હલદ્વાની દબાણ કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટનો સ્ટે આપતા કહ્યું કે, 50 હજાર લોકોને રાતોરાત હટાવી ન શકાય. જેથી હવે ઉત્તરાખંડ હાઇકોર્ટના આદેશ પર રોક લાગી છે. સુપ્રીમના નિર્ણય બાદ હવે હાલ તંત્ર કોઈ જ તોડફોડ નહીં કરી શકે.
નવી દિલ્હી: હલદ્વાની દબાણ કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટનો સ્ટે આપતા કહ્યું કે, 50 હજાર લોકોને રાતોરાત હટાવી ન શકાય. જેથી હવે ઉત્તરાખંડ હાઇકોર્ટના આદેશ પર રોક લાગી છે. સુપ્રીમના નિર્ણય બાદ હવે હાલ તંત્ર કોઈ જ તોડફોડ નહીં કરી શકે. આ સાથે રેલવે અને રાજ્ય સરકારને સુપ્રીમ કોર્ટે નોટિસ ફટકારી છે. આ મામલાની આગામી સુનાવણી 7 ફેબ્રુઆરીએ થશે.
સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ સરકાર અને રેલવેને નોટિસ જારી કરીને જવાબ મંગાવ્યો છે. જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ અભય એસ. ઓકની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. અરજદારો તરફથી હાજર રહેલા વરિષ્ઠ એડવોકેટ કોલિને દલીલો શરૂ કરી હતી. તેમણે સુપ્રીમ કોર્ટની સામે નૈનીતાલ હાઈકોર્ટનો આદેશ વાંચ્યો અને કહ્યું કે અહીં પાકી ઈમારતો, શાળાઓ અને કોલેજો છે. અરજદારોના વકીલે સર્વોચ્ચ અદાલતને જણાવ્યું હતું કે અસરગ્રસ્ત લોકોનો પક્ષ પહેલા પણ સાંભળવામાં આવ્યો નહોતો અને અને ફરીથી તે જ થયું. અમે રાજ્ય સરકારના હસ્તક્ષેપની માંગ કરી હતી. રેલવેના સ્પેશિયલ એક્ટ હેઠળ હાઇકોર્ટે કાર્યવાહી કરી અતિક્રમણ હટાવવાનો આદેશ કર્યો હતો.
તેના પર સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે ઉત્તરાખંડ કે રેલવે તરફથી કોણ છે? રેલવેનો પક્ષ લેતા એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ સર્વોચ્ચ અદાલતને જણાવ્યું કે કેટલીક અપીલો પેન્ડિંગ છે. પરંતુ કોઈ પણ સંજોગોમાં કોઈ બાધ નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે લોકો ઘણા વર્ષોથી ત્યાં રહે છે. તેમના પુનર્વસન માટે કોઈ યોજના? તમે માત્ર 7 દિવસનો સમય આપી રહ્યા છો અને કહી રહ્યા છો કે ખાલી કરો. આ માનવીય બાબત છે. ઉત્તરાખંડ સરકાર તરફથી કોણ છે? આ મામલે સરકારનું શું વલણ છે? સર્વોચ્ચ અદાલતે પૂછ્યું કે જેમણે હરાજીમાં જમીન ખરીદી છે તેમની સાથે તમે કેવી રીતે વ્યવહાર કરશો? 50/60 વર્ષથી લોકો ત્યાં રહે છે. તેમના પુનર્વસન માટે કોઈ યોજના હોવી જોઈએ.
Supreme Court issues notice to Uttarakhand government and India Railways on the pleas challenging Uttarakhand High Court’s decision ordering the State authorities to remove encroachments from railway land in Haldwani’s Banbhoolpura area. pic.twitter.com/Zn7PhHxcuO
સુપ્રીમ કોર્ટે રેલવે તરફથી હાજર રહેલા એએસજી ઐશ્વર્યા ભાટીને કહ્યું, 'એવું નથી કે તમે વિકાસ માટે અતિક્રમણ દૂર કરી રહ્યાં છો. તમે માત્ર અતિક્રમણ દૂર કરી રહ્યા છો. તેના જવાબમાં રેલવેએ કહ્યું, 'આ નિર્ણય રાતોરાત લેવામાં આવ્યો ન હતો. નિયમોનું પાલન કરવામાં આવ્યું છે. આ મામલો ગેરકાયદેસર ખનનથી શરૂ થયો હતો. અરજદારોના વકીલ કોલિને કહ્યું, “જમીનનો મોટો હિસ્સો રાજ્ય સરકારનો છે. રેલવેની જમીન ઓછી છે. જસ્ટિસ કૌલે કહ્યું, 'આ મામલાને ઉકેલવા માટે આપણે તર્કસંગત અભિગમ અપનાવવો પડશે. કેટલાક લોકો પાસે 1947 પહેલા પણ પટ્ટા છે. અરજીકર્તાઓના વકીલે જણાવ્યું કે આ કેસમાં કેટલાક લોકોએ હરાજીમાં જમીન ખરીદી છે. લોકોને 7 દિવસમાં જમીન ખાલી કરાવવાનો નિર્ણય યોગ્ય નથી. આ સાથે સુપ્રીમ કોર્ટની બે સભ્યોની બેન્ચે નૈનીતાલ હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે લગાવી દીધો, રેલવે અને ઉત્તરાખંડ સરકારને નોટિસ જારી કરી અને તેમના જવાબો મંગાવ્યા.
શું છે સમગ્ર મામલો ?
આ વાત છે ગફૂર બસ્તી, ઢોલક બસ્તી અને ઈન્દિરા નગરની છે જે હલ્દ્વાનીના બાનભૂલપુરાના 2.2 કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલી છે. જ્યાં રેલ્વે દ્વારા રહેવાસીઓને નોટિસ ફટકારવામાં આવી છે કે, કિમી 82.900 થી 80.170 રેલ્વે કિમી વચ્ચેના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવે, અન્યથા દબાણ દૂર કરવામાં આવશે અને અતિક્રમણ કરનારાઓ પાસેથી જ ખર્ચ વસૂલવામાં આવશે.
રેલવેના જણાવ્યા અનુસાર 2013માં ગૌલા નદીમાં ગેરકાયદે રેતી ખનનને લઈને મામલો સૌપ્રથમ કોર્ટમાં પહોંચ્યો હતો. 10 વર્ષ પહેલા તે કિસ્સામાં એવું જાણવા મળ્યું હતું કે, રેલ્વેની બાજુમાં રહેતા લોકો જ ગેરકાયદેસર રેતી ખનન સાથે સંકળાયેલા હતા. ત્યારે દાવો કરવામાં આવે છે કે, હાઈકોર્ટે રેલવેને પક્ષકાર બનાવીને વિસ્તાર ખાલી કરવા કહ્યું હતું. ત્યારબાદ સ્થાનિક રહેવાસીઓએ સુપ્રીમ કોર્ટમાં જઈને વિરોધમાં અરજી દાખલ કરી હતી.
સુપ્રીમ કોર્ટે સ્થાનિક રહેવાસીઓની દલીલો સાંભળવાનો પણ નિર્દેશ આપ્યો છે. રેલવેનો દાવો છે કે, તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ હાઈકોર્ટે 20 ડિસેમ્બર 2022ના રોજ અતિક્રમણ કરનારાઓને હટાવવાનો નિર્દેશ આપ્યો હતો. રેલવેનો દાવો છે કે, તેની પાસે જૂના નકશા, 1959નું નોટિફિકેશન, 1971નો રેવન્યુ રેકોર્ડ અને 2017નો સર્વે રિપોર્ટ છે.
પરંતુ હાથમાં તમામ દસ્તાવેજો, જૂના કાગળો અને દલીલો સાથે લોકો પ્રશ્નો ઉભા કરે છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, અમે રેલવેની જમીન પર દબાણ કર્યું નથી, રેલવે અમારી પાછળ પડી છે. હાલમાં રેલવેના 4400 પરિવારો અને 50 હજાર લોકો દબાણ કરનાર છે કે પછી તેઓ પોતાના ઘર બચાવવા લાચારીના વળાંક પર ઉભા છે.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર