Dhar: જ્ઞાનપુરામાં હનુમાન મંદિરના પૂજારીની લાઠી-ડંડા મારી હત્યા, આરોપી ફરાર

પહાડી પર આવેલા હનુમાન મંદિરના પૂજારી અરૂણ દાસની અજ્ઞાત હુમલાખોરોએ હત્યા કરી દીધી.

મંદિરના ચોકીદારને બચાવવા જતાં હનુમાન મંદિરના પૂજારી પર બદમાશો તૂટી પડ્યા, હોસ્પિટલમાં લીધા છેલ્લા શ્વાસ

  • Share this:
    નવીન મેહર, ધાર. મધ્ય પ્રદેશમાં (Madhya Pradesh) ધારના (Dhar) જ્ઞાનપુરામાં (Gyanpura) એક પૂજારીની હત્યાનો (Priest Murder Case) ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. પૂજારી અહીં એક પહાડી પર હનુમાન મંદિરમાં (Hanuman Temple) રહેતા હતા. આરોપીઓ વિશે હજુ કંઈ જાણી શકાયું નથી. પોલીસનો (Police) દાવો છે કે ટૂંક સમયમાં તમામ આરોપીઓને ઝડપી લેવામાં આવશે.

    ધારના (Dhar) જ્ઞાનપુરા ગામમાં (Gyanpura Village) એક પૂજારીની ધોળે દિવસે હત્યા (Priest Murder Case) કરી દેવામાં આવી છે. ત્યારબાદથી આ વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ છે. મૃતક પૂજારીનું નામ અરૂણ દાસ (Priest Arun Das) હતું. તે અહીં પહાડી પર આવેલા હનુમાન મંદિરમાં (Hanuman Temple) પૂજારી અને છેલ્લા પાંચ વર્ષથી આ જ મંદિરમાં રહેતો હતો.

    લાઠી-ડંડાથી કરી મારપીટ

    જ્ઞાનપુર ગામની પહાડી પર હનુમાન મંદિર આવેલું છે. અહીંના પૂજારી અરુણ દાસ હતા. તેઓ છેલ્લા પાંચ વર્ષથી અહીં મંદિરમાં જ રહીને પૂજા કરી રહ્યા હતા. મળતી માહિતી મુજબ, ગત રાત્રે મંદિરની બહારની તરફ કેટલાક લોકો ઊભા હતા. મંદિરમાં રાહુલ નામનો યુવક ચોકીદાર (Guard) છે. રાહુલે યુવકોને ત્યાં ઊભા રહેવાનું કારણ પૂછ્યું તો બદમાશોએ તેની સાથે લાકડી, ડંડા અને પથ્થરોથી મારપીટ શરૂ કરી દીધી. આ જોઈને પૂજારી અરૂણ દાસ બચાવ માટે દોડી ગયા. બદમાશોએ તેમની સાથે પણ ખૂબ જ ખરાબ રીતે મારપીટ કરી. જેમાં પૂજારી ઘાયલ (Priest injured in attack) થઈ ગયા અને બેભાન થઈને ફસડાઈ પડ્યા.

    આ પણ વાંચો, સોનીપતમાં 23 વર્ષીય યુવકની પાંચ ગોળી મારી હત્યા, ઝાડીઓમાં મળી લાશ

    હત્યાની ધમકી

    ચોકીદાર રાહુલની સાથે પણ બદમાશોએ મારપીટ કરી અને જીવથી મારી નાખવાની ધમકી આપીને ફરાર થઈ ગયા. રાહુલે નજીકમાં આવેલા ગામના લોકોને હુમલાની જાણકારી આપી. લોકો મંદિરે પહોંચ્યા અને ઘાયલ પૂજારીને તાત્કાલિક હોસ્પિટલ (Hospital) લઈ ગયા. પરંતુ પૂજારીની હાલત ગંભીર હતી. પૂજારીનું સારવાર દરમિયાન નિધન થયું. આ સમગ્ર મામલામાં ચોકીદાર રાહુલની ફરિયાદ પર તિરલા પોલીસે (Dhar Police) કેસ નોંધી લીધો છે. પોલીસનો દાવો કરી રહી છે કે ટૂંક સમયમાં તેઓ આરોપીઓની ધરપકડ કરી લેશે.

    આ પણ વાંચો, કોલેસ્ટ્રોલ ઘટાડવા જતાં મળ્યું મોત, પહેલીવાર મોર્નિંગ વોક ઉપર નીકળેલી મહિલાને કારે ઉડાવી

    આ મામલે CSP દેવેન્ર્ ધુર્વે જણાવ્યું કે, એ લોકોએ ડંડાઓથી મારવાનું શરૂ કરી દીધું. ચોકીદારને પણ કેટલીક ઈજાઓ થઈ છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન પૂજારીનું નિધન થયું. અજ્ઞાત લોકો સામે કેસ નોંધી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
    Published by:Mrunal Bhojak
    First published: