હૈતીના રાષ્ટ્રપતિની ઘરમાં ઘૂસીને કરી દીધી હત્યા, અમેરિકી એજન્ટ બનીને આવ્યા હતા હુમલાખોર

હૈતીના રાષ્ટ્રપતિની ઘરમાં ઘૂસીને કરી દીધી હત્યા, અમેરિકી એજન્ટ બનીને આવ્યા હતા હુમલાખોર (ફોટો - Reuters)

પોલીસના મતે રાષ્ટ્રપતિની હત્યાના મામલે ચાર સંદિગ્ધ હુમલાખોરને સુરક્ષા બળોએ ઠાર કર્યા છે જ્યારે બે ની ધરપકડ કરી છે

 • Share this:
  કેરેબિયન દેશ હૈતીના રાષ્ટ્રપતિ જોવેનલ મોસેની (Jovenel Moise) બુધવારે તેમના ઘરે હત્યા કરી દીધી છે. પોલીસના મતે રાષ્ટ્રપતિની હત્યાના મામલે ચાર સંદિગ્ધ હુમલાખોરને સુરક્ષા બળોએ ઠાર કર્યા છે જ્યારે બે ની ધરપકડ કરી છે. પોલીસ ચીફ લિયોન ચાર્લ્સે કહ્યું કે બાકી બચેલા હુમલાખોર પણ જલ્દી પોલીસની પકડમાં હશે. મોસેની ઉંમર 53 વર્ષ હતી. બીબીસીના રિપોર્ટ પ્રમાણે હૈતીની રાજધાની પોર્ટ-અઉ-પ્રિન્સ સ્થિત રાષ્ટ્રપતિ મોસેના ઘરે બુધવારે સ્થાનિક સમય પ્રમાણે બપોરે 1 કલાકે અજાણ્યા બંદૂકધારી ઘુસ્યા હતા અને મોસેની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. હેતીની ફર્સ્ટ લેડી અને રાષ્ટ્રપતિ જોવેનેલ મોસીની પત્ની માર્ટિને મોસે પણ હુમલામાં ઇજાગ્રસ્ત થયા છે. તેમને સારવાર માટે ફ્લોરિડા લઇ જવામાં આવ્યા છે. તેમની હાલત સ્થિર બતાવવામાં આવી રહી છે.

  પોલીસ ચીફ ચાર્લ્સે ટીવી સંબોધનમાં કહ્યું કે ચાર હુમલાખોરોને ઠાર કર્યા છે જ્યારે બે અમારી પકડમાં છે. જે ત્રણ પોલીસ કર્મીઓને બંધક બનાવ્યા હતા. તેમની હાલત હવે સ્થિર છે. હુમલોખોરો રાષ્ટ્રપતિના ઘરે નીકળ્યા પછી રસ્તામાં પોલીસ સાથે અથડામણ થઇ હતી. મોસે 2017થી હેતીના રાષ્ટ્રપતિ બન્યા હતા. હાલમાં જ તેમના રાજીનામાની માંગને લઇને જોરદાર વિરોધ પ્રદર્શન થયા હતા. તખ્તાપલટ, રાજનીતિક અસ્થિરતા, ગેંગવોર હિંસા અને પ્રાકૃતિક આપદાએ હેતીને ગરીબો દેશોમાં શુમાર કર્યો છે.

  આ પણ વાંચો - પશ્ચિમ બંગાળમાં 52 વર્ષ બાદ શા માટે ફરી બની રહી છે વિધાન પરિષદ?

  દેશના અંતરિમ પ્રધાનમંત્રી ક્લોડ જોસેફે ઇમરજન્સીની જાહેરાત કરી દીધી છે. જોસેફે કહ્યું કે હુમલાખોર વિદેશી હતા જે અંગ્રેજી અને સ્પેનિશ ભાષા જાણતા હતા. હેતીની સત્તાવાર ભાષા ક્રેઓલ અને ફ્રેન્ચ છે. ઘણા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક વ્યક્તિ કાળા કપડામાં હતા અને તેમણે અમેરિકી ડ્રગ એન્ફોર્સમેન્ટ એજન્સીથી હોવાનું નાટક કર્યું હતું. જોકે આ વિશે કોઇ સત્તાવાર જાણકારી આવી નથી.

  અમેરિકામાં હૈતીના રાજદૂત બોચિત એડમંડે કહ્યું કે આ હુમલાને અમેરિકી ડ્રગ્સ એજેન્ટ્સે અંજામ આપ્યો નથી. આ હુમલો સોપારી આપીને કરાવવામાં આવ્યો છે. હુમલાવર જ્યારે રાષ્ટ્રપતિના ઘરમાં ઘુસ્યા તો તેમણે પોતાને અમેરિકી એજેન્ટ તરીકે ઓળખ આપી હશે.

  આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં જ્યારે વિપક્ષી દળોએ મોસેને પદથી હટાવવાની માંગણી કરી હતી. તે દિવસે તેમની હત્યાનો નિષ્ફળ પ્રયત્ન થયો હતો. હૈતીની વસ્તી 1.1 કરોડ છે. જેમાં 60 ટકા લોકો ગરીબી રેખા નીચે જીવન પસાર કરે છે.
  Published by:Ashish Goyal
  First published: