Home /News /national-international /Gyanvapi Survey: વજુખાનાનો એક વર્ષ જૂનો વીડિયો આવ્યો સામે, ફુવારાના દાવા પર ઉઠ્યા સવાલ

Gyanvapi Survey: વજુખાનાનો એક વર્ષ જૂનો વીડિયો આવ્યો સામે, ફુવારાના દાવા પર ઉઠ્યા સવાલ

જ્ઞાનવાપી મસ્જિદ

gyanvapi mosque news - આ વીડિયોના આધારે હવે હિન્દુ પક્ષ મુસ્લિમ પક્ષના ફુવારાના દાવા પર સવાલ ઉઠાવી રહ્યો છે. હિન્દુ પક્ષનો દાવો છે કે, ફુવારો પાણીની ઉપર હોય છે, પાણીની અંદર નહીં

Gyanvapi Masjid Survey Case: જ્ઞાનવાપી મસ્જિદ (Gyanvapi Masjid case) બાબતે દરરોજ નવી નવી જાણકારી સામે આવી રહી છે. તાજેતરમાં એક વીડિયો (Gyanvapi Masjid video) વાયરલ થયો છે. આ વીડિયો જ્ઞાનવાપી મસ્જિદનો હોવાનું કહેવાય છે. વીડિયોમાં નંદી સ્ટ્રક્ચર (Gyanvapi Masjid structure)ને જોઈ રહ્યો છે, આ સ્ટ્રક્ચર શિવલિંગ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, વજુખાનામાં પાણી ભરેલું છે અને જે કૂવામાં શિવલિંગનો દાવો કરવામાં આવી રહ્યો છે તે સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થઇ ગયેલ છે. નિષ્ણાંતો કહે છે કે, જો તે ફુવારો છે તો પછી તે પાણીમાં કેવી રીતે ડૂબી જાય છે. જેથી આ વીડિયોમાં મુસ્લિમ પક્ષના ફુવારાના દાવા પર સવાલો ઉભા કરાયા છે.

ઉલ્લેખનીય છે કે, વજુખાના અને નંદી વચ્ચેની દિવાલમાં જોવા મળતા કોંક્રિટ સ્ટ્રક્ચરને તોડીને સર્વે કરવાની અરજી વારાણસી સિવિલ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે, જેના પર સુનાવણી થઈ શકે છે

આ પણ વાંચો - મુઘલો દ્વારા અનેક વખત ધ્વસ્ત કરવામાં આવ્યું વિશ્વનાથ મંદિર! જાણો કઇ રીતે નિર્માણ પામી જ્ઞાનવાપી મસ્જિદ

નવા સર્વેની અરજીમાં પણ આ જગ્યાનો ઉલ્લેખ

અત્યારે સામે આવેલો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો એક વર્ષ જૂનો હોવાનું કહેવાય છે, જેમાં જોવા મળી રહ્યું છે કે, વજુખાના એક જાળીથી ઘેરાયેલું છે અને પાણીથી ભરેલું છે. જે નક્કર બંધારણને હિન્દૂ પક્ષ શિવલિંગ તરીકે વર્ણવી રહ્યો છે તે પાણીમાં ડૂબી ગયું છે. આ વીડિયોના આધારે હવે હિન્દુ પક્ષ મુસ્લિમ પક્ષના ફુવારાના દાવા પર સવાલ ઉઠાવી રહ્યો છે. હિન્દુ પક્ષનો દાવો છે કે, ફુવારો પાણીની ઉપર હોય છે, પાણીની અંદર નહીં. આ દરમિયાન નવા સર્વે માટે દાખલ કરવામાં આવેલી અરજીમાં આ સ્થાનનો ઉલ્લેખ કરાયો છે.
" isDesktop="true" id="1210212" >

પ્રોફેસરે કર્યો આવો દાવો

વાયરલ વીડિયો વિશે News18 સાથે વાત કરતા પ્રોફેસર રામ નારાયણ દ્વિવેદીએ કહ્યું કે, આપણા શાસ્ત્રોમાં ખૂબ જ સ્પષ્ટ લખ્યું છે કે શિવના દક્ષિણ ભાગમાં જ્ઞાનવાપી નામનો એક કૂવો છે. આ કૂવો હાલની કહેવાતી મસ્જિદ છે, તેની ઉત્તર દિશામાં જે ભાગ છે તે વિશ્વનાથ મંદિર છે. જ્યાં શિવલિંગ જોવા મળે છે તે અવમુક્તેશ્વર મહાદેવ છે. આપણા શાસ્ત્રોમાં જ્ઞાનવાપીના ચાર મંડપ હોવાની કહેવાયું છે, જેમાં ઐશ્વર્યા મંડપ, જ્ઞાન મંડપ, મુક્તિ મંડપ અને વિશ્વેશ્વર મંડપનો સમાવેશ થાય છે. વિશ્વેશ્વર મંડપમાં જ ભગવાન વિશ્વનાથ બિરાજમાન છે. સર્વેમાં જે મળ્યું છે તે ફુવારો નહીં પણ વિશાળ શિવલિંગ છે. ઘણા પુરાણોમાં પણ તેનો ઉલ્લેખ છે.
First published:

Tags: Gyanvapi Mosque, Uttar Pradesh‬, ​​Uttar Pradesh News

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો