કોરોના વાયરસને લઈ પૂરી દુનિયામાં ડરનો માહોલ છે. લોકો સંક્રમણથી બચવા માટે ઘરની અંદર કેડ છે. કોરોના વાયરસને લઈ અનેક જાણકારી સામે આવી રહી છે. આ બધા વચ્ચે મેક્સિકોમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. મેક્સિકોમાં કોરોનાના આકારના બરફના કરાનો વરસાદ થયો છે.
મેક્સિકોની મ્યૂનિસિપલના લોકો ત્યારે હેરાન થઈ ગયા, જ્યારે આકાશમાંથી કોરોના વાયરસના આકારના કરાનો વરસાદ થવા લાગ્યો. કોરોનાની સાઈઝના બરફના કરાને જોઈ લોકોમાં ડરનો માહોલ છવાઈ ગયો હતો.
કોરોનાની સાઈઝના બરફના કરા મેક્સિકોના ન્યૂવો લિયોન રાજ્યના મોંટેમોરેલોસમાં થયા છે. અહીંના લોકોએ સોશિયલ મીડિયા પર કરાની તસવીરો શેર કરી. તસવીરમાં ગોળ આકારના સાઈઝના કરા કોરોના વાયરસ જેવા દેખાતા હતા. આ પ્રકારના વરસાદથી સ્થાનીક લોકો ચિંતિત છે. તે લકો આને ઈશ્વરનો પ્રકોપ માની રહ્યા છે.
Weird looking hailstones (ice balls from the sky) have fallen. They have a resemblance to the Nobel Coronavirus. pic.twitter.com/lnZR16yQOv
આ પ્રકારના કરાનો વરસાદ માત્ર મેક્સિકોમાં જ નથી થયો. સોશિયલ મીડિયા પર દુનિયાભરના અનેક વિસ્તારમાં લોકોએ કોરોનાની સાઈજવાળા બરફના કરાની તસવીર શેર કરી છે. અહીં પણ આ પ્રકારે કરાનો વરસાદ થયો છે. એક ઈન્ટરનેટ યૂઝરે સાુદી અરબમાં આ પ્રકારના વરસાદની પણ જાણકારી આપી છે.
જોકે, હવામાન વિભાગના જાણકાર બતાવે છે કે, આ પ્રકારના બરફના કરા પડવા સામાન્ય વાત છે
ધ મિરર સાથે વાત કરતા હવામાન વૈજ્ઞાનિક જોસ મિગુએલ વિનસે કહ્યું કે, ખૂબ વધારે વાવાઝોડા-તોફાન સમયે કરા મોટા આકારના હોય છે, કેટલીક વખત તે એક-બીજા સાથે ટકરાઈ જાય છે, અથવાજોડાઈ જાય છે. જેથી તેનો આકાર આડો-અવળો થઈ જાય છે.
બરફના ટૂકડા એક-બીજા સાથે ટકરાવવાના કારણે તેનો આકાર આ પ્રકારનો થયો હશે. પરંતુ મેક્સિકોના લોકોમાં ડરનો માહોલ છવાઈ ગયો છે. કોરોના સંક્રમણના કારે લોકો પહેલાથી જ ઘરમાં કેદ હતા. હવે આકાશમાંથી પડી રહેલી આફતથી વધારે પરેશાન થઈ ગયા છે.
મેક્સિકોમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 54,346 મામલા સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે 2713 નવા કેસ નોંધાયા છે. આ મેક્સિકોમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધારે કેસ બતાવવામાં આવી રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર