સુશીલ કૌશિક, ગ્વાલિયર. ગ્વાલિયર એરપોર્ટ (Gwalior Airport) પર ગુરૂવારની મોડી રાત્રે મોટી દુર્ઘટના ટળી ગઈ. અહીં મહારાજપુરા એરબેઝ પર એક પ્લેન (Plane) રન વે પર લપસી ગયું. આ પ્લેન રેમડિસિવિર ઇન્જેક્શન (Remdesivir Injection)ની ખેપ લઈને આવી રહ્યું હતું. આ ઘટનામાં બે પાઇલટ (Pilot) સહિત ત્રણ લોકો ઘાયલ થયા છે.
ગ્વાલિયર એરપોર્ટ પર મોડી રાત્રે અફરાતફરી મચી ગઈ હતી. અહીં રેમડિસિવિર ઇન્જેક્શન લઈને આવી રહેલું પ્લેન રન વે પર લપસી ગયું. આ પ્લેન ઈન્દોરથી ઈન્જેક્શનની ખેપ લઈને આવ્યું હતું. દુર્ઘટનામાં બે પાઇલટ સહિત ત્રણ લોકો ઘાયલ થયા છે.
MP govt plane carrying a stock of Remdesivir crash-landed at Gwalior airport during landing, the plane skidded off the runway a little: ASP of Gwalior Hitika Vasal
Three people including 2 pilots suffered injuries, the incident took place at around 8:50 pm: Vasal said. pic.twitter.com/VOo4cjHUXj
પ્લેનને પાયલટ એસ.એમ. અખ્તર અને શિવશંકર જયસ્વાલ ચલાવી રહ્યા હતા. બંનેને ઈજાઓ થઈ છે. પ્લેનમાં ઇન્જેક્શનની ખેપ લઈને આવી રહેલા નાયબ તહસીલદાર દિલીપ પણ સવાર હતા. આ દુર્ઘટનામા; તેઓ પણ ઘાયલ થયા. પોલીસ પ્રશાસને ત્રણ ઘાયલોને જયારોગ્ય હૉસ્પિટલ ખસેડ્યા. કેપ્ટન મજીદ અખ્તરના પગના અંગુઠામાં ઈજા થઈ છે. કો-પાઇલટ શિવશંકરના જડબામાં ફ્રેક્ચર થયું છે અને નાયબ તહસીલદાર દિલીપને પણ ઈજા થઈ છે.
પ્રશાસને કરી પુષ્ટિ
ગ્વાલિયર કલેક્ટર કૌશલેન્દ્ર વિક્રમ સિંહે આ દુર્ઘટનાની પુષ્ટિ કરી છે. સમાચાર મળતાં જ SDM અનિલ બનવરિયા પણ હૉસ્પિટલ પહોંચી ગયા. રેમડિસિવિર ઇન્જેક્શનની ખેપ લઈને આવી રહેલું આ પ્લેન મધ્ય પ્રદેશ સરકારનું છે.
ગ્વાલિયરમાં બે મહિના પહેલા 17 માર્ચે એક પ્લેન દુર્ઘટના થઈ હતી. મહારાજપુરા એરબેઝ પર એરફોર્સનું મિગ 21 બાયસન ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં પાઇલટ આશીષ ગુપ્તા શહીદ થયા હતા. ફાઇટર પ્લેન મિગ પોતાની પ્રશિક્ષણ ઉડાણ પર હતું. રિફ્યૂલિંગ બાદ જેવું પ્લેન ટેક-ઓફ થયું તે અચાનક ક્રેશ થઈ ગયું. એરબેઝથી ટેક-ઓફ કરતાં જ પ્લેનમાં સ્પાર્ક થયો અને જોતજોતામાં તેમાં ભીષણ આગ પકડી લીધી. પાઇલટે પ્લેનની દિશા બદલી જેથી હેન્ગર પર ઊભેલા પ્લેનોને બચાવી શકાય. આ દરમિયાન મિગ પ્લેન થાંભલા સાથે ટકરાઈને ક્રેશ થઈ ગયું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર