ગ્વાલિયર : મધ્યપ્રદેશના ગ્વાલિયરથી એક ચોંકાવનારો અને ચિંતાજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક 17 વર્ષની પુત્રીએ તેના પ્રેમીના મિત્રને હનીટ્રેપમાં ફસાવી અને તેના પિતાની હત્યા કરાવી છે. પિતાએ થોડા દિવસો પહેલા તેને થપ્પડ મારી હતી. તે સહન કરી શકી ન હતી. તેણે ક્રાઈમ સિરિયલ જોયા બાદ આ હત્યાની યોજના બનાવી હતી, પરંતુ તેના મોબાઈલની કોલ ડિટેઈલ્સથી સમગ્ર રહસ્ય ખુલી ગયું. પોલીસે યુવતી અને યુવકની ધરપકડ કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, 4 ઓગસ્ટની રાત્રે થાટીપુર પોલીસને માહિતી મળી હતી કે, તૃપ્તિ નગરમાં રહેતા 58 વર્ષીય રવિદત્ત દુબેની હત્યા કરવામાં આવી છે. દુબે ગ્વાલિયર કલેક્ટર કચેરીમાં કારકુન હતા. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ફોરેન્સિક તપાસ હાથ ધરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ મોકલ્યો હતો. હત્યા ઘરમાં જ પોતાના રૂમમાં સૂતા હતા અને થઈ હતી, જેથી પોલીસને શંકા માત્ર પરિવારના સભ્યો પર જ હતી.
પોલીસે જણાવ્યું કે, રવિદત્ત દુબે હત્યા પહેલા ડિનર કર્યા બાદ ઘરના પહેલા માળે પોતાના પરિવાર સાથે સૂતા હતા. પત્ની ભારતી, બંને પુત્રીઓ અને પુત્ર પણ આ ફ્લોર પર સૂઈ રહ્યા હતા. મોડી રાત્રે રૂમમાં જોરદાર અવાજ થયો. જ્યારે પરિવારના સભ્યો જાગ્યા અને લાઇટ કરી તો, રવિદત્ત લોહીથી લથપથ હાલતમાં પથારી પર પડેલો હતો. તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
પોલીસે યુવતીની કોલ ડિટેલ શોધી હતી
જ્યારે પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ શરૂ કરી ત્યારે તેમને મૃતક રવિદત્તની 17 વર્ષની નાની પુત્રી પર શંકા ગઈ. જ્યારે પોલીસે તેના મોબાઇલની કોલ ડિટેઇલ બહાર કાઢી તો જાણવા મળ્યું કે, સગીર યુવતી છેલ્લા 15 દિવસથી એક ચોક્કસ નંબર સાથે સંપર્કમાં હતી. પોલીસે જ્યારે આ નંબર ટ્રેસ કર્યો ત્યારે આ નંબર આ વિસ્તારમાં જ રહેતા પુષ્પેન્દ્રનો હતો. બીજી બાજુ, પડોશીઓએ પોલીસને જણાવ્યું કે, છોકરીનું કરણ રાજૌરિયા નામના છોકરા સાથે અફેર હતું.
પ્રેમીએ ખોલ્યું રહસ્ય
ત્યારબાદ, પોલીસે 17 વર્ષીય દીકરીના બોયફ્રેન્ડ કરણની કડક રીતે પૂછપરછ કરી. તેની પાસેથી મહત્વની માહિતી મળ્યા બાદ પોલીસે યુવતીની ફરી પૂછપરછ કરી હતી. આ પૂછપરછમાં આરોપી સગીરા તૂટી પડી અને હત્યાનું રહસ્ય ખોલી નાખ્યું.
પિતાએ થપ્પડ મારી હતી તેનો બદલો લીધો
પોલીસે જણાવ્યું કે, યુવતી એક દિવસ પ્રેમી કરણને મળતી હતી. ત્યારે પિતા રવિદત્તે તેમને જોઈ ગયા હતા. તેઓ પુત્રીને ઘરે લઈ ગયા અને તેને માર માર્યો હતો. આ કારણે પુત્રી તેના પિતા પર ગુસ્સે હતી. દીકરીએ બદલો લેવા બોયફ્રેન્ડ કરણને તેના પિતાની હત્યા કરવાનું કહ્યું, પરંતુ તેણે ગુનો કરવાની ના પાડી એટલું જ નહીં પણ તેણે સંબંધ પણ સમાપ્ત કરી દીધો.
આ પછી, દીકરીએ કરણના મિત્ર પુષ્પેન્દ્ર લોધીને પ્રેમજાળમાં (હનીટ્રેપ) ફસાવવાનું શરૂ કર્યું. સગીરાને પુષ્પેન્દ્રને પ્રેમની જાળમાં ફસાવવામાં સફળતા મળી, તેને તેના પિતાની હત્યા માટે તૈયાર કર્યો. 4 ઓગસ્ટની રાત્રે પુષ્પેન્દ્રને સગીરાએ તેના ઘરે બોલાવ્યો. રાત્રે બે વાગે પુષ્પેન્દ્રએ બંદૂકથી રવિદત્તની હત્યા કરી અને નાસી છૂટ્યો હતો. થાટીપુર પોલીસે સગીર દીકરી અને હત્યારા પુષ્પેન્દ્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર