પાકિસ્તાનમાં આતંકવાદી હાફિઝ સઇદની ધરપકડ, ન્યાયિક હિરાસતમાં ધકેલાયો

News18 Gujarati
Updated: July 17, 2019, 3:15 PM IST
પાકિસ્તાનમાં આતંકવાદી હાફિઝ સઇદની ધરપકડ, ન્યાયિક હિરાસતમાં ધકેલાયો
આતંકવાદી હાફીઝ સઈદની ફાઇલ તસવીર

સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદને ગ્લોબલ આતંકવાદી જાહેર કરેલા હાફીઝને સરકારે ઝડપી પાડ્યો

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : આતંકવાદી હાફિઝ સઇદની પાકિસ્તાનમાં ધરપકડ થઈ ગઈ છે. હાફિઝને સરકારે ન્યાયિક હિરાસતમાં ધકેલ્યો હોવાનો અહેવાલ મળી રહ્યાં છે.  મુંબઈ 26-11 અને એટેક અને ઉરી હુમલાના માસ્ટર માઇન્ડ હાફિઝની ફરતે આતંરરાષ્ટ્રીય દબાણના પગલે ગાળીયો કસાયો છે. હાફિઝ સઇદને સરકારે ઝડપી અને તેને ન્યાયિક હિરાસતમાં ધકેલ્યો છે.

પ્રાપ્ત અહેવાલો મુજબ લાહોરથી ગુંજરાવાલા જઈ રહેલો હાફિઝ સઈદ પકડાયો છે. ભારતે આતંકવાદના મુદ્દે પાકિસ્તાન પર સર્જેલુ દબાણ કામ આવ્યું છે. હાફિઝની ધરપકડ ટેરર ફન્ડિંગના મામલે કરવામાં આવી છે.

આ પણ વાંચો : પાકિસ્તાને ખોલી એરસ્પેસ, હવે ભારતીય પ્લેન પસાર થઈ શકશે

પાકિસ્તાનની પંજાબ પોલીસના આતંકવાદ વિરોધી વિભાગ સીટીડીએ હાફિઝની ધરપકડ કરી છે. પાકિસ્તાનમાં સીટીડીએ હાફિઝ સહીત જમાત-ઉ દ દાવાના 13 નેતાઓ વિરુદ્ધ 23 કેસ નોંધ્યા હતા. સૂત્રોના મતે પાકિસ્તાન ભારત સાથે સારા સંબંધો બાંધવા ઇચ્છી રહ્યું છે. ઇમરાન સરકારે આંતરાષ્ટ્રીય સ્તરે દેશની છાપ સુધારવા આ પગલું ભર્યુ હોવાની ચર્ચા છે.

આ પણ વાંચો :  વાદળછાયા વાતાવરણમાં પણ એરસ્ટ્રાઇક શક્ય છેઃ એરફોર્સ ચીફ

ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરીમાં જમ્મુ-કાશ્મીરના રાજૌરી સેક્ટરના પુલવામાં ખાતે CRPFની બસ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ભારતના 44 વીર જવાનો શહીદ થયા હતા. આ હુમલાના જવાબમાં ભારતે એરસ્ટ્રાઇક કરી હતી. પાકિસ્તાનના બાલાકોટમાં થયેલી એરસ્ટ્રાઇકમાં 250 આતંકવાદીઓને ઠાર મરાયાના અહેવાલો હતા. આ ઘટના બાદ ભારત-પાકિસ્તાનના સંબંધો વણસ્યા હતા. ભારતે પાકિસ્તાને એકબીજા માટે એરસ્પેસ બંધ કરી હતી. આ ઘટના બાદ ગઈકાલે જ પાકિસ્તાને ભારતના વિમાનો માટે એરસ્પેસ ખોલી હતી.
Loading...

First published: July 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...