અમેરિકાના વિઝા અંગે મોટા સમાચાર! L-1, H1-B વિઝાની અરજી ફીમાં થયો ધરખમ વધારો

અમેરિકાના વિઝા અંગે મોટા સમાચાર! L-1, H1-B વિઝાની અરજી ફીમાં થયો ધરખમ વધારો
પ્રતિકાત્મક તસવીર

બંને પ્રકારના વિઝાની આ એપ્લિકેશન ફી આ વર્ષના ઓક્ટોબરમાં લાગુ થઈ જશે. જોકે, વિઝાનો ખર્ચ નિયોક્તા દ્વારા વહન કરવામાં આવશે.

 • Share this:
  મુંબઈઃ વિઝા લેવા માટે અરજી કરનાર લોકો માટે આ સમાચાર અગત્યના છે. વિઝા માટેની અરજીની ફીમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. H1-B Visa માટે બેઝીક એપ્લિકેશન ફીસમાં 21 ટકાનો વધારો થતાં 460 ડોલરથી વધીને 555 ડોલર થઈ જશે. L-1 Visaની બેઝીક ફીમાં 75 ટકાનો વધારો થતાં 805 ડોલર થઈ જશે. L-1 Visaનો ઉપયોગ કોઈપણ કર્મચારીનો ઈન્ટ્રા કંપની ટ્રાન્ફરમાં થાય છે. બંને પ્રકારના વિઝાની આ એપ્લિકેશન ફી આ વર્ષના ઓક્ટોબરમાં લાગુ થઈ જશે. જોકે, વિઝાનો ખર્ચ નિયોક્તા દ્વારા વહન કરવામાં આવશે. આમ હવે કોઈ કંપનીને પોતાના કોઈપણ કર્મચારીને વિદેશ મોકલવો પહેલાની તુલના કરતા મોંઘું પડશે.

  H1-B અરજીકર્તામાં સૌથી વધારે ભારતીયો


  તાજેતરમાં આવેલા આંકડાથી જાણી શકાય છે કે ગત નાણાંકિય વર્ષના 30 ડિસેમ્બર સુધી આશરે 3.88 લાખ H1-B વિઝા ઈશ્યૂ થયા હતા. જેમાંથી આશરે 2.78 લાખ વિઝા એટલે કે 72 ટકા ભારતીયોને ઈશ્યૂ કરવામાં આવ્યા હતા. જેમાં વિઝા એક્સટેન્શનના આંકડાનો પણ સમાવેશ થાય છે. એક તરફ સૌથી વધારે સંખ્યામાં ભારતીય લોકો છે જે H1-B માટે અરજી કરે છે. અમેરિકા સ્થિત કંપનીઓને પણ સારી સંખ્યામાં H1-B Visa કર્મચારીઓને નોકરી આપે છે.

  આ પણ વાંચોઃ-વિચિત્ર ઘટના! કોરોના મહિલા દર્દીએ આપ્યો બાળકને જન્મ, સંક્રમિત થયા બાદ ભૂલી ગઈ હતી કે તે ગર્ભવતી છે

  અમેરિકી ઈમિગ્રેશન એજન્સી પાસે ફંડની કમી
  અત્યારે અમેરિકાની ઈમિગ્રેશન એજન્સી, યુએસ સિટિજનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસેઝ એટલે (USCIS) અમેરિકી સરકાર પાસેથી 1.2 અરબ ડોલરની ઈમરજન્સી ફંડિગની માંગણી કરી છે. આ એજન્સીએ પોતાના વર્કફોર્સમાં 13,000 લોકોની છટણી કરવાની યોજનાને આગસ્ટ મહિનાના અંત સુધી ટાળી છે. સામાન્ય રીતે આમા એજન્સીના ફંડિંગનો એક મોટો હિસ્સો વીઝા માટે આવેદન કરવામાં આવતી ફીથી આવે છે.

  આ પણ વાંચોઃ-મુસાફરી દરમિયાન વ્યક્તિનો રિપોર્ટ આવ્યો કોરોના પોઝિટિવ, ચાલુ ટ્રેનમાં મચી દોડધામ

  આ પણ વાંચોઃ-સાળી સાથે લગ્નની લ્હાયમાં પતિએ પત્ની-પુત્રની કરી હત્યા, આવી રીતે ફૂટ્યો ભાંડો

  વિઝા એક્સટેન્શન ઉપર પણ ભારણ વધ્યું
  વર્તમાનમાં જે કંપનીઓમાં 50 ટકાથી વધારે કર્મચારીઓ છે અને તેઓ 50 ટકા અથવા તેનાથી વધારે કર્મચારીઓને H1-B Visa અથવા L-1 B Visa રજૂ કરવામાં આવ્યા છે. આવી કંપનીઓ પ્રતિ H1-B Visa માટે 4000 ડોલર અને પ્રતિ L-1B Visa માટે 4500 ડોલરનું ભુગતાન કરવાનું રહેશે. હવે વિઝા રિન્યૂ કરાવવા અથવા સમય વધારવા માટે ચૂકવણું કરવું પડશે. અમેરિકી એજન્સીને આનાથી વધારાની 20 કરોડ ડોલરની કમાણી થશે.

  આ સેવાના પણ ભાવ વધ્યા
  H1-B Visa વિઝા ધારકના પતિ/પત્નીને હવે વર્ક પરમિટ માટે 550 ડોલરનું ચૂકવણું કરવું પડશે. આ ફીમાં 34 ટકાનો વધારો થયો છે. સિટિજનશિપ માટે આવેદન કરવાની ફીસ 640 ડોલરથી વધીને 1170 ડોલર થઈ છે. આ પ્રકારે આમાં 83 ટકાનો વધારો થયો છે. બાયોમેટ્રિક સહિત અન્ય પ્રકારની સર્વિસ માટે પણ ફીનો વધારો થયો છે.
  Published by:ankit patel
  First published:August 01, 2020, 22:11 pm