Home /News /national-international /ભારતમાં રહેવા આવ્યો હતો રશિયન નાગરિક; ખરાબ રસ્તાના કારણે પગ તૂટ્યો, અહીં રહેવાનું માંડી વાળ્યું

ભારતમાં રહેવા આવ્યો હતો રશિયન નાગરિક; ખરાબ રસ્તાના કારણે પગ તૂટ્યો, અહીં રહેવાનું માંડી વાળ્યું

રશિયાથી ભારતમાં ફરવા આવેલા શખ્સને થયો કડવો અનુભવ

રશિયન નાગરિક સિરગેઈને ન તો હિન્દી આવડે છે. ન તો અંગ્રેજી સારી રીતે જાણે છે. તેણે ટ્રાંસલેટર એપ દ્વારા જણાવ્યું કે, તેના દાદાજી ભારતીય સંસ્કૃતિ અને ભારતીય ફિલ્મોના બહુ મોટા ચાહક હતા અને તેઓ મોટા ભાગે ભારત આવતા રહેતા હતા.

  ગ્વાલિયર: મધ્ય પ્રદેશના ખરાબ રસ્તાઓ ફરી એક વાર મુદ્દો બન્યા છે. ખરાબ અને ભંગાર રસ્તા હવે જીવલેણ સાબિત થઈ રહ્યા છે. રશિયાથી ગ્વાલિયર ફરવા આવેલા ટૂરિસ્ટ આ બિસ્માર રસ્તાનો ભોગ બન્યા હતાં. ખરાબ રસ્તા પર બાઈક સ્લિપ ખાઈ જતાં રશિયન ટૂરિસ્ટનો ટાંગો તૂટી ગયો હતો. રશિયાનો નાગરિક આખી રાત રસ્તા પર પડ્યો રહ્યો. પણ કોઈએ તેની સામે ધ્યાન ન આપ્યું. સવારે પોલીસ આવી અને હોસ્પિટલમાં ભરતી કરાવ્યો, ત્યાંથી તેને દિલ્હી રેફર કર્યો.

  ગ્વાલિયરના ખરાબ રસ્તાના કારણે કંટાળીને ઊર્જા મંત્રી પ્રદ્યુમ્ન સિંહ તોમરે બૂટ ચપ્પલ નહીં પહેરવાનો સંકલ્પ કર્યો છે. આ જ ખરાબ રસ્તાના કારણે રશિયાથી ફરવા આવેલો શખ્સ દુર્ઘટનાનો શિકાર થયો અને પોતાનો પગ તોડી બેઠો. ભારતીય સંસ્કૃતિનો ચાહક રહેલો સિરગઈ આખી જીંદગી ભારતમાં રહેવા માગતો હતો અને તેને લઈને તે ભારતમાં આવ્યો હતો. તે દિલ્હીથી બાઈફ મારફતે ગ્વાલિયર પહોંચ્યો હતો. પણ ગ્વાલિયરમાં ઘુસતા જ તેને ખરાબ રસ્તાનો સામનો કરવો પડ્યો. જૂની છાવણી વિસ્તારમાં રાતના સમયે ખરાબ રસ્તામાં ખાડા દેખાયા નહીં. આ જ કારણે બાઈક સ્લિપ ખાઈ ગયું અને રશિયન નાગરિકના પગમાં ગંભીર ઈજા થઈ. આખી રાત રસ્તા પર પડ્યો, કોઈએ ધ્યાન ન આપ્યું. જ્યારે સવાર થઈ તો, પોલીસવાળાઓએ તેને ઉઠાવીને હોસ્પિટલ સુધી પહોંચાડ્યો. તેના પગમાં પ્લાસ્ટર લગાવવો પડ્યો હતો.

  આ પણ વાંચો: અમદાવાદમાં પણ મોરબીવાળી થઈ શકે છે!, લાલ બહાદુર શાસ્ત્રી બ્રિજની હાલત અતિ બિસ્માર

  મધ્ય પ્રદેશના રસ્તા જોઈ દુ:ખી થયો


  રશિયન નાગરિક સિરગેઈને ન તો હિન્દી આવડે છે. ન તો અંગ્રેજી સારી રીતે જાણે છે. તેણે ટ્રાંસલેટર એપ દ્વારા જણાવ્યું કે, તેના દાદાજી ભારતીય સંસ્કૃતિ અને ભારતીય ફિલ્મોના બહુ મોટા ચાહક હતા અને તેઓ મોટા ભાગે ભારત આવતા રહેતા હતા. દાદાજી બાદ તેના પતિ અને તે ખુદ પોતે અહીંની સંસ્કૃતિને ખૂબ પસંદ કરે છે, તેણે નક્કી કર્યું હતું કે, હવે આખી જીંદગી અહીં ભારતમાં જ વિતાવશે. તેને લઈને તે ભારતમાં આવ્યો હતો. પણ અહીં આવ્યા બાદ તેનો સામનો ગ્વાલિયરના બિસ્માર રસ્તા સાથે થયો. દુર્ભાગ્યથી તેનું બાઈક સ્લિપ થયું અને તેનો પગ તૂટી ગયો.

  9 મહિનામાં દોઢ હજાર રોડ અકસ્માત, 222ના મોત


  ગ્વાલિયર જિલ્લામાં રોડ દુર્ઘટનાના આંકડા દર વર્ષે વધી રહ્યા છે. જિલ્લામાં આ વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી નવ મહિનામાં 1539 દુર્ઘટના થઈ છે. તેમાં કુલ 222 લોકોને જીવ ખોવાનો વારો આવ્યો છે. તો વળી 1385 લોકો ઘાયલ થયા છે.
  Published by:Pravin Makwana
  First published:

  Tags: Gwalior, Road Accidents

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन