'ના બેન્ડ-બાજા, નાહી બારાતી', જાતે ગાડી ચલાવી વરરાજા પહોંચ્યો મંડપે, એકલો જ લઈ આવ્યો દુલ્હનને

'ના બેન્ડ-બાજા, નાહી બારાતી', જાતે ગાડી ચલાવી વરરાજા પહોંચ્યો મંડપે, એકલો જ લઈ આવ્યો દુલ્હનને
વરરાજાએ એકલા પહોંચી લગ્ન કર્યા

આ લગ્નના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેના ખુબ વખાણ થઈ રહ્યા છે.

 • Share this:
  હમીરપુર : ના કોઈ બેન્ડ, ના કોઈ બાજા. જાતે જ વાહન ચલાવી વરરાજા મંડપમાં પહોંચ્યો અને સાત ફેરા લીધાં અને સાત જન્મો સુધી કન્યાને પોતાની જીવનસાથી બનાવી લાવ્યો. મામલો હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લાનો છે. કોવિડ દરમિયાન, હિમાચલ પ્રદેશમાં લગ્ન સમારોહમાં માત્ર વીસ લોકોને મંજૂરી છે. ઘણા સ્થળોએ તેનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. હમીરપુર જિલ્લામાં યુવકે દરેક લોકો માટે એક ઉદાહરણ પુરૂ પાડ્યું છે. લોકો યુવાનની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. ભોરંજ સબ-ડિવિઝનના ધામરોલ ગામનો એક યુવાન નિર્મલ શર્મા તેના લગ્ન માટે એકલો દુલ્હન પાસે ગયો હતો. યુવક નિર્મલે પોતાની કાર જાતે ચલાવી પાપલોહમાં દુલ્હનના ઘરે પહોંચ્યો હતો.

  માત્ર ત્રણ લોકો જ સમારોહમાં હાજર રહ્યા  લગ્ન સમારોહમાં કોવિડ મહામારીને લીધે નિર્મલે લગ્નમાં એકલા જ જવાનું નક્કી કર્યું હતું, જેના કારણે લગ્નના તમામ રિવાજોને બાયપાસ કરીને તેણે પરિવાર અને સંબંધીઓ વિના લગ્ન કર્યા, અને તેના લગ્ન યાદગાર બની ગયા. નિર્મલ શર્મા એકલા હાથે 15 કિલોમીટર દૂર પાપલાહ ગામમાં વરરાજા તરીકે પહોંચ્યો હતો, અને તે લગ્ન કરી કન્યા સાથે ઘરે પાછો ફર્યો હતો. આ લગ્નમાં મોટી વાત એ હતી કે, આખા લગ્નમાં વરરાજા દુલ્હન સિવાય ત્રીજા વ્યક્તિ તરીકે લગ્ન કરાવનાર માત્ર પંડિત જ હતા. આ લગ્નના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેના ખુબ વખાણ થઈ રહ્યા છે.

  આ પણ વાંચો - ભાગ્યની ક્રૂર મજાક, લગ્ન પહેલા જ વરરાજાનું મોત, ડોડિયા પરિવારમાં ખુશીના અવસરે જ માતમ છવાયો

  ખુબ થઈ રહ્યા વખાણ

  કોવિડ પ્રોટોકોલ મુજબ, લગ્નની બધી વિધિઓ વરરાજાના ઘરે કરવામાં આવી હતી, પરંતુ જાનમાં 20 લોકોની પરવાનગી હોવા છતાં, સરકારના નિયમોને સમર્થન આપીને નિર્મલે એકલા હાથે લગ્નમાં હાજરી આપી હતી. વરરાજા નિર્મલ શર્માએ જણાવ્યું હતું કે, તેણે લોકોને આહ્વાહન કર્યું છે કે, મેં જે રીતે મારા લગ્નમાં નિયમોનું પાલન કર્યું છે તેજ રીતે લોકોએ પણ નિયમોનું પાલન કરવું જોઈએ, જેથી રોગચાળાથી લોકોને બચાવી શકાય. ત્યારે, સ્થાનિક રહેવાસી રવિએ જણાવ્યું કે, કોવિડ 19ને હરાવવા યુવકે જે પહેલ કરી છે તે ખૂબ જ પ્રશંસનિય છે. કોવિડ મહામારી દરમિયાન દરેક યુવાનોએ પણ આવા લગ્ન જોઈને ખુશી વ્યક્ત કરી હતી.
  Published by:kiran mehta
  First published:May 08, 2021, 22:00 pm

  ટૉપ ન્યૂઝ