સત્તાના સ્વપ્નમાં રાચતા હાફિઝે પાકિસ્તાનના લાહોરમાં શરૂ કરી પાર્ટીની ઓફિસ

  • Share this:
લાહોર - મુંબઈ આંતકી હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદ હવે પાકિસ્તાનની સત્તાને પોતાના હાથમાં લેવાના સ્વપ્ના જોઈ રહ્યો છે. રાજકીય પાર્ટીના રૂપમાં માન્યતા માટે અરજી કર્યા બાદ સઈદે મિલ્લી મુસ્લિમ લીગ (એમએમએલ) નામથી પાર્ટી બનાવીને તેની પ્રથમ ઓફિસ લાહોરમાં શરૂ કરી દીધા છે.

સઈદ પહેલા જ કહી ચૂક્યો છે કે, તેનું સંગઠન જમાત-ઉદ-દાવા વર્ષ 2018માં પાકિસ્તાનમાં થનાર  સામાન્ય ચૂંટણીઓમાં 'મિલ્લી મુસ્લિમ લીગ'ના બેનર હેઠળ ચૂંટણી લડશે. પાકિસ્તાન સરકારના વિરોધ છતાં હાફિઝ સઈદ આ કોશિશ કરી રહ્યો છે. આંખો બંધ કરીને વિશ્વાસ કરનાર પાકિસ્તાની સરકાર પણ હવે માની રહી છે કે, હાફિઝનું ચરમપંથી સંગઠન રાજનીતિમાં જેહાદી અને હિંસક તત્વોને લાવવા માંગે છે.

સરકાર તે પણ માની રહી છે કે, એમએમએલ પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કર-એ-તયબાહ અને જમાત-ઉદ-દાવાનો નવો ચહેરો હશે. MMLએ પાકિસ્તાનના ચૂંટણી પંચના તે આદેશને પણ પડકાર આપ્યો છે, જેમાં તેમની પાર્ટીના રજિસ્ટ્રેશનની અરજીનો ઓક્ટોબરમાં અસ્વીકાર કરવામાં આવ્યો હતો.

હાફિઝ સઈદે લાહોર સંસદીય ક્ષેત્રના તે વિસ્તારમાં પાર્ટીની ઓફિસ શરૂ કરી છે, જ્યાંથી તેની પાર્ટીનો ઉમેદવાર સપ્ટેમ્બરમાં થયેલી ચૂંટણીમાં લડી રહ્યો હતો અને આ વિસ્તારમાંથી તેને 6 હજાર વોટ મળ્યા હતા. આ સીટ પૂર્વ વડાપ્રધાન નવાજ શરીફને અયોગ્ય જાહેર કરવાથી ખાલી થઈ હતી. આ સીટ પરથી નવાજ શરીફની પત્ની કુલસુમ નવાજ ચૂંટણી જીતી છે. એમએમએલને રાજકીય પાર્ટીનો દરજ્જો આપવાનો ગૃહમંત્રાલયએ પણ ઈન્કાર કર્યો હતો. તે છતાં હાફિઝ સઈદે પાર્ટીની ઓફિસ શરૂ કરી છે.

પાકિસ્તાન સરકારે અદાલતને પણ વિનંતિ કરી છે કે, તેઓ હાફિઝ સઈદની તે અરજી પર વધારે ધ્યાન ન આપે, જેમાં એમએમએલને રાજકિય દળના રૂપમાં માન્યતા માટે ચૂંટણી-આયોગને આદેશ આપવાની માંગ કરી છે. પાકિસ્તાનના ગૃહ મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે, તેઓ રાજનીતિની મુખ્યધારામાં જેહાદી તત્વોને પ્રવેશવાની અનુમતિ આપશે નહી.
First published: