Home /News /national-international /

gyanvapi masjid case : જ્ઞાન વાપી મસ્જિદ મામલે ગુરૂવારે સુપ્રીમ કોર્ટમાં ફરી સુનાવણી, બંને પક્ષે તૈયારી કરી લીધી

gyanvapi masjid case : જ્ઞાન વાપી મસ્જિદ મામલે ગુરૂવારે સુપ્રીમ કોર્ટમાં ફરી સુનાવણી, બંને પક્ષે તૈયારી કરી લીધી

gyanvapi masjid case : વારાણસી (Varansi) માં જ્ઞાનવાપી મસ્જિદ (gyanvapi masjid) માં હિન્દુ પક્ષની અરજી પર કરાયેલા સર્વે બાદ મંદિર અને શિવલિંગ (Shivling) ના કેટલાક અવશેષો પર હિન્દુ પક્ષ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. બીજી તરફ મુસ્લિમ પક્ષે તેને શિવલિંગની જગ્યાએ ફુવારો ગણાવ્યો હતો

gyanvapi masjid case : વારાણસી (Varansi) માં જ્ઞાનવાપી મસ્જિદ (gyanvapi masjid) માં હિન્દુ પક્ષની અરજી પર કરાયેલા સર્વે બાદ મંદિર અને શિવલિંગ (Shivling) ના કેટલાક અવશેષો પર હિન્દુ પક્ષ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. બીજી તરફ મુસ્લિમ પક્ષે તેને શિવલિંગની જગ્યાએ ફુવારો ગણાવ્યો હતો

વધુ જુઓ ...
    નવી દિલ્હી : જ્ઞાન વાપી મસ્જિદ (gyanvapi masjid) વિવાદ કેસમાં ગુરુવારે સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં મહત્વની સુનાવણી થશે. બુધવારે વકીલોની હડતાળના કારણે આ કેસની સુનાવણી મોકૂફ રાખવામાં આવી હતી. હવે સુપ્રીમ કોર્ટ ગુરૂવારે લગભગ બપોરે 12 વાગે આ મામલે સુનાવણી કરી શકે છે. સુપ્રીમ કોર્ટની યાદી અનુસાર 19માં નંબર પર આ કેસની સુનાવણી નિશ્ચિત માનવામાં આવી રહી છે, ત્યારબાદ સમગ્ર દેશની નજર હવે સુપ્રીમ કોર્ટ પર રહેશે.

    નોંધનીય છે કે, વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદમાં હિન્દુ પક્ષની અરજી પર કરાયેલા સર્વે બાદ મંદિર અને શિવલિંગના કેટલાક અવશેષો પર હિન્દુ પક્ષ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. બીજી તરફ મુસ્લિમ પક્ષે તેને શિવલિંગની જગ્યાએ ફુવારો ગણાવ્યો હતો. મામલાની ગંભીરતાને જોતા સ્થાનિક કોર્ટે વજુખાના પર પ્રતિબંધ મૂક્યો હતો, જ્યાં શિવલિંગનો દાવો હતો. ત્યારથી આ મુદ્દો સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. હવે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. આ અંગે હિંદુ અને મુસ્લિમ પક્ષ બંને તરફથી દલીલો કરવામાં આવી રહી છે. બુધવારે આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી મોકૂફ રાખવામાં આવી હતી, ત્યારબાદ આજે ગુરુવારે જ્ઞાનવાપી સર્વે કેસની સુનાવણી થશે.

    આ પણ વાંચોજ્ઞાનવાપી મસ્જિદઃ સુપ્રીમ કોર્ટ તરફથી મુસ્લિમ પક્ષને મોટો ફટકો, સર્વે રોકવાનો ઈન્કાર, શિવલીંગ સુરક્ષિત રાખવામાં આવે

    મુસ્લિમ પક્ષે બે દિવસનો સમય માંગ્યો હતો

    મુસ્લિમ પક્ષે ઉત્તર પ્રદેશના વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદના સર્વે અંગે બુધવારે વાંધા અરજી દાખલ કરવા માટે કોર્ટ પાસે બે દિવસનો સમય માંગ્યો છે. મુસ્લિમ પક્ષનું કહેવું છે કે, બુધવારે વકીલો હડતાળ પર છે, તેથી તેમને બે દિવસનો સમય આપવામાં આવે. હવે આ કેસમાં સુનાવણી ટાળતા કોર્ટે ગુરુવારે જ્ઞાનવાપી કેમ્પસનો સર્વે રિપોર્ટ ફાઈલ કરવાનો પણ આદેશ આપ્યો છે. તે જ સમયે, હિન્દુ પક્ષ હવે જ્યાંથી શિવલિંગ મળી આવ્યું છે તે ભોંયરુંનો સર્વે કરવાની વાત કરી રહ્યું છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Gyanvapi Mosque, Supreme Court, Supreme Court of India, Uttar Pradesh‬, ​​Uttar Pradesh News

    આગામી સમાચાર