ગ્વાલિયર: શહેરના ગાંધીનગર વિસ્તારમાં રહેતા કમલ ગર્ગે 55 વર્ષ પહેલા પોતાની પત્ની અંગુરીનો હાથ પકડી સાત ફેરા લીધા હતા. તેમણે 7 જન્મ સાથ જીવવા-મરવાનું વચન આપ્યું હતું. આ શપથ પર બંને ખરા ઉતર્યા. કરવા ચોથના દિવસે કમલ કિશોર ગર્ગનો અકસ્માત થયો. બીજા દિવસે તેમનું મોત થઈ ગયું. તેમની અર્થીની ચારે બાજુ પરિક્રમા લગાવ્યા બાદ અંગુરી દેવીએ પતિના પગ પર માથુ ટેકવ્યું અને ત્યાં જ દમ તોડી દીધો.
દુર્ઘટનામાં મોત
ગ્વાલિયરના ગાંધીનગર વિસ્તારમાં રહેતા વેપારી કમલ કિશોર ગર્ગનો હર્યો ભર્યો પરિવાર છે. 4 નવમેમ્બરે કમલ કિશોર ગર્ગ પોતાની બાઈક પર ઘરે આવી રહ્યા હતા, આ દરમિયાન દાલ બજાર પાસે કોઈ વાહનની ટક્કર વાગતા રોડ પર પટકાઈ પડ્યા હતા. ગંભીર રીતે ઘાયલ કમલ કિશોરને હોસ્પિટલ લાવવામાં આવ્યા જ્યાં 5 નવેમ્બરે તેમનું મોત થઈ ગયું.
પતિના ચરણોમાં પત્નીએ તોડ્યો દમ
કમલ કિશોરનો પાર્થિવ દેહ અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન ઘરમાં અંતિમ ક્રિયાઓ પુરી કરવામાં આવી રહી હતી. કમલ કિશોરની પત્ની મંગુરી દેવીને પણ પરિવારજનોએ અંતિમ દર્શન માટે બોલાવ્યા. અંગુરી દેવીએ પતિની અર્થીની ચારે બાજુ પ્રદક્ષિણા કરી અને પથી પોતાનું માથુ કમલ કિશોરના પગ પર રાખી દુધુ બસ ત્યાંથી પત્ની બાદમાં ઉભી જ ન થઈ. જ્યારે પરિવારે તેમને ઉભા કરવાની કોશિશ કરી તો જોયું અંગુરી દેવીએ પણ દમ તોડી દીધો હતો. પરિવારે તુરંત ડોક્ટર બોલાવ્યા અને તપાસ કરતા ડોક્ટરે કહ્યું, હવે તે નથી રહ્યા. આ ઘટના બાદ પરિવારે તત્કાલીક અંગુરી દેવીની અર્થી પણ તૈયાર કરી અને પછી બંને અર્થીને એક સાથે સ્મશાને લઈ જવામાં આવી.
55 વર્ષનો સાથ
લગભગ 55 વર્ષ પહેલા કમલ કિશોર ગર્ગના લગ્ન અંગૂરી દેવી સાથે થયા હતા. તેમને ત્રણ દીકરા અને બે દીકરી છે. તમામ લોકોના લગ્ન થઈ ચુક્યા છે. પરિવારજનોએ જણાવ્યું કે, પતિ-પત્નીમાં અતૂટ પ્રેમ હતો. બંને હંમેશા ઘરેથી સાથે જ બહાર જતા હતા. મંદિર હોય કે પાર્ક હંમેશા સાથે જ હોય. એટલું જ નહીં, એક બીજા વગર ભોજન પણ ક્યારેક જ કદાચ કર્યું હશે. પાડોશી દિનેશનું કહેવું છે કે, આવો અદભૂત પ્રેમ તેમણે પોતાના જીવનમાં ક્યારેય નથી જોયો.
આ પણ વાંચો - પત્નીએ કરવા ચોથે જ પતિને જીવતો સળગાવી મોતને ઘાટ ઉતાર્યો, જણાવ્યું કેમ ભર્યું આ ક્રૂર પગલું
બેન્ડબાજા સાથે નીકળી અંતિમ યાત્રા
કમલ કિશોર ગર્ગ અને અંગુરી દેવીની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો સામેલ થયા હતા. બેન્ડબાજા સાથે અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. તમામ લોકોએ કહ્યું આવો પ્રેમ ક્યાંય જોવા ન મળે.