Gwalior: મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં મહિલાએ ચાર પગવાળી બાળકીને જન્મ આપતા આશ્ચર્ય સર્જાયું છે. વધારાના અંગો સાથે બાળકનો જન્મ થયો હોય તેવું ખૂબ જૂજ કેસમાં બનતું હોય છે. પરિણામે તબીબો પણ આશ્ચર્યમાં મુકાયા છે.
આવા બાળકો હોય છે લાખોમાં એક
સિકંદર કમ્પુ વિસ્તારના આરતી કુશવાહા નામની મહિલા કમલારાજા હોસ્પિટલમાં ડિલિવરી માટે પહોંચી હતી. ડોક્ટર અને નર્સ બાળકની ડિલિવરી કરી બાળકને હાથમાં લેતા જ તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. બાળકીને ચાર પગ હતા. આ સમાચાર સાંભળીને મહિલાનો પરિવાર તો સ્તબ્ધ જ થઇ ગયો હતો. બાળકને જોવા માટે હોસ્પિટલમાં ભીડ એકઠી થઈ ગઈ હતી. નવજાત શિશુને ન્યૂ બોર્ન કેર યુનિટમાં રાખવામાં આવ્યું છે. ડોક્ટરના કહેવા પ્રમાણે આ 'ઇશ્ચિયોપેગસ'નો કેસ છે. આવા બાળકો લાખોમાં એક હોય છે.
બાળકીના વધારાના બે પગ નિષ્ક્રિય
બાળકીનું વજન 2.3 કિલો છે. જન્મ બાદ તબીબોની ટીમે ગ્વાલિયરના જયરોગ્યા હોસ્પિટલ ગ્રુપના સુપ્રિન્ટેન્ડેન્ટ સાથે મળીને શિશુની તપાસ કરી હતી. જયરોગ્યા હોસ્પિટલ ગ્રુપના સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. આર.કે.એસ.ધાકડે ANIને જણાવ્યું હતું કે, શિશુને જન્મ સમયે ચાર પગ છે, તેને શારીરિક વિકૃતિ છે. વધારાના ગર્ભને કારણે આવું થાય છે, જેને તબીબી વિજ્ઞાનની ભાષામાં ઇશ્ચિયોપેગસ કહેવામાં આવે છે. જ્યારે ભ્રૂણ બે ભાગમાં વહેંચાય છે, ત્યારે શરીરનો વિકાસ બે જગ્યાએ થાય છે. આ બાળકીની કમરથી નીચેનો ભાગ બે વધારાના પગ સાથે વિકસિત થયો છે, પરંતુ તે પગ નિષ્ક્રિય છે.
સર્જરી દ્વારા પગ કાઢવામાં આવશે
તેમણે વધુમાં કહ્યું કે, બાળકીના શરીરના કોઈ ભાગમાં બીજી કોઈ વિકૃતિ છે કે નહીં? તે બાબતે અત્યારે પીડિયાટ્રિક વિભાગના ડોક્ટરો તપાસ કરી રહ્યા છે. તપાસ બાદ જો તે સ્વસ્થ હશે તો સર્જરી દ્વારા તે પગ કાઢવામાં આવશે.
અત્યારે બાળકીના સ્વાસ્થ્યની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ડોકટરો સર્જરી દ્વારા તેના વધારાના પગ કાઢવાની વાત કરી રહ્યા છે. હાલ બાળકી સંપૂર્ણપણે સ્વસ્થ છે.
અહીં ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે માર્ચમાં મધ્યપ્રદેશના રતલામમાં પણ એક મહિલાએ બે માથા, ત્રણ હાથ અને બે પગ ધરાવતા બાળકને જન્મ આપ્યો હતો. ત્યારે બાળકની સારવાર કરનાર ડૉ. બ્રજેશ લાહોટીએ ANIને જણાવ્યું હતું કે, આ દંપતીનું પહેલું બાળક છે, આ પહેલા સોનોગ્રાફી રિપોર્ટમાં બે બાળકો હોવાનું બહાર આવ્યું હતું. આ દુર્લભ કિસ્સો છે, તેનું જીવન બહુ લાંબું નહીં હોય.
" isDesktop="true" id="1301653" >
તે બાળકનું વજન લગભગ 3 કિલો હતું, તેને બે કરોડરજ્જુ અને પેટ છે. જે ખૂબ જટિલ સ્થિતિ છે. આવી સ્થિતિને ડાઇસફેલિક પેરાપેગસ કહેવાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર