બેંગલુરુ : હિજાબ વિવાદ (hijab Controversy) બાદ હવે કર્ણાટકમાં હલાલ અને ઝટકા (Halal Row)નો વિવાદ વધતો દેખાઈ રહ્યો છે. શિવમોગ્ગા જિલ્લાના ભદ્રાવતીમાં મુસ્લિમો દ્વારા ખવાતા હલાલ માંસ (Halal Meat Controversy in Karnataka)નો વિરોધ હિંસક બન્યો હતો, જેના પગલે આ કેસમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. બીજી તરફ કર્ણાટકમાં હિન્દુત્વવાદી જૂથોએ 2 એપ્રિલથી ઉગાદી તહેવાર પહેલા હલાલ માંસ (Halal Meat)પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.
માંસ મુદ્દે રાજકારણ
રાજ્યમાં હલાલ મીટ અને ઝટકા મીટના વિવાદે પણ રાજકીય સ્વરૂપ ધારણ કર્યું છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ સીટી રવિએ હલાલ માંસને આર્થિક જેહાદ ગણાવ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે, જ્યારે મુસ્લિમો હિન્દુઓ પાસેથી બિન-હલાલ માંસ ખરીદવાની ના પાડે છે, તો તમે શા માટે હિન્દુઓને તેમની પાસેથી ખરીદવાનો આગ્રહ કરો છો?
શું છે ઝટકા અને હલાલ માંસ?
આવો જાણીએ શું છે હલાલ અને બિન હલાલ માંસ. આખરે આ બંને માંસમાં શું તફાવત છે? અમે તમને જણાવીશું કે પોષણના આધારે પણ બંને વચ્ચે કોઈ ફરક છે કે નહીં. ઉલ્લેખનીય છે કે, મુસ્લિમો હલાલ માંસની પ્રથાને અનુસરે છે. જ્યાર બીજી તરફ શીખ સમુદાય ઝટકા માંસ પસંદ કરે છે.
અરેબિકમાં હલાલ એટલે વપરાશ માટે યોગ્ય. હલાલની પ્રક્રિયામાં પ્રાણીને ધીરે ધીરે મારવામાં આવે છે, જેથી તેના શરીરનું બધુ લોહી બહાર નીકળી જાય છે. હલાલ પ્રક્રિયામાં પ્રાણીઓને ખૂબ જ પીડા થાય છે. જ્યારે ઝટકામાં એક જ ઝટકામાં ધારદાર હથિયારથી પ્રાણીઓ પર પ્રહાર કરવામાં આવે છે. જેથી પ્રાણી પીડા વગર એક જ ઝટકામાં મરી જાય. કહેવાય છે કે, ઝટકામાં પ્રાણીઓને મારતા પહેલા તેમના મગજને શૂન્ય કરી દેવામાં આવે છે, જેથી તેને પીડાનો અનુભવ ન થાય.
બંને માંસના પોષણમાં શું છે તફાવત?
કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે હલાલની પ્રક્રિયામાં ધીમે ધીમે પ્રાણીઓને મારવાથી તેમના શરીરમાં હાજર તમામ લોહી નીકળી જાય છે. તેમાં ઝટકા કરતાં વધુ પોષણ હોય છે. હલાલમાં જાનવરોનું લોહી સંપૂર્ણ રીતે વહી જવાના કારણે તેમના શરીરમાં રહેલો રોગ ખતમ થઈ જાય છે અને માંસાહાર ખાવા લાયક હોય છે. અહેવાલો અનુસાર, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ, માંસને નરમ અને રસદાર રાખવા માટે કતલ પછી પીએચ સ્તર 5.5 ની આસપાસ હોવું જોઈએ. ઝટકા મીટમાં pH મૂલ્ય 7 ની બરાબર હોય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર