પાકિસ્તાનને એરક્રાફ્ટની ગોપનીય જાણકારી આપતો HAL કર્મચારી પકડાયો

News18 Gujarati
Updated: October 9, 2020, 5:19 PM IST
પાકિસ્તાનને એરક્રાફ્ટની ગોપનીય જાણકારી આપતો HAL કર્મચારી પકડાયો
દીપક શ્રીસથ

HAL એરપોર્ટ પર એરક્રાફ્ટ સંબંધિત ગોપનીય જાણકારી આપવા મામલે 41 વર્ષીય દીપક શ્રીસથની (Deepak Shirsath) ધરપકડ કરવામાં આવી છે.

  • Share this:
મહારાષ્ટ્ર એટીએસ (Mharashtra ATS)એ હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના એક કર્મચારીની ગોપનીય જાણકારી લીક કરવાના આરોપ સહ ધરપકડ કરી છે. 41 વર્ષીય દીપક શ્રીસથ (Deepak Shirsath) આરોપ છે કે તે HAL એરકાફ્ટ સંબંધિત ગોપનીય જાણકારી (Confidential Aircraft Info) પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIને આપતા હતા. તેની HALના નાસિક યુનિટથી ધરપકડ કરવામાં આવી છે.

ડીસીપી, એટીએસ વિનય રાઠોડ મુજબ આ મામલે તેમની પાસે ચોક્કસ માહિતી આવી હતી. જે મુજબ HALમાં કામ કરતા દીપક શિરસાત જે અહીં Asst Supervisor તરીકે કામ કરે છે તે સોશિયલ મીડિયાની મદદથી HAL એરક્રાફ્ટ અને ફાઇટર જેટની જાણકારી પાકિસ્તાનને આપતા હતા. અને તેની સિક્રેટ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. અને આ અંગે તપાસ ચાલી રહી છે.

એટીએસના સુત્રોના જણાવ્યા મુજબ દીપક પર સૂચના લીક કરવાની જાણકારી મળી છે. તે ભારતીય યુદ્ધ જહાજો સંબંધિત એક વિદેશી વ્યક્તિને જાણકારી આપતો હતો. ધરપકડ અને લાંબી પૂછપરછ પછી દીપકે જણાવ્યું કે તે સતત પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીના સંપર્કમાં હતા. અને તે ત્યાં સંવેદનશીલ જાણકારી આપતો હતો. આ સિવાય HAL સંબંધિત અન્ય જાણકારી પણ તે ISIને આપી રહ્યો હતો. દીપક નાસિક અને ઓઝાર સ્થિત HALની મેન્યૂફેક્ચરિંગ યુનિટ અને તેના પ્રતિબંધિત વિસ્તારોની જાણકારી પણ લીક કરી રહ્યો હતો.

વધુ વાંચો : રવિવારે પીએમ મોદી લૉન્ચ કરશે આ ખાસ યોજના, ગામના લોકોને હવે નહીં પડે પૈસાની તંગી!

દીપકની વિરુદ્ધ અધિકૃત સીક્રેટ એક્ટ 1923ના સેક્શન 3,4 અને 5 હેઠળ FIR નોંધવામાં આવી છે. અને તેની પાસેથી પાંચ સીમ, ત્રણ મોબાઇલ અને બે મેમરી કાર્ડ પણ મળી આવ્યા છે. જેને ફોરેન્સિક લેબમાં મોકલ્યા છે. માનવામાં આવે છે કે આ દ્વારા તે અનેક માહિતી ત્યાં મોકલાઇ ચૂક્યો છે.
મહારાષ્ટ્રના એટીએસએ દીપક શ્રીસથને શુક્રવારે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. અને ત્યાંથી તેને 10 દિવસ માટેની એટીએસની કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.
Published by: Chaitali Shukla
First published: October 9, 2020, 5:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading