Home /News /national-international /દુલ્હન જોતી રહી જાનૈયાઓની રાહ, અને પછી થયુ કંઇક એવુ કે...જો જો હોં તમારી દીકરી સાથે આવું ના થાય
દુલ્હન જોતી રહી જાનૈયાઓની રાહ, અને પછી થયુ કંઇક એવુ કે...જો જો હોં તમારી દીકરી સાથે આવું ના થાય
ઘણાં લોકો સાથે આવું થતુ હોય છે.
Haldwani News: દુલ્હનના ભાઇએ પોલીસને ફોન કર્યો અને આ વિશે કેસ દાખલ કર્યો. દુલ્હનના ભાઇએ કહ્યું કે નસીર અહમદે પરિવારને જાણી જોઇને મારી બહેનના ભવિષ્ય સાથે ચેડા કર્યા છે.
હલ્દ્વાની: ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં એક દુલ્હન જાન આવવાની રાહ જોઇ રહી હતી. 1 માર્ચના રોજ એના લગ્ન હતા. આ સાથે જ અનેક પ્રકારની તૈયારીઓ થઇ ગઇ હતી. આમ, છોકરી પક્ષ જાનની રાહ જોઇ રહ્યા હતા. જો કે ઘણો સમય પસાર થઇ ગયો પછી દુલ્હનના ભાઇએ છોકરીના પિતાને ફોન કરીને જાન ક્યાં પહોંચી છે એ વિશે વાત કરી. જો કે આ વિશે દુલ્હાના પિતાએ કહ્યું કે..અમે તારીખ જ ભૂલી ગયા છીએ. છોકરી પક્ષ તરફથી પોલીસમાં ફરિયાદ કરવામાં આવી. પોલીસે કેસ દાખલ કરીને આગળ તપાસ કરી છે.
મળતી માહિતી અનુસાર આ મામલો હલ્દ્વાનીના બનભૂલપારા સ્ટેશન વિસ્તારનો છે. બરેલી રોડ નિવાસી શખ્સે પોલીસે આ વિશે પોતાની વાત જણાવે છે. ગયા વર્ષે ઓગસ્ટમાં બન્નેની સગાઇ કરવામાં આવી હતી. સગાઇ દરમિયાન નિકાહનની તારીખ 1 માર્ચ 2023ના રોજ નક્કી કરવામાં આવ્યા હતા. બન્ને પક્ષો વચ્ચે ફોન પર વાત થતી રહી. છોકરીના પિતાએ 150 જાનૈયાઓને લઇને આવવાની વાત કરી હતી.
યુવકે બહેનના લગ્ન માટે એક લાખ રૂપિયામાં બેકેન્ટ હોલ બુક કરાવ્યો હતો. જાનૈયાઓ માટે ખાવા-પીવાની વ્યવસ્થાથી લઇને બીજી તમામ પ્રકારની સગવડ કરવામાં આવી હતી. યુવકે પોલીસને જણાવ્યુ કે બહેનને ગિફ્ટમાં આપવા માટે તમામ વસ્તુઓનું ખરીદી લીધી હતી. જો કે એમની તરફથી સ્વિફ્ટ ડિઝાયરની માંગ કરવામાં આવી હતી પરંતુ યુવકની આર્થિક સ્થિતિને કારણે ગાડી આપવાની વાતને જોર પકડ્યુ નહીં.
લગ્નના દિવસો નજીક આવ્યા અને 1 માર્ચના રોજ દુલ્હન પક્ષે બધી જ તૈયારીઓ પૂરી કરી લીધી હતી. આ લોકો જાનની રાહ જોઇ રહ્યા હતા. પરંતુ સમય પસાર થઇ જતા જાન ના આવવાને કારણે દુલ્હનના ભાઇએ વેવાઇને ફોન કર્યો અને તારીખ ભૂલી ગયા એમ વાત કહી. જો કે હવે તેઓ 10 માર્ચના રોજ જાન લઇને આવશે અને આ પહેલાં સ્વિફ્ટ ડિઝાયર કાર આપવાની રહેશે.
ઉલ્લેખનીય છે કે ઘણાં કેસો એવા આવતા હોય છે જેમાં આ રીતના દહેજની વાત થતી હોય છે. જો કે આ એક ખોટી બાબત છે. જો કે સમય જતા લોકોના વિચારોમાં અનેક બદલાવ આવ્યા છે, પરંતુ હજુ આ વિશે વિચારવાની જરૂર છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર