Gyanvapi Masjid Verdict: જ્ઞાનવાપી મસ્જિદ અને શ્રૃંગાર ગૌરી કેસ મામલે વારણસી જિલ્લા અદાલતે હિન્દુઓના પક્ષમાં ચુકાદો આપ્યો છે. આ સાથે જ મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દીધી છે. ત્યારે કોર્ટે હિન્દુ પક્ષનો દાવો સાંભળવા યોગ્ય લાગ્યો છે. હવે મુસ્લિમ પક્ષ કાયદાકીય કાર્યવાહી આગળ વધારવા માટે તૈયારી કરી રહ્યું છે. કોર્ટના ચુકાદા બાદ પોલીસે એલર્ટ જાહેર કર્યું છે.
વારાણસીઃ જ્ઞાનવાપી મસ્જિદ અને શ્રૃંગાર ગૌરી કેસ મામલે વારાણસી જિલ્લા અદાલતે હિન્દુઓના પક્ષમાં ચુકાદો આપ્યો છે અને મુસ્લિમ પક્ષની અરજીને ફગાવી દીધી છે. ત્યારે કોર્ટે હિન્દુ પક્ષનો દાવો સાંભળવા યોગ્ય લાગ્યો હતો.
હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ જૈને જણાવ્યુ હતુ કે, જિલ્લા ન્યાયાધીશ એકે વિશ્વેશને આ કેસની પોષણિયતા પર સવાલ ઉઠાવતી અરજી ફગાવી દીધી છે અને સુનાવણી ચાલુ રાખવાની જાહેરા કરી છે. જાણો આ કેસ સાથે જોડાયેલી મહત્ત્વની વાતો...
1. જ્ઞાનવાપી મામલે કોર્ટમાં કહ્યુ છે કે, મસ્જિદ કમિટી તરફથી દાખલ કરવામાં આવેલી અરજી 7 રૂલ 11ના અંતર્ગત આ કેસ આવતો નથી. હિન્દુ પક્ષનો દાવો સાંભળવા યોગ્ય છે.
2. સોમવારે જ્ઞાનવાપી મસ્જિદ કેસ પર ચુકાદા પછી હવે આ મામલે 22મી સપ્ટેમ્બરે આગામી સુનાવણી હાથ ધરવામાં આવશે. ચુકાદા પછી મુસ્લિમ પક્ષ આગળની કાયદાકીય લડાઈ માટે તૈયારીમાં લાગી ગયો છે.
3. જ્ઞાનવાપી મસ્જિદ કેસ મામલે જિલ્લા કોર્ટના જજ અજય કૃષ્ણા વિશ્વેશને ચુકાદો આપ્યો છે. તેમણે શ્રૃંગાર ગૌરી મંદિરમાં પૂજા-દર્શન કરવાની મંજૂરી માગતી અરજીને સુનાવણી યોગ્ય ગણી છે.
4. હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને જ્ઞાનવાપી મસ્જિદમાં સરવે મામલે કેટલીક તાર્કિક વાતો કોર્ટ સામે રાખી હતી. તેમાંની કેટલીક તસવીરોને આધારે કોર્ટે હિન્દુ પક્ષની સુનાવણી કરવાનો નિર્ણય કર્યો છે. તો બીજીબાજુ મુસ્લિમ પક્ષની અરજીને રદ્દ કરી નાંખી છે.
5. જ્ઞાનવાપી મસ્જિદ મામલે ચુકાદો આવતા જ સમગ્ર ઉત્તર પ્રદેશમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. પોલીસે ખાસ કરીને મુસ્લિમ વિસ્તારમાં કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે.
6. જ્ઞાનવાપી કેસમાં હિન્દુ પક્ષના વકીલ હરિશંકર જૈન 22મી સપ્ટેમ્બરે આગામી સુનાવણીમાં દલીલો કરશે અને પુરાવા રજૂ કરશે. તો તે દરમિયાન મુસ્લિમ પક્ષ હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં ચુકાદાને પડકારવા માટે જઈ શકે છે.
7. ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડન સભ્ય મૌલાના રાશિદ ફિરંગી મહલે આ સમગ્ર ચુકાદાને વાંચવાની અને સમજવાની વાત કહી છે. આ સાથે જ તેઓ હાઇકોર્ટમાં ચુકાદને પડકારી શકે છે.
8. બાબરી મસ્જિદના પક્ષકાર રહેલા ઇકબાદ અંસારીએ જ્ઞાનવાપી મસ્જિદના ચુકાદાનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યુ હતુ કે, તેઓ કોર્ટના ચુકાદાનું સન્માન કરે છે. કોઈપણ કેસમાં અપીલ કરવી એ કાયદાકીય અધિકાર છે.
9. હવે આ કેસને હાઇકોર્ટમાં પડકારવામાં આવશે. અંજુમન ઇન્તજામિયા કમિટી હાઇકોર્ટનો આદેશ મળતા જ મંગળવારે અલાહાબાદ હાઇકોર્ટમાં કેસને પડકારશે.
10. હિન્દુ પક્ષના વકીલ સોહનલાલ આર્યએ કોર્ટની બહાર કહ્યું કેસ પ્રત્યેક કાશીવાસીને અપીલ છે કે શાંતિ જાળવી રાખે. વધુ સુનાવણી 22 સપ્ટેમ્બરના રોજ થશે.
Published by:Vivek Chudasma
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર