Home /News /national-international /International Day of Forests: કોણે કહ્યું ઘરની છત પર કેસર ન ઉગે, આ ઘરની છત પર 1000 છોડ ઉગાડ્યા

International Day of Forests: કોણે કહ્યું ઘરની છત પર કેસર ન ઉગે, આ ઘરની છત પર 1000 છોડ ઉગાડ્યા

terrace garden ideas

ગરિમાએ જણાવ્યું કે, જેવી રીતે આપણે આપણા બાળકોની દેખરેખ કરીએ છીએ, તેને સમય પર ખવડાવીએ છીએ, પાણી પીવડાવીએ છીએ, તેને તૈયાર કરીએ છીએ. તેને વાળ વળાવી દઈએ છીએ. કુલ મળીને ઠીક એવી જ રીતે પોતાના છોડની દેખરેખ રાખું છું.

  • Local18
  • Last Updated :
  • Gwalior, India
રિપોર્ટ-વિજય રાઠોડ

ગ્વાલિયર: શહેરના ભરચક વસ્તીવાળા વિસ્તારમાં રહેતી ડો. ગરિમા વૈશ્યએ પોતાના ઘરની છત પર એક ગાર્ડન બનાવીને પ્રકૃતિ પ્રેમની એક અનોખી મિસાલ રજૂ કરી છે. તેના આ પ્રયાસના વખાણ કરતા લોકો થાકતા નથી. હકીકતમાં જોઈએ તો, ડોક્ટર ગરિમાએ પોતાની ઘરની છત પર એક મિની વિલેજનો લુક આપવાનો પ્રયાસ કર્યો છે. જેમાં ક્રાફ્ટ દ્વારા ગ્રાસ લગાવવામાં આવ્યું છે. સાથે જ શોપીસ પણ રાખ્યા છે. જેને જોવામાં એકદમ ગામડા જેવો માહોલ લાગે છે. એટલુ જ નહીં આજૂબાજૂના ગ્રામિણ વિસ્તારમાં થતાં ફુલ અને શાકભાજી વગેરેના છોડ પણ લગાવ્યા છે.
" isDesktop="true" id="1358637" >


ગરિમાએ જણાવ્યું કે, આ શરુઆત તેમના માતા-પિતાએ કરી હતી. તેમની પાસેથી પ્રેરણા લઈને છેલ્લા 15 વર્ષથી તે છોડ-ઝાડ લગાવી રહી છે અને તેની દેખરેખ કરતી આવે છે. તેમણે જણાવ્યું કે, છત પર છોડ લગાવવા અને તેની દેખરેખ કરવી ખૂબ જ સરળ છે. પણ કુંડામાં છોડ લગાવીને દેખરેખ કરવી ખૂબ જ અઘરુ છું. તેની દેખરેખ ખાસ રીતે કરવાની હોય છે. કારણ કે, થોડી પણ બેદરકારીથી છોડ ખરાબ થઈ શકે છે.

આ પણ વાંચો: VIDEO: અહીં ગાઢ જંગલની વચ્ચે આવેલું છે માતાનું ચમત્કારી મંદિર, ભક્તોની તમામ મનોકામના થાય છે પૂર્ણ

કેવી રીતે કરવાની હોય છે પ્લાન્ટ્સની દેખરેખ


ગરિમાએ જણાવ્યું કે, જેવી રીતે આપણે આપણા બાળકોની દેખરેખ કરીએ છીએ, તેને સમય પર ખવડાવીએ છીએ, પાણી પીવડાવીએ છીએ, તેને તૈયાર કરીએ છીએ. તેને વાળ વળાવી દઈએ છીએ. કુલ મળીને ઠીક એવી જ રીતે પોતાના છોડની દેખરેખ રાખું છું. આ જ કારણ છે કે, મેં ઘરના દરેક ખૂણાને છોડથી ભરી રાખ્યા છે. તે દરરોજ કટિંગ, સેટિંગ, પાણી આપવું, ખાતર વગેરે સમયસર કરે છે.

આ પણ વાંચો: VIDEO: આ ખેડૂતે પોતાના બગીચાને બનાવ્યો છે ઔષધીય ખજાનો, બીમારી લઈ લોકો આવે છે દોડતા

કેવી રીતે ઉગાડ્યા કેસરના છોડ


ગરિમા જણાવે છે કે, લગભગ 1000થી વધારે છોડ તેમના ગાર્ડનની શોભા વધારી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, તેમની પાસે સીઝનલ છોડ ઉપરાંત કેટલાય મોટા મોટા ઝાડ પણ છે. તેમની ત્યાં ફ્લાવર પ્લાન્ટ, સીઝનલ શાકભાજી પ્લાન્ટ, સ્ટ્રોબરી પ્લાન્ટ, વોટર પ્લાન્ટ અને 1000 જેટલી સ્પેશિયલ છોડ તેમના ગાર્ડનમાં છે.

આ પણ વાંચો: PHOTOS: પર્યટકો માટે ખુલ્લો મુકાયો એશિયાનો સૌથી મોટો ગાર્ડન, 15 લાખથી વધારે જાતના ફુલ મન મોહી લેશે

તેમના ગાર્ડનમાં કેસરના છોડ જોઈ સૌ કોઈ નવાઈ પામે છે. આ છોડ વિશે ગરિમા જણાવે છે કે, તે એટલું અઘરુ પણ નથી. થોડી દેખરેખ અને સાવધાની તથા સમયસર ખાતર પાણી આપવાથી આ કામ સરળ થઈ જાય છે.
First published:

Tags: Gwalior, Kitchen garden, Madhya pradesh