વારાણસી (Varanasi)સિવિલ કોર્ટના જજ રવિ કુમાર દિવાકરે શિવલિંગના સ્થાનને સીલ કરીને તેને સીઆરપીએફના હવાલે કરી દીધું છે
Gyanvapi Mosque Survey - જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે અને ફોટોગ્રાફીનું કામ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઇ ગયું છે. હવે મંગળવારે એટલે કે 17 મે ના રોજ કોર્ટ કમિશ્રર પોતાનો રિપોર્ટ રજુ કરશે
વારાણસી : જ્ઞાનવાપી મસ્જિદ (Gyanvapi Mosque Survey)અને શ્રૃંગાર ગૌરી મંદિર વિવાદના મામલે કોર્ટના આદેશ પર અધિવક્તા કમિશ્નર દ્વારા સર્વે અને ફોટોગ્રાફીનું કામ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઇ ગયું છે. હવે મંગળવારે એટલે કે 17 મે ના રોજ કોર્ટ કમિશ્રર પોતાનો રિપોર્ટ રજુ કરશે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટના (Supreme Court)અધિવક્તા હરિશંકર જૈનના પુત્ર વિષ્ણુશંકર જૈનનો દાવો છે કે જ્ઞાનવાપી મસ્જિદના (Gyanvapi Mosque)વજુખાનામાં શિવલિંગ મળ્યું છે. જે પછી વારાણસી (Varanasi)સિવિલ કોર્ટના જજ રવિ કુમાર દિવાકરે શિવલિંગના સ્થાનને સીલ કરીને તેને સીઆરપીએફના હવાલે કરી દીધું છે.
તમને જણાવી દઇએ કે એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં અધિવક્તા વિષ્ણુ શંકર જૈને કહ્યું કે સર્વે દરમિયાન શિવલિંગ મળ્યું છે. જે પછી વારાણસી સિવિલ કોર્ટે સ્થળને સીલ કરવાનો આદેશ આપ્યો છે. વારાણસી સિવિલ કોર્ટે જિલ્લા પ્રશાસનને કહ્યું કે જે સ્થાને શિવલિંગ મળ્યું છે તેને સીલ કરવામાં આવે. શિવલિંગને સંરક્ષિત અને સુરક્ષિત કરતા કોઇને પણ જવાને મંજૂરી આપવામાં ના આવે. જોકે મુસ્લિમ પક્ષે બધા દાવાને ફગાવી દીધા છે. તેમનું કહેવું છે કે આવું કશું જ નથી અને રિપોર્ટ હજુ કોર્ટ સમક્ષ રજુ થવાનો છે.
ઉલ્લેખનીય છે કે આ મામલે નવો ટ્વિસ્ટ આવ્યો છે. આ મામલામાં વજૂખાનાને હવે સીઆરપીએફના હવાલે કરી દેવામાં આવ્યું છે. હવે આ અરજી પર અલગથી સુનાવણી થશે. હવે જોવું રહ્યું કે જ્યારે મંગળવારે કોર્ટમાં રિપોર્ટ રજુ થશે તો જજ શું નિર્ણય આપશે તે મહત્વનું રહેશે. આ દરમિયાન આ મામલે 17 મે ના રોજ સુપ્રીમ કોર્ટમાં પણ સુનાવણી થશે. રિપોર્ટ સાર્વજનિક થશે કે નહીં તે સુપ્રીમ મંગળવારે નિશ્ચિત કરશે.
કોર્ટે આપ્યો આવો આદેશ
સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ અધિવક્તા હરિશંકર જૈનના પુત્ર વિષ્ણુ જૈનના પ્રાર્થના પત્રને કોર્ટે સ્વીકાર કર્યો છે. જેમાં એ દાવો કરવામાં આવ્યો છે કે પરિસરથી શિવલિંગ મળ્યું છે. આ અરજીનો કોર્ટે સ્વીકાર કર્યો છે અને જિલ્લા મેજિસ્ટ્રેટ બનારસને આદેશ આપ્યો છે કે જે સ્થાને શિવલિંગ પ્રાપ્ત થયું છે તે સ્થાનને તત્કાળ પ્રભાવથી સીલ કરી દેવામાં આવે અને સીલ કરેલા સ્થાન પર કોઇપણ વ્યક્તિને પ્રવેશ કરવા દેવામાં ના આવે.
" isDesktop="true" id="1209550" >
જિલ્લા મેજિસ્ટ્રેટ વારાણસી, પોલીસ કમિશ્નર બનારસ અને સીઆરપીએફ કમાંડેન્ટ બનારસને આદેશ કરવામાં આવે છે કે જે સ્થાનને સીલ કરવામાં આવ્યું છે તે સ્થાનને સંરક્ષિત અને સુરક્ષિત રાખવાની પૂર્ણતા વ્યક્તિગત જવાબદારી ઉપરોક્ત સમસ્ત અધિકારીઓની વ્યક્તિગત માનવામાં આવશે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર