેલા તો બહેનપણીએ ચપ્પલ કાઢી પતિને ત્રણ ચાર ઠોકી દીધા. એટલામાં તો તેની પત્નીએ પણ ચપ્પલ કાઢીને મારવા લાગી. બાદમાં પતિને ગાળો આપતા બંને મહિલા ત્યાંથી નિકળી ગઈ હતી.


ભીડ જોતી રહી તમાશો


વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, જ્યારે આ બંને મહિલાઓ મારપીટ કરી રહી હતી, ત્યારે ત્યાં ઘટના સ્થળ પર મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ હતી. પણ તેમાંથી કોઈએ તેમની વચ્ચે પડવાનું યોગ્ય ન સમજ્યું. ઉપરાંત બચાવ કરવાની જગ્યાએ અમુક લોકો તો મોબાઈલમાં વીડિયો બનાવામાં વ્યસ્ત હતા. તેમાંથી એકે આ વીડિયો હમીરપુર પોલીસને ટેગ કરીને સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કર્યો હતો.
First published:

Tags: Fight video viral