Home /News /national-international /પત્નીને પતિમાં દેખાય છે ભૂત, અને પછી એક દિવસ...., વિશ્વાસ નહીં થાય તમને, આવું પણ હોય છે!
પત્નીને પતિમાં દેખાય છે ભૂત, અને પછી એક દિવસ...., વિશ્વાસ નહીં થાય તમને, આવું પણ હોય છે!
પ્રતિકાત્મક તસવીર
ભોપાલની ફેમિલી કોર્ટમાં એક બીજો પણ આવો જ વિતિત્ર કિસ્સો આવ્યો છે જેમાં પરિણીતાએ જણાવ્યું છે કે, પતિ કરોળિયા પાળે છે. જાસૂસી સીરિયલો જુએ છે અને વિચિત્ર કૃત્યો કરે છે.
ગ્વાલિયર : શું તમે વિશ્વાસ કરશો કે, કોઈ પત્નીને પતિમાં ભૂત દેખાતુ હોય! હા આ સાચું છે, ગ્વાલિયરની ફેમિલી કોર્ટમાં એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પત્ની પતિને છૂટાછેડા આપવા માંગે છે કારણ કે તેને પતિમાં ભૂત દેખાય છે.
મળતી માહિતી મુજબ આ કપલના લગ્ન વર્ષ 2018માં થયા હતા. જ્યારથી પત્નીએ તેના પતિને આ વાત કહી છે, ત્યારથી દરરોજ બંને વચ્ચે ઝઘડા શરૂ થયા છે. તેથી તે તેના પતિ સાથે રહી શકતી નથી. પત્નીએ છૂટાછેડાની અરજીની સાથે પતિ પાસે ભરણ પોષણની પણ માંગી છે. આ માટે તેણે અલગ કેસ દાખલ કર્યો છે.
ભોપાલનો પણ એક વિચિત્ર કિસ્સો છે
ભોપાલની ફેમિલી કોર્ટમાં પતિ-પત્નીના સંબંધોનો એક વિચિત્ર અને ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. એક એવો કેસ જેમાં પત્ની, પોતાના ટેક્નિકલ ઓફિસર પતિની વિચિત્ર હરકતોથી પરેશાન છે. એટલી પરશાન થઈ ગઈ છે કે, હવે તેના પતિ સાથે રહેવું તેને નરકમાં જીવવા જેવું લાગે છે. કાઉન્સેલરના મતે, આ સંબંધને બચાવવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ હવે તેમાં કોઈ અવકાશ નથી.
ભોપાલની ફેમિલી કોર્ટના કાઉન્સેલર સરિતા રાજાણીએ કહ્યું કે, પતિ ખાનગી કંપનીમાં ટેક્નિકલ અધિકારી છે. પતિ-પત્નીના લગ્નને 15 વર્ષ થયા છે. તેમને 12 વર્ષની પુત્રી અને 9 વર્ષનો એક પુત્ર છે. મહિલાએ તાજેતરમાં ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી છે. મહિલાએ ફરિયાદમાં કોર્ટને જણાવ્યું છે કે, પતિ કરોળિયા પાળે છે. જાસૂસી સીરિયલો જુએ છે અને વિચિત્ર કૃત્યો કરે છે.
કાઉન્સેલર રાજાણીએ જણાવ્યું હતું કે- મહિલાએ ફરિયાદ કરી છે કે, પતિએ પુરૂષોને ઘરે આવવાનું બિલકુલ બંધ કરાવ્યું છે, અને જો કોઈ પુરુષ સંબંધી ભૂલથી આવી જાય તો પણ તે મરવા-મારવા પર ઉતરી છે. ફેમિલી કોર્ટ સંબંધોને બચાવવા માટે પ્રયાસ કરી રહી છે, પરંતુ મહિલાના છૂટાછેડા લગભગ નિશ્ચિત છે. તેમણે કહ્યું કે, આ સંબંધોમાં સમાધાનની કોઈ સંભાવના નથી. તે છૂટાછેડા લેવાની ખાતરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર