Home /News /national-international /શરમજનક: નાયબ મુખ્યમંત્રી ગૌશાળાની મુલાકાતે આવવાના હોવાથી ચકાચક કરવા બિમાર ગાયોને બહાર ફેંકી દીધી, 4ના મોત

શરમજનક: નાયબ મુખ્યમંત્રી ગૌશાળાની મુલાકાતે આવવાના હોવાથી ચકાચક કરવા બિમાર ગાયોને બહાર ફેંકી દીધી, 4ના મોત

નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય (સૌ. twitter)

ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લામાં નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય ગૌશાળાની મુલાકાતે આવવાના હતા, જો કે નેતાજી આવે તે પહેલા અહીં બધું ચકાચક લાગે તેના માટે અધિકારીઓ દોડધામમાં લાગ્યા હતા.

    હમીરપુર: ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લામાં નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય ગૌશાળાની મુલાકાતે આવવાના હતા, જો કે નેતાજી આવે તે પહેલા અહીં બધું ચકાચક લાગે તેના માટે અધિકારીઓ દોડધામમાં લાગ્યા હતા. તેથી ગૌશાળાની દેખરેખ કરતા પશુ ડોક્ટરોએ ગૌશાળામાં રહેલી ચાર બિમાર ગાયને ગૌશાળામાંથી હટાવી દીધી અને પશુ દવાખાનાની બહાર ફેંકાવી દીધી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

    જો કે, સૌથી મોટી દુર્ભાગ્યની વાત એ છે કે, ફેંકવામાં આવેલી આ ચારેય ગાયોના મોત થઈ ગયા છે. જો કે હવે પશુઓના મોત થતાં ડોક્ટર્સે નવા તૂતક અપનાવ્યા છે અને તેમણે બહાનું બનાવતા કહ્યું કે, આ ગાયો અગાઉથી બિમાર હતી. આપને જણાવી દઈએ કે, 30 ઓક્ટોબરે નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અહીં હમીરપુર જિલ્લાના પ્રવાસે હતા અને તેઓ ગૌશાળાનું નીરિક્ષણ કરવાના હતાં.

    આ પણ વાંચો: 10 વર્ષની બાળકીનું માથું કબરમાંથી થયું ગાયબ, મેલીવિદ્યાની આશંકા!

    જિલ્લા પ્રશાસને સૂરજપુર ગૌશાળાને નીરિક્ષણ માટે પસંદ કરી હતી. પછી શું પશુ ડોક્ટરો અને અધિકારીઓ ગૌશાળાને ટનાટન કરવામાં લાગી ગયા, અને બીમાર ગાયોને અન્ય જગ્યાએ ફેંકાવી દીધી. ગૌશાળાની ચાર બિમાર ગાયોને પશુ દવાખાના દરવાજા બહાર ફેંકી દીધી, જેનો વીડિયો વાયરલ થયો છે.


    ડેપ્યુટી સીએમ કેશન પ્રસાદ મૌર્યને આ લાલિયાવાડીની ફરિયાદ કરવામાં આવી હતી. જેના પર ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યે તપાસ કમિટી બનાવી કાર્યવાહી કરવાની વાત કરી છે. હાલમાં તો ફેંકવામાં આવેલી ચારેય ગાયોના મોત થઈ ગયા છે. અધિકારીઓ બિમાર ગાયોના મોત પર એકબીજાને ખો આપી રહ્યા છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Cow, Uttar prades

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन