Home /News /national-international /Gyanvapi Masjid Case: શ્રૃંગાર ગૌરી કેસમાં વધુ સુનાવણી હાથ ધરાશે, મુસ્લિમ પક્ષની અરજી ફગાવાઈ

Gyanvapi Masjid Case: શ્રૃંગાર ગૌરી કેસમાં વધુ સુનાવણી હાથ ધરાશે, મુસ્લિમ પક્ષની અરજી ફગાવાઈ

જ્ઞાનવાપી કેસનો આજે કોર્ટ ચુકાદો આપશે.

જ્ઞાનવાપી-શ્રૃંગાર ગૌરી કેસમાં સોમવારે વારાણસી જિલ્લા કોર્ટ ચુકાદો આપે તેવી શક્યતા છે. ચુકાદા પહેલા વારાણસીમાં હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવ્યો હતો. આ પાઠમાં મોટા પ્રમાણમાં લોકો જોડાયા હતા. જિલ્લા જજ ડો. અજય કૃષ્ણ વિશ્વેશ આજે જ્ઞાનવાપી શ્રૃંગાર ગૌરી કેસમાં આજે ચુકાદો આપે તેવી શક્યતા છે.

વધુ જુઓ ...
    વારાણસીઃ વારાણસીની જ્ઞાનવાપી-શ્રૃંગાર ગૌરી કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો છે. જ્ઞાનવાપી મામલામાં હિન્દુ પક્ષની અરજીનો સ્વીકાર કરવામાં આવ્યો છે.  આ અરજીની વધુ સુનાવણી 22 સપ્ટેમ્બરે હાથ ધરાશે.  કોર્ટે અરજી અંગે કહ્યું હતું કે આ કેસ સાંભળવા લાયક છે. વિશ્વ વૈદિક સનાતન સંઘના પ્રમુખ જીતેન્દ્ર સિંહ બિસેને જણાવ્યું કે કોર્ટે હિન્દુ પક્ષની દલીલનો સ્વીકાર કર્યો છે અને મુસ્લિમ પક્ષના આ અંગેના તમામ વાંધાઓને ફગાવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ મામલામાં મુસ્લિમ પક્ષે વર્ષ 1991ના વર્શિપ એક્ટને ટાંકીને દલીલ કરતા પરિસરમાં દર્શન-પૂજાની પરવાનગી બાબતે વાંધો વ્યક્ત કર્યો હતો.

    કોર્ટે આપણી વાતનો સ્વીકાર કર્યો છેઃ હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈન

    હિન્દુ પક્ષના વકીલ સોહનલાલ આર્યએ કોર્ટની બહાર કહ્યું કે પ્રત્યેક કાશીવાસીને નિવેદન છે કે શાંતી જાળવી રાખે. વધુ સુનાવણી 22 સપ્ટેમ્બરના રોજ થશે. હાલ સમગ્ર ઉત્તર પ્રદેશમાં ખુશીનો માહોલ છે, તે હર્ષની વાત છે. હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને કહ્યું કે આજે કોર્ટે આપણી વાતનો સ્વીકાર કર્યો છે અને મુસ્લિમ પક્ષની અરજીને ફગાવી દીધી છે. કોર્ટ આગામી સુનાવણીમાં મુસ્લિમ પક્ષને તેનો જવાબ દાખલ કરવા માટે કહ્યું છે.



    લોકોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈને હનુમાન ચાલીસાના પાઠ કર્યા
    હનુમાન ચાલીસાની ચોપાઈની સાથે લોકો અહીં તાળીઓ વગાડીને પ્રાર્થના કરી હતી કે આજે જે જ્ઞાનવાપી પર ચુકાદો આવવાનો છે, તો તે હિન્દુઓના પક્ષમાં આવે. આ પ્રાર્થના સાથે મહિલાઓ અને પુરુષોએ એક થઈને હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો. હનુમાન ચાલીસાની સાથે-સાથે મંદિરના ખુણેખુણામાં હર-હર મહાદેવનો જયકાર સંભળાતો હતો. અહીં એકત્રિત થયેલા લોકોના મનમાં એક જ મનોકામના હતી કે આજના નિર્ણય પછી આ કેસ વધુ આગળ વધે. આ દરમિયાન મહિલાઓમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો.

    વારાણસી પોલીસ કમિશ્નરે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો
    બીજી તરફ હાલ ચુકાદાને ધ્યાનમાં રાખીને વારાણસી પોલીસ કમિશ્નરે શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. એક-એક ખુણામાં પોલીસ ફોર્સ તહેનાત કરવામાં આવી હતી. સંવેદનશીલ વિસ્તારોમાં સોશિયલ મીડિયા પર ખાસ વોચ રાખવામાં આવી હતી. હિન્દુ પક્ષના વકીલ સુભાષ નંદન ત્રિપાઠીએ કહ્યું હતું કે પહેલા હિન્દુ પક્ષે જ્ઞાનવાપી મામલામાં શ્રૃંગાર ગૌરી પૂજા મામલાને લઈને અરજી દાખલ કરી હતી. તે પછીથી મુસ્લિમ પક્ષે વરશીપ એક્ટને ટાંકીને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

    આ પણ વાંચોઃ જ્ઞાનવાપી મસ્જિદ સર્વે : અજય મિશ્રાએ સોંપ્યો રિપોર્ટ

    ચુકાદો આદર્શ હોવો જોઈએ
    અયોધ્યા બાબરી મસ્જિદ અને રામજન્મભૂમિ વિવાદમાં મુસ્લિમ પક્ષના એડવોકેટ રહેલા ઈકબાલ અંસારીએ જ્ઞાનવાપીના ચુકાદા પહેલા કહ્યું હતું કે આપણા દેશમાં ચુકાદાથી જ ન્યાય મળે છે. આજનો ચુકાદો પણ દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચુકાદામાં હિન્દુ-મુસ્લમાન બંને પક્ષોનો ખ્યાલ રાખવો જોઈએ. ચુકાદો એવો હોવો જોઈએ કે દેશના લોકો જાણે અને સમજે કે બધાની સાથે ન્યાય થયો. આદર્શ ચુકાદો હોવો જોઈએ.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Court case, Gyanvapi Masjid Controversy, Varansi

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन