ગ્વાલિયર : એપાર્ટમેન્ટના ચોથા માળેથી યુવતીએ લગાવી મોતની છલાંગ, CCTVમાં કેદ થઈ ઘટના

યુવતીએ લગાવી મોતની છલાંગ

મિત્રને મળવા જવાનું કહી ઘરેથી નીકળી હતી. યુવતી તેના ઘરેથી 3-4 કિમી દુર આ એપાર્ટમેન્ટમાં આવે છે અને એપાર્ટમેન્ટના ચોથા માળેથી નીચે પડે છે.

  • Share this:
    ગ્વાલિયર : મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં એક યુવતીનું શંકાસ્પદ સંજોગોમાં એપાર્ટમેન્ટના ચોથા માળેથી નીચે પડતાં મોત નીપજ્યું હતું. આ ઘટના ગોલા કા મંદિર વિસ્તારમાં આવેલા સાંઈ એપાર્ટમેન્ટની છે. કહેવામાં આવી રહ્યું છે કે, વાયુ નગરની રહેવાસી આ યુવતી તેના મિત્રને મળવા જવાનું કહી ઘરેથી નીકળી હતી. યુવતી તેના ઘરેથી 3-4 કિમી દુર આ એપાર્ટમેન્ટમાં આવે છે અને એપાર્ટમેન્ટના ચોથા માળેથી નીચે પડે છે. આ બંને ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જોકે, હજુ સુધી તે સ્પષ્ટ નથી થયું કે યુવતી આકસ્મિક રીતે નીચે પડી? કોઈએ નીચે પાડી કે તેણે જાતે આપઘાત કર્યો.

    પ્રાપ્ત માહિતી અનુસાર, મંગળવારે બપોરે ગોલા કા મંદિર વિસ્તારમાં સાંઈ એપાર્ટમેન્ટની બહાર એક યુવતી અચાનક એપાર્ટમેન્ટના ચોથા માળેથી નીચે પડી હતી, ત્યારે લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. લોકોના જણાવ્યા મુજબ ઉંચાઇ પરથી નીચે પડવાના કારણે યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તે સમયે યુવતી કોણ હતી તે કોઈને ખબર નહોતી. લોકોએ સૂચના આપતા ગોલા મંદિર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે લાશને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે જયરોગ્ય હોસ્પિટલમાં મોકલી આપી છે. સબ ઈન્સ્પેક્ટર દિનેશસિંહે જણાવ્યું કે, જ્યારે મૃતક યુવતીના પર્સની તપાસ કરવામાં આવી ત્યારે તેમાં રહેલા ડોક્યુમેન્ટ પરથી તેની ઓળખ જ્યોતિ ચાંડોલીયા તરીકે થઈ છે.

    આ પણ વાંચોસુરત: સંબંધ પર કલંક, 'પિતા બાજુના રૂમમાં સૂતા હતા અને માસાએ 6 વર્ષની ભાણીને બનાવી હવસનો શિકાર'

    છોકરી એક મિત્રને મળવા માટે સવારે ઘરેથી નીકળી હતી

    સમાચાર મળ્યા બાદ યુવતીના પિતા ઓમપ્રકાશ ચાંડોલીયા પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે જણાવ્યું કે, તેની પુત્રી જ્યોતિ સવારે 11 વાગ્યે તે મિત્રને મળવા જાય છે એમ કહીને ઘરની બહાર નીકળી હતી. તેણી અને તેના પરિવારના બાકીના લોકો જાણતા નથી કે તે સાઇ એપાર્ટમેન્ટ કેવી રીતે અને કેમ પહોંચી.

    આ પણ વાંચોઅમદાવાદ : GTUના વિદેશી વિદ્યાર્થીએ ગોદરેજ ગાર્ડન સીટીમાં 11મા માળેથી કૂદી કર્યો આપઘાત

    જ્યોતિ સાઈ એપાર્ટમેન્ટમાં આવી અને ચોથા માળેથી નીચે પડી આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસ કરી રહી છે કે, જ્યોતિ બિલ્ડિંગમાંથી કેમ નીચે પડી, તેની પાછળનું વાસ્તવિક કારણ શું છે?. સબ ઈન્સ્પેક્ટર દિનેશસિંહે જણાવ્યું હતું કે, કેમ સાંઈ એપાર્ટમેન્ટમાં જ આવી અને જ્યોતિના મોત અંગેના રહસ્યની તપાસ માટે સ્થળની ફોરેન્સિક તપાસ પણ હાથ ધરવામાં આવશે.
    Published by:kiran mehta
    First published: