વારાણસી : ઉત્તર પ્રદેશના વારાણસીની (Varanasi))જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં સર્વેનું (Gyanvapi Mosque Survey)કામ ત્રણ દિવસ પછી પુરું થઇ ગયું છે. આ દરમિયાન હિન્દુ પક્ષે દાવો કર્યો છે કે નંદીના મુખ સામે મસ્જિદના (Gyanvapi Mosque)વજુખાનામાંથી 12 ફૂટ 8 ઇંચનું શિવલિંગ (shivling photo viral)મળી આવ્યું છે. આ સાથે કોર્ટના આદેશ પર જિલ્લા પ્રશાસને શિવલિંગ વાળા વિસ્તારને સીલ કરવાની સાથે સીઆરપીએફ ગોઠવી દીધી છે. બીજી તરફ વજુખાના સીલ થયા પછી મુસ્લિમ પક્ષે દાવો કર્યો છે કે જેને શિવલિંગ બતાવવામાં આવી રહ્યું છે તે એક ફુવારો છે. આટલું જ નહીં મુસ્લિમ પક્ષના વકીલોએ તેનો ફોટો પણ વાયરલ કર્યો છે. શિવલિંગના (shivling)ફોટા સિવાય વીડિયો પણ વાયરલ થયો છે.
આ સિવાય મુસ્લિમ પક્ષના વકીલ તૌહીદ તરફથી વાયરલ ફોટાની જ્ઞાનવાપી મસ્જિદની દેખરેખ કરનાર અંજુમન ઇંતજામિયા કમેટીના સંયુક્ત સચિવ એસએમ યાસીને પૃષ્ટી કરી છે. મુસ્લિમ પક્ષનું કહેવું છે કે મુગલ કાલની મસ્જિદોમાં વજુખાનાની અંદર ફુવારા લગાવવાની પરંપરા રહી છે. તેનો જ એક પત્થર આજે સર્વેમાં મળ્યો છે. જેને શિવલિંગ બતાવવામાં આવી રહ્યું છે.
આ દરમિયાન સુપ્રીમ કોર્ટના (Supreme Court)અધિવક્તા હરિશંકર જૈનના પુત્ર વિષ્ણુશંકર જૈનનો દાવો છે કે જ્ઞાનવાપી મસ્જિદના (Gyanvapi Mosque)વજુખાનામાં શિવલિંગ મળ્યું છે. જે પછી વારાણસી (Varanasi)સિવિલ કોર્ટના જજ રવિ કુમાર દિવાકરે શિવલિંગના સ્થાનને સીલ કરીને તેને સીઆરપીએફના હવાલે કરી દીધું છે. વારાણસી સિવિલ કોર્ટે જિલ્લા પ્રશાસનને કહ્યું કે જે સ્થાને શિવલિંગ મળ્યું છે તેને સીલ કરવામાં આવે. શિવલિંગને સંરક્ષિત અને સુરક્ષિત કરતા કોઇને પણ જવાને મંજૂરી આપવામાં ના આવે.
અસદુદ્દીન ઓવૈસીએ વજુખાનાને સીલ કરવા પર ઉઠાવ્યો સવાલ
હૈદરાબાદના સાંસદ અને એઆઈએમઆઈએમના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ મુસ્લિમ પક્ષના દાવાને લઇને નિવેદન કર્યું છે. તેમણે કહ્યું કે દાવો કરવામાં આવી રહ્યો છે કે શિવલિંગ છે પણ મસ્જિદ કમિટીએ જણાવ્યું કે તે મસ્જિદનો ફુવારો છે અને મસ્જિદમાં આ હોય છે. જો શિવલિંગ હતું તો કોર્ટ કમિશ્નરે કહેવું જોઈતું હતું. કોર્ટેનો સીલ કરવાનો આદેશ 1991 એક્ટની વિરુદ્ધ છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર