જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લાના ગલોડનો એક જવાન શહીદ થઇ ગયો. આ શહીદનું નામ રોહન કુમાર હતું. 24 વર્ષીય આ યુવકના નવેમ્બરમાં લગ્ન થવા હતા. શહીદ જવાન ભારતીય સેનામાં 14 પંજાબ રેજીમેન્ટમાં ભર્તી હતો. રોહિત ચાર વર્ષ પહેલા જ સેનામાં જોડાયો હતો.
હમીરપુરના ડીસી હરિકેશ મીણાએ કહ્યું કે યુવકના શહીદ થવાની ખબર મળી છે. આ મામલે વધુ જાણકારી મેળવવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે આ શહીદના પરિવારજનોને પણ ફોન કરીને આ દુ:ખદ સમાચાર આપવામાં આવ્યા છે. શહીદના પરિવારજનોએ જણાવ્યું કે નવેમ્બરમાં જ તેના લગ્ન થવાના હતા.
વધુ વાંચો :
કોરોના જો આજ ઝડપથી વધતો રહ્યો તો આ 5 રાજ્યોમાં ICU બેડ ખૂટી પડશે
અને તેના તમામ પરિવારજનો લગ્નની તૈયારીમાં વ્યસ્ત હતા. પણ અચાનક જ આ સમાચાર સાંભળીને તેના સમગ્ર પરિવાર પર આફત આવી ગઇ છે. ઉલ્લેખનીય છે કે હમીરપુર વિસ્તારનો અન્ય એક જવાન પણ બે દિવસ પહેલા જ શહીદ થયો હતો. શમશેર સિંહ નામના જવાની શહીદ પછી આ 24 વર્ષીય યુવકની શહીદથી ગામ પણ ગમગીન બન્યું છે.
ઉલ્લેખનીય છે જ્યારથી જમ્મુ અને કાશ્મીરમાં 370ની કલમને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારથી જ આતંકવાદીઓથી મુક્ત જમ્મુ કાશ્મીર કરવા પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. અને આ અંતર્ગત સતત આતંકીઓ અને સેનાના જવાનો વચ્ચે આતંકી હુમલાની ખબરો પણ આવી રહી છે. જેમાં આપણા વીર સૈનિકોને શહીદ થવાની સ્થિતિ ઊભી થઇ છે. ત્યારે હિમાચલના 24 વર્ષીય યુવકે દેશસેવા અને માભૌમની રક્ષા માટે શહીદ થયો છે.
Published by:Chaitali Shukla
First published:August 01, 2020, 14:13 pm