Home /News /national-international /વરમાળા પહેરી મિત્રો સાથે દારુ ઢીંચવા ઉપડી ગયો વરરાજો, કન્યાએ ફેરા ફરવાની ના પાડી દીધી
વરમાળા પહેરી મિત્રો સાથે દારુ ઢીંચવા ઉપડી ગયો વરરાજો, કન્યાએ ફેરા ફરવાની ના પાડી દીધી
દારુડીયા વર સાથે ફેરા ફરવાની કન્યાએ ના પાડી દીધી
આ મામલો ઉત્તરાખંડના હલ્દ્વાની સાથે જોડાયેલ છે. જ્યાં બેન્ક્વેટ હોલમાં અજીબોગરીબ ઘટના થઈ હતી. અહીં એક દારુડીયા વરરાજાએ એવો કાંડ કર્યો હતો કે, છોકરીએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી.
હલ્દ્વાની: લગ્નની સીઝનમાં દરરોજ કેટલીય નવી જોડીઓ બનતી હશે. વર વધુ બંને એકબીજા સાથે જીવનની નવી ઈનિંગ્સની શરુઆત કરતા હોય છે, જો કે અમુક લગ્નો એવા પણ હોય છે, જે કોઈને કોઈ કારણોસર થતાં નથી. આવી જ એક અઘુરા લગ્નની કહાની રવિવારે ઉત્તરાખંડમાંથી સામે આવી હતી, જ્યાં વરરાજાએ એવો કાંડ કર્યો કે, જાન લીલાતોરણે પાછી ફરી હતી.
આ મામલો ઉત્તરાખંડના હલ્દ્વાની સાથે જોડાયેલ છે. જ્યાં બેન્ક્વેટ હોલમાં અજીબોગરીબ ઘટના થઈ હતી. અહીં એક દારુડીયા વરરાજાએ એવો કાંડ કર્યો હતો કે, છોકરીએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. હાલત એવી થઈ કે, દારુડીયા વરરાજાને માંડવેથી પાછા ફરવાનો વારો આવ્યો હતો. હકીકતમાં જોઈએ તો, હલ્દ્વાનીના બિઠોરિયા વિસ્તારના યુવક અમિત (બદલાવેલ નામ)ના લગ્ન શહેરમાં જ રહેતી અમિતા (બદલાવેલ નામ) સાથે લગ્ન નક્કી થયા હતા. રવિવાર રાતે ગૈસ ગોદામ રોડ પર આવેલા એક હોલમાં લગ્ન પ્રસંગનો કાર્યક્રમ હતો. અમિત સજીધજીને ઘોડી પર ચડીને પરણવા પહોંચી ગયો હતો.
કન્યા પક્ષના લોકોએ જાનનું સારી રીતે સ્વાગત કર્યું. બધું બરાબર ચાલી રહ્યું હતું, પણ જેવી વરમાળાની રસમ પુરી થઈ કે, વરરાજાએ એક કાંડ કરી નાખ્યો. આરોપ છે કે, વર દારુના નશામાં ધૂત હતો. વર અને તેના મિત્રોએ વરમાળાના સ્ટેજ પર જ હોબાળો મચાવ્યો હતો. આ દરમિયાન કન્યાપક્ષના લોકોએ જેમ તેમ કરીને વરમાળાની રસમ પુરી કરી, પણ જેવું આ રસમ પુરી થઈ કે, વર અને તેના મિત્રો દારુ ઢીંચવા ઉપડી ગયા. આ વાત દુલ્હનને જરાં પણ ન ગમી અને તેણે લગ્ન કરવાની ના પાડી દીધી હતી.
કન્યા પક્ષનો આરોપ છે કે, દારુડીયા વરની સાથે તેના જીજા અને મિત્રોએ ખાવાની બાબતને લઈને હોબાળો કર્યો હતો. એટલું જ નહીં ખાવાનું ખરાબ હોવાની ફરિયાદ કરીને વરે મિત્રો માટે પાર્ટીના પૈસા પણ માગ્યા હતા. સાથે જ લગ્ન કરવા માટે પાંચ લાખ રોકડા અને એક કાર આપવાની ડિમાન્ડ કરી હતી. કન્યા પક્ષે તેને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. કન્યા પક્ષે સ્પષ્ટ કહી દીધું કે, લગ્ન નક્કી કર્યા ત્યારે આવી કોઈ વાત થઈ નહોતી, પણ દારુડીયો વર કોઈ વાત માનવા તૈયાર નહોતો.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર