Home /News /national-international /Gyanvapi Masjid case : જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં સુપ્રીમ કોર્ટમાં દાખલ થઇ વધુ એક અરજી, શું કરી છે માંગણી

Gyanvapi Masjid case : જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં સુપ્રીમ કોર્ટમાં દાખલ થઇ વધુ એક અરજી, શું કરી છે માંગણી

અશ્વિની ઉપાધ્યાયે અરજી દાખલ કરીને માંગણી કરી છે કે તેમનો પક્ષ પણ સાંભળવામાં આવે

gyanvapi mosque controversy - અશ્વિની ઉપાધ્યાયે પોતાની અરજીમાં એ પણ દલીલ આપી છે કે ઇસ્લામિક સિદ્ધાંતો પ્રમાણે મંદિર તોડીને બનાવેલી કોઇ મસ્જિદ વૈધ મસ્જિદ નથી

દિલ્હી/વારાણસી : કાશી વિશ્વનાથ મંદિર-જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ (Gyanvapi Masjid case)મામલામાં વધુ એક અરજી સુપ્રીમ કોર્ટમાં (Supreme Court)દાખલ કરવામાં આવી છે. અશ્વિની ઉપાધ્યાયે અરજી દાખલ કરીને માંગણી કરી છે કે તેમનો પક્ષ પણ સાંભળવામાં આવે. તેમણે કહ્યું કે આ મામલો સીધી રીતે તેમની ધાર્મિક સ્વતંત્રતાના અધિકારો સાથે જોડાયેલો છે. સદીયોથી ભગવાન આદિ વિશેશ્વરની પૂજા થાય છે. આ સંપત્તિ હંમેશા તેમની રહી છે. કોઇ કાળે સંપત્તિમાંથી તેમનો અધિકાર છીનવી શકે નહીં. એક વખત પ્રાણ પ્રતિષ્ઠા થઇ ગયા પછી મંદિરના કેટલાક ભાગને ધ્વસ્ત કરીને નમાજ પઢવાથી મંદિરનું ધાર્મિક સ્વરૂપ બદલતું નથી. જ્યાં સુધી વિસર્જનની પ્રક્રિયા દ્વારા મૂર્તિઓને ત્યાંથી શિફ્ટ ના કરવામાં આવે.

તેમણે પોતાની અરજીમાં એ પણ દલીલ આપી છે કે ઇસ્લામિક સિદ્ધાંતો પ્રમાણે મંદિર તોડીને બનાવેલી કોઇ મસ્જિદ વૈધ મસ્જિદ નથી. 1991નો પ્લેસેસ ઓફ વર્શિપ એક્ટ કોઇ ધાર્મિક સ્થળના સ્વરૂપને નિર્ધારિત કરવાથી રોકી શકે નહીં. તેમણે પોતાની અરજીમાં મસ્જિદ કમિટીની અરજીને ફગાવવાની માંગણી કરી છે.

આ પણ વાંચો - પાકિસ્તાનની સુંદર એન્જટના પ્રેમજાળમાં ફસાયો ભારતીય સેનાનો જવાન, આવી રીતે પાડ્યો ખેલ

સુપ્રીમ કોર્ટના આદેશ પછી આજે પ્રથમ વખત તેની સુનાવણી જિલ્લા જજ ડો અભય કૃષ્ણ વિશ્વેસના કોર્ટમાં થશે. સુપ્રીમ કોર્ટના આદેશ પછી કેસ સાથે જોડાયેલી પત્રાવલી જિલ્લા જજના કોર્ટમાં પહોંચી ગઈ છે. અત્યાર સુધી આ મામલાની સુનાવણી સિવિલ જજ સીનિયર ડિવિઝન રવિ કુમાર દિવાકરની કોર્ટમાં ચાલી રહી હતી. અત્યાર સુધી આ મામલામાં કોર્ટના આદેશ પર એડવોકેટ કમિશ્નરની કાર્યવાહીનો કમિશન રિપોર્ટ પણ દાખલ થઇ ગયો છે.

પૂર્વ કોર્ટ કમિશ્નર અજય મિશ્રાએ સોંપ્યો રિપોર્ટ

જ્ઞાનવાપી મસ્જિદ-શ્રૃંગાર ગૌરી સર્વે કેસમાં પૂર્વ કોર્ટ કમિશનર અજય મિશ્રાએ (court commissioner ajay mishra)વારાણસી (varanasi)સિવિલ કોર્ટમાં પોતાનો બે દિવસનો સર્વે રિપોર્ટ રજૂ કરી દીધો છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર પૂર્વ કોર્ટ કમિશનર અજય મિશ્રાએ રજૂ કરેલા બે પાનાના રિપોર્ટમાં શેષનાગની બનેલી શિલાપટનો પણ ઉલ્લેખ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મસ્જિદની ઉત્તરથી પશ્ચિમ તરફ જતી વખતે દિવાલોની વચ્ચે આ શિલાપટ બનેલો છે, જે શેષનાગનો આકાર ધરાવે છે.

આ સિવાય પણ ઘણી જગ્યાએ દેવી-દેવતાઓની આકૃતિઓ મળી આવી છે. કેટલાક શિલાપટો પર કમળની આકૃતિ પણ જોવા મળી હતો. જ્ઞાનવાપીની ઉત્તરથી પશ્ચિમ તરફ દિવાલના ખૂણા પર અવશેષો મળી આવ્યા છે. અહીં નવું બાંધકામ જોવા મળ્યું હતું. આ સાથે જ ચોથી મૂર્તિ પર સિંદૂરનો જાડો લેપ ચઢેલો જોવા મળ્યો હતો. સિંદૂરી રંગની ચાર મૂર્તિ જોવા મળી હોવાનો પણ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે.
First published:

Tags: Gyanvapi Masjid Controversy, Gyanvapi Mosque, Uttar Pradesh‬