Home /News /national-international /....ને રાહુલ ગાંધીએ દાન માટે કાઢેલી રૂ.500ની નોટ પાછી ખિસ્સામાં મૂકી દીધી

....ને રાહુલ ગાંધીએ દાન માટે કાઢેલી રૂ.500ની નોટ પાછી ખિસ્સામાં મૂકી દીધી

રાહુલ ગાંધીની તસવીર

ગ્વાલિયર-ચંબલ અંચલની મુલાકત પર ગયેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને આચાર સંહિતાના ઉલ્લંઘનના ડરના કારણે અજીબોગરીબ સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.

ગ્વાલિયર-ચંબલ અંચલની મુલાકત પર ગયેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને આચાર સંહિતાના ઉલ્લંઘનના ડરના કારણે અજીબોગરીબ સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી મંગળવારે ગુરુદ્વારામાં માથું ટેકવા પહોંચ્યાં હતા.

માંથુ ટેકીને રાહુલ ગંધીએ દાનપેટીમાં નાખવા માટે રૂ.500ની નોટ કાઢી હતી. પરંતુ ત્યારે જ બાજુમાં ઊભેલા જ્યોતિરાદિત્ય સિંધિયાએ તેમને આચાર સંહિતાનો હવાલો આપીને રોક્યા હતા. સિંધિયાની વાત સાંભળીને રાહુલે રૂ.500ની નોટ પરત ખિસ્સામાં રાખઈ દીધી.

ગ્વાલિયર-ચંબલ અંચલ મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ મંદિર મસ્જીદ પછી ગુરુદ્વારામાં પણ માંથું ટેકવ્યું હતું. મંગળવારની સવારે રાહુલ ગાંદી કિલે સ્થિત ગુરુદ્વારામાં પહોંચ્યા હતા. માથું ટેકવ્યા પછી રાહુલ ગાંધીએ પાર્ટી અને દેશ-પ્રદેશની ખુશાલીની કામના કરી હતી.

ઉલ્લેખનીય છે કે, મુરૈના પહોંચેલા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર ભારે હુમલો કર્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, દેશના વડાપ્રધાન તેઓ વડાપ્રધાન નથી પરંતુ ચોકીદાર હોવાની વાત કરે છે.

પરંતુ તેમણએ દેશની વિમાન બનાવનારી કંપનીઓથી કોન્ટ્રાક્ટ સમાપ્ત કરીને ખાનગી કંપનીને કામ આપ્યું છે. રાહુલ ગાંધીએ શિવરાજ ઉપર પણ નિશાન સાધતા કહ્યું હતું કે, મુખ્યમંત્રી પોતાનું વચન પુરુ નથી કરી શક્યા. જો અંહી કોંગ્રેસની સરકાર બની તો ખેડૂતોના દેવા 10 દિવસની અંદર જ સમાપ્ત કરીશું.
First published:

Tags: Gurudwara, Gwalior, ભાજપ