Gyanvapi Mosque Case: વારાણસીનાં જ્ઞાનવાપી મસ્જિદમાં મળેલ કથિત શિવલિંગનું કાર્બન ડેટિંગ નહીં થાય. આજે જિલ્લા જજ કૃષ્ણ વિશ્વેશ દ્વારા શિવલિંગનાં કાર્બન ડેટિંગની માંગ પર કરવામાં આવેલ અરજીને રદ કરી દેવામાં આવી છે. કોર્ટ દ્વારા આપવામાં આવેલ આ ચુકાદાનાં કારણે હિન્દુ પક્ષને ફટકો પડ્યો હોવાનું માનવમાં આવે છે.
કાર્બન ડેટિંગ શું છે?
કાર્બન ડેટિંગની મદદથી દ્વારા કોઈ વસ્તુ કેટલી જૂની છે તે જાણી શકાય છે. આ માટે લાકડા, જૂની વસ્તુઓ અને ખડકોની ઉંમર શોધી શકાય છે. આ ટેક્નોલોજી 1949માં શિકાગો યુનિવર્સિટીના વૈજ્ઞાનિક વિલિયર્ડ લિબ્બીએ શોધી હતી. જ્ઞાનવાપી કેસમાં પણ આ જ કાર્બન ડેટિંગ દ્વારા શિવલિંગ કેટલું જૂનું છે એ જાણવા માટે માંગ થઈ હતી. હિન્દુ પક્ષની આ માંગને કોર્ટે ફગાવી દીધી છે.
કાર્બન ડેટિંગનો ઉપયોગ
કાર્બન ડેટિંગ એ વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી એક પદ્ધતિ છે. તેના ઉપયોગ દ્વારા કાર્બનિક પદાર્થોની ઉંમર જાણી શકાય છે. આપણા પર્યાવરણમાં કાર્બનના ત્રણ આઇસોટોપ હોય છે. જેમા કાર્બન-12, 13 અને 14 હોય છે. કોઈ વસ્તુની ઉંમર અથવા તો તે કેટલી જૂની છે તે જાણવા માટે કાર્બન-14ની ચકાસણી કરવી જરૂરી છે, બાકીના બે આઇસોટોપ વાતાવરણમાં સરળતાથી મળી જાય છે.
શા માટે કાર્બન 14?
કાર્બન-14 એ કિરણોત્સર્ગી પદાર્થ છે. સમય જતાં તે જૈવિક શરીરમાં ઘટવા લાગે છે. તેના હાફ લાઈફના સાતથી આઠ ચક્ર પૂર્ણ કર્યા પછી, કાર્બન-14નું પ્રમાણ લગભગ નહિવત્ રહે છે.
ખડક કેટલો જૂનો છે તે કાર્બન ડેટિંગ દ્વારા ત્યારે જ નક્કી કરી શકાય છે. જો તેની નીચે કોઈ ઓર્ગેનિક સામગ્રી હોય, જેમ કે છોડના ભાગો અથવા મૃત જીવ કે એ મળી શકે એમ હોય તો આનાથી તે ખડક કેટલા વર્ષ જૂનો છે તે જાણી શકાય છે. લાકડું, કોલસો, અસ્થિ, પેઇન્ટિંગ, વાળ, કૃમિ, ચામડું અને ફળ જેવી કાર્બનિક સામગ્રી ધરાવતી સામગ્રીની ઉંમર શોધવા માટે કાર્બન ડેટિંગ જરૂરી છે.
જો કે એ પણ સાચું કે આ પ્રકારે ચકાસાયેલી ઉંમર પણ અંદાજિત હોય છે, કોઈ ચોક્કસ નથી હોતી.
સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવું રહ્યું
કોર્ટે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આદેશાનુસાર જ્યાં કથિત શિવલિંગ મળ્યું છે ત્યાં તેની જાળવળી કરવામાં આવે. પરંતુ જો તેનું કાર્બન ડેટિંગ કરવામાં આવે તો સંભવત: તેને નુકસાન થઈ શકે છે. અને તેના કારણે પણ ઘણા લોકોની લાગણી દુભાઈ શકે છે. માટે કાર્બન ડેટિંગ કરવાની પરવાનગી આપી શકાય એમ નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર