Home /News /national-international /એક બીયરે ડબલ મર્ડરનું રહસ્ય ખોલ્યું! જાણો કેવી રીતે પત્ની અને પુત્રની હત્યા કરીને આરોપી બચી ગયો
એક બીયરે ડબલ મર્ડરનું રહસ્ય ખોલ્યું! જાણો કેવી રીતે પત્ની અને પુત્રની હત્યા કરીને આરોપી બચી ગયો
એક બીયરે ડબલ મર્ડરનું રહસ્ય ખોલ્યું
Double Murder Case: મધ્યપ્રદેશના ગ્વાલિયરની ક્રાઈમ બ્રાંચ પોલીસે એક એવા હત્યારાની ધરપકડ કરી છે, જે બે વર્ષ પહેલાં પોતાની પત્ની અને દીકરાનું મર્ડર કરી ચૂક્યો છે. આશ્ચર્યજનક બાબત એ છે કે આરોપી શિવરાજ ઉર્ફ રાજા ચૌહાન ગ્વાવિયરના સાગર તાલ અને કાશીપુરા નામના વિસ્તારમાં ઘણા સમયથી રહેતો હતો, પરંતુ પકડમાં નહોતો આવતો.
મધ્યપ્રદેશના ગ્વાલિયરની ક્રાઈમ બ્રાંચ પોલીસે એક એવા હત્યારાની ધરપકડ કરી છે, જે બે વર્ષ પહેલાં પોતાની પત્ની અને દીકરાનું મર્ડર કરી ચૂક્યો છે. આશ્ચર્યજનક બાબત એ છે કે આરોપી શિવરાજ ઉર્ફ રાજા ચૌહાન ગ્વાવિયરના સાગર તાલ અને કાશીપુરા નામના વિસ્તારમાં ઘણા સમયથી રહેતો હતો, પરંતુ પકડમાં નહોતો આવતો.
ગુનેગાર ગમે તેટલો હોશિયાર હોય પણ પોતાની એક ભુલને કારણને તે પકડાઈ જાય છે. કંઈક આવું જ આરોપી રાજા ઉર્ફ શિવરાજ ચૌહાનની સાથે થયું. શિવરાજે પોતાના મિત્રની સાથે બીયર બારમાં બેસીને પોતાની પત્ની અને દીકરાની હત્યાનું રહસ્ય ખોલી દીધું. તેને જણાવ્યું હતું કે 2 વર્ષ પહેલા તે મર્ડર કરીને કેવી રીતે બચી ગયો, પરંતુ ત્યાં હાજર એક વ્યક્તિ આ બધી વાત સાંભળી ગયો.
બાતમીદારે આ વાતની જાણ પોલીસ ઓફિસરને આપી. શિવરાજને પકડવા માટે બાતમીદાર સાથે મળીને પોલીસે દારૂની પાર્ટીનું આયોજન કર્યું અને ત્યારે નશામાં શિવરાજે હત્યા કરી હોવાની વાત જણાવી દીધી. તેના પછી પોલીસે તેની ધરપકડ કરી લીધી અને દતિયા પોલીસને મામલાની જાણકારી આપી. તેના પછી રહસ્ય ઉજાગર થયું છે.
શું છે સમગ્ર ઘટના
29 મે 2020ના રોજ શિવરાજે પોતાની પત્ની આસ્થાની રતનગઢ માતાના જંગલમાં ગળુ દબાવીને હત્યા કરી દીધી હતી અને તેના ચહેરા પર કેરોસિન નાખીને સળગાવી દીધો હતો જેથી લાશની ઓળખ ન થઈ શકે. તે જ વર્ષે માર્ચ મહિનામાં તેને પોતાના 8 વર્ષના દીકરાનું ગળુ દબાવીને મારી નાખ્યો હતો. આરોપી બે લગ્ન કરી ચૂક્યો છે.
તેને પહેલાં લગ્ન આસ્થા સાથે કર્યા હતા જ્યારે બીજા લગ્ન તેને મનીષા સાથે કર્યા હતા. આસ્થાથી તેને એક દીકરો શિવાજી હતો. વર્ષ 2020થી જ આસ્થા ગુમ હતી પરંતુ આરોપીએ તેની જાણીજોઈને ગુમ હોવાની ફરિયાદ નોંધાવી હતી. થોડા દિવસ પહેલા દારૂ પીતા સમયે શિવરાજે પોતાની પત્ની અને દીકરાની હત્યાની વાત પોતાના મિત્રને જણાવી હતી.
ગ્વાલિયરની ક્રાઈમ બ્રાંચ પોલીસે દતિયા પોલીસનો સંપર્ક કર્યો અને આ બંને ગુમ હોવા વિશેની જાણકારી પ્રાપ્ત કરી. તેના પછી પોલીસે આરોપીની ધરપકડ કરી અને દતિયા પોલીસને માહિતી આપી દીધી. દતિયા પોલીસે તેને ગ્વાલિયરથી લઈ ગઈ અને હવે તેની પૂછપરછ દતિયામાં કરવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર