Home /News /national-international /આજથી હું નવો કલેક્ટર છું: સ્કૂટી લઈને પહોંચેલા યુવકે ઓફિસમાં રૌફ જમાવ્યો, પોલીસ આવી ત્યાં ફરાર થઈ ગયો

આજથી હું નવો કલેક્ટર છું: સ્કૂટી લઈને પહોંચેલા યુવકે ઓફિસમાં રૌફ જમાવ્યો, પોલીસ આવી ત્યાં ફરાર થઈ ગયો

આ યુવકની વાત સાંભળીને એક સમયે ત્યાં હાજર તમામ અધિકારી અને સુરક્ષા ગાર્ડ પણ દંગ રહી ગયા. ત્યાર બાદ સુરક્ષા ગાર્ડે નકલી કલેક્ટરને ખુરશી પર બેસાડ્યા અને પોલીસને જાણકારી આપી.

આ યુવકની વાત સાંભળીને એક સમયે ત્યાં હાજર તમામ અધિકારી અને સુરક્ષા ગાર્ડ પણ દંગ રહી ગયા. ત્યાર બાદ સુરક્ષા ગાર્ડે નકલી કલેક્ટરને ખુરશી પર બેસાડ્યા અને પોલીસને જાણકારી આપી.

    ગ્વાલિયર: મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાંથી એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. એક યુવક સૂટકેસ સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યો અને સ્ટેનોના ચેમ્બરમાં જઈને બોલ્યા- હું કલેક્ટરના પદ પર જોઈનીંગ લેવા આવ્યો છું. મને કલેક્ટરનો નંબર બતાવો, હવે હું ગ્વાલિયરનો કલેક્ટર છું. સ્ટેનો આ વાત સાંભળીને દંગ રહી ગયો, તેની સાથે જ તેણે કહ્યું કે, તે 2020 બૈચનો આઈએએસ ઓફિસર છએ અને તેની નિયુક્તિ રાષ્ટ્રપતિએ કરી છે.

    આ યુવકની વાત સાંભળીને એક સમયે ત્યાં હાજર તમામ અધિકારી અને સુરક્ષા ગાર્ડ પણ દંગ રહી ગયા. ત્યાર બાદ સુરક્ષા ગાર્ડે નકલી કલેક્ટરને ખુરશી પર બેસાડ્યા અને પોલીસને જાણકારી આપી. પોલીસ ફટાફટ આવી અને તેની ધરપકડ કરી અને પોલીસચોકીએ લઈ ગયા. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, યુવક ગ્વાલિયરના આનંદ નગરનો રહેનારો એક એમ શાક્ય છે. અને રખડેલ યુવક છે અને સ્કૂટી લઈને શહેરમાં આમતેમ ભાટકતો ફરે છે. તેથી આજે તે કલેક્ટર કચેરીએ પહોંચીને રોફ જમાવવા જતાં પોલીસે હેકડી ઠેકાણે લાવી દીધી હતી.

    સ્કૂટી લઈને પહોંચ્યો કલેક્ટર કચેરીએ


    આ સનકી યુવક એક હાથમાં હેલમેટ અને બીજા હાથમાં બેગ લઈને કલેક્ટર ઓફિસે પહોંચ્યો અને પોતે કલેક્ટર હોવાનો રૌફ જમાવવા લાગ્યો હતો. જો કે, ગાર્ડે સતર્કતા બતાવી અને પોલીસને બોલાવી હવાલે કરી દીધો. જો કે, પોલીસે ધરપકડ તો કરી પણ રસ્તામાં જતાં જતાં આ યુવક સ્કૂટી લઈને ફરાર થઈ ગયો હતો. હાલમાં પોલીસ ગાંડી નંબર સાથે તેને શોધી રહી છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Collector, Gwalior

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन