વારાણસી/નવી દિલ્હી : જ્ઞાનવાપી મસ્જિદ-શ્રૃંગાર ગૌરી વિવાદ (Gyanvapi Masjid Case) મામલામાં ગુરુવારે વારાણસી સિવિલ કોર્ટથી સુનાવણી થવાની છે. વારાણસીના સિવિલ કોર્ટમાં (Varanasi Civil Court)આજે કમિશ્નર વિશાલ સિંહ 15, 16 અને 17 મે ના રોજ કરવામાં આવેલા સર્વે અને વીડિયોગ્રાફી રિપોર્ટ રજુ કર્યા છે. સાથે કોર્ટ આ મામલા સાથે જોડાયેલી બે અરજીઓ ઉપર પણ સુનાવણી કરશે. વારાણસી (Varanasi)સિવિલ કોર્ટમાં જે બે અરજીઓ પર સુનાવણી થવાની છે તેમાં મહિલા વાદીઓનો છે જેમાં નંદી સામે રહેલા વજુખાનામાં મળેલા કથિત શિવલિંગ સામેની દિવાલ તોડવાની અને તેની નીચે ભોયરું તોડીને કમિશનની કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે.
બીજી તરફ સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઇ નથી. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ જૈને પોતાનો પક્ષ રાખવા માટે શુક્રવાર સુધીનો સમય માંગ્યો હતો. જેથી સુપ્રીમ કોર્ટમાં હવે આ મામલે શુક્રવારે સુનાવણી થશે. બીજી તરફ મુસ્લિમ પક્ષે આજે જ સુનાવણી થાય તે તેવી વાત કરી હતી.
આ દરમિયાન સુપ્રીમ કોર્ટના (Supreme Court)અધિવક્તા હરિશંકર જૈનના પુત્ર વિષ્ણુશંકર જૈનનો દાવો છે કે જ્ઞાનવાપી મસ્જિદના (Gyanvapi Mosque)વજુખાનામાં શિવલિંગ મળ્યું છે. જે પછી વારાણસી (Varanasi)સિવિલ કોર્ટના જજ રવિ કુમાર દિવાકરે શિવલિંગના સ્થાનને સીલ કરીને તેને સીઆરપીએફના હવાલે કરી દીધું છે. વારાણસી સિવિલ કોર્ટે જિલ્લા પ્રશાસનને કહ્યું કે જે સ્થાને શિવલિંગ મળ્યું છે તેને સીલ કરવામાં આવે. શિવલિંગને સંરક્ષિત અને સુરક્ષિત કરતા કોઇને પણ જવાને મંજૂરી આપવામાં ના આવે.
પ્રોફેસરે કર્યો આવો દાવો
જ્ઞાનવાપી મસ્જિદ મામલે એક વીડિયો (Gyanvapi Masjid video) વાયરલ થયો છે. આ વીડિયો જ્ઞાનવાપી મસ્જિદનો હોવાનું કહેવાય છે. વીડિયોમાં નંદી સ્ટ્રક્ચર (Gyanvapi Masjid structure)ને જોઈ રહ્યા છે, આ સ્ટ્રક્ચર શિવલિંગ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
" isDesktop="true" id="1210522" >
વાયરલ વીડિયો વિશે News18 સાથે વાત કરતા પ્રોફેસર રામ નારાયણ દ્વિવેદીએ કહ્યું કે, આપણા શાસ્ત્રોમાં ખૂબ જ સ્પષ્ટ લખ્યું છે કે શિવના દક્ષિણ ભાગમાં જ્ઞાનવાપી નામનો એક કૂવો છે. આ કૂવો હાલની કહેવાતી મસ્જિદ છે, તેની ઉત્તર દિશામાં જે ભાગ છે તે વિશ્વનાથ મંદિર છે. જ્યાં શિવલિંગ જોવા મળે છે તે અવમુક્તેશ્વર મહાદેવ છે. આપણા શાસ્ત્રોમાં જ્ઞાનવાપીના ચાર મંડપ હોવાની કહેવાયું છે, જેમાં ઐશ્વર્યા મંડપ, જ્ઞાન મંડપ, મુક્તિ મંડપ અને વિશ્વેશ્વર મંડપનો સમાવેશ થાય છે. વિશ્વેશ્વર મંડપમાં જ ભગવાન વિશ્વનાથ બિરાજમાન છે. સર્વેમાં જે મળ્યું છે તે ફુવારો નહીં પણ વિશાળ શિવલિંગ છે. ઘણા પુરાણોમાં પણ તેનો ઉલ્લેખ છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર